________________
૧૬૧૪ (રાગ : દેશી ઢાળ) દિલદરિયામાં અખંડ દીવો, દેખ્યા વિના મારું મન ડોલે; ભ્રાંતિના ભૂલ્યા, ભવોભવ ભૂલ્યા સદ્ગુરુ વિના તાળાં કોણ ખોલે ? ધ્રુવ ગગનગુફામાં, ગુપ્ત ને ગેબી, બા'ર બાવન ઉપર બોલે; નૂર તણ પર નામ નિરંજન, નૂરત-સૂરતે કોઈ સંત ખેલે. દિલ૦ આ રે કાયામાં રતન અમૂલખ, વસ્તુ ભરેલ માંહી વણતોલે; સોહં શબ્દસે કર લે ગુંજારા, સો સદ્ગુરુમહીં બોલે. દિલ પ્રીત હશે જેને પૂર્વજન્મની, સંવચને પડદા ખોલે; છેલ્લી સંધિના હશે તે ચેતશે, વચન મળ્યું જે અણમોલે. દિલ૦ પટા લખાવ્યા જેણે ધણી હજારમાં, ખરી મસ્તીના ખેલ ખેલે; કહે ‘રવિદાસ ' ગુરુ ભાણપ્રતાપે, અજર * પ્યાલા' ભર-ભર પીલે. દિલ
ગુંગે સાકર ગળી રે ગળામાં, સમજ સમજ મુસકાય, ‘રવિરામ ' રસ કહે કોણસું ! વસ્તુ વિણ જીવ્હાય; ઘટોઘટ બોલે રે, સ્વાંગ તો અનેક ઘરી. પ્યાલો
૧૬૧૬ (રાગ : આરાધ) મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી; એને પડતાં ન લાગે વાર. ધ્રુવ એને પુણ્યને રૂપે રે ખાતર પૂરજો રે જી; એ જી એનાં મૂળિયાં પાતાળમાં જોને જાય. મૂળo એ જી એને સત્ય રૂપી જળ સિંચજો રે જી; એ જી એની કૂરત - સૂરત દોનું પણિયાર. મૂળ૦ એ જી શીલ ને સંતોષ એવા ફળ લાગશે રે જી; એ જી એ તો અમર ળ જેવાં હોય. મૂળo એમ કહે ‘રવિરામ' ગુરૂ ભાણ પરતાપે; એ જી પ્રભુને ભજીને ઊતરો તમે ભવપાર. મૂળo
૧૬૧૫ (રાગ : બસંત) પ્યાલો મેં પીધો રે ! લીધો મેં લગ્ન કરી; પરિબ્રહ્મ ભાળ્યા રે ! અદ્વૈત સભરે ભરી. ધ્રુવ. સતગુરુએ શ્રવણ રસ રેડિયો, ચોંટ્યો હૈયાની માંહિ , સાંધે સાંધે હારસ સંચય, ઉન મુનિ રહ્યો ઠેરાઈ; સુરતિ સહેજે શૂને થઈ, પાછી ન ઊતરે ફી. પ્યાલો૦ કથણી ને બકણી સર્વે છૂટી, કેનાં ગાતાં રહ્યા ગીત , બોલણહારો માંહિ ખોવાણો, આપે થયો અદ્વૈત; પારો ગળી પાણી રે, હતું તેમ રહ્યું ઠરી. પ્યાલો૦ લોભ લાલચ મમતા ને માયા, આવરણ થઈ ગયાં અસ્ત, નવ પંદર આભાસ અંતરથી શમ્યાં, મટી ગઈ પીંડ સમસ્ત; નજરે ન આવે રે, વિના એક દુજા હરિ. પ્યાલો૦
૧૬૧૭ (રાગ : કટારી) મેં નટુડી નામકી પ્યાસી, નીરખું મારા નાથકું. ધ્રુવ એક પલકમાં પાંચને પડું, સીધે મારગે સટકું, કાળ-ક્રોધકું ગરદન મારું, પ્રેમને બાણે પટકું. મેં નાચ નાચું મારા નાથની આગળ, જુગતે જામો ઝટકું, મધુવો પીને મસ્તાની રું, લેવા દો દિન લટકું. મેં દધિ બેચન મેં ચલી, ભર્યું શિર પર મહીનું મટકું; સામો મળ્યો કા'ન મોરલીવાળો, પાય લાગું મુગટકું. મેં મહીં-માખણ કાનુડાને સમર્યા, હવે નહિ હું અટકું. કહે ‘રવિદાસ', સંતો, ભાણપ્રતાપે, મેં ચોરાસી નહિ ભટકું. મેં
ગુણિકા બહુ ગુણહીંનથી, અવગુણકો ભંડાર; / કહે પ્રીતમ હરિ નામસેં, ઉતરી ગઈ ભવ પાર. ૯૯૧
ભજ રે મના
અધર્મી અજામીલ પાતકી, અતિ મતિ મંદ ગુમાન; કહે પ્રીતમ હરિ નામસેં, સહેજે પામ્યા જ્ઞાન.
૯૯૦)
ભજ રે મના