SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧૦ (રાગ : ધોળ) કોઈ જાગંદા ! હારે કોઈ ચેતંદા ! સુપનકી બુદ્ધિ સંહારંદા. ધ્રુવ દો દિન જાગે ક્યા ભયાજી ! સ્વપ્ન નિંદ મદમાતી; જૈસા ચંદા બજકા પ્રગટ્યા, ફેર અંધારી રાતી. કોઈo ગાય વાયને કરે કિલ્લોલા, કલેજે ન પડ્યા છેદા; જૈસા પથ્થર પાણીમેં ભાઈ, ભીંતર કબુ ન ભીંજા. કોઈ નેણા પરથી અળગા ન થયા, પડળ વળેલા પાટા; ખબર કરી દિલ ખોજ્યા નહિ, તારા ઉઘડ્યા નહિ કપાટા. કોઈo મારગ વંકા કરીલે બંકા, નહિ કાયરકા કામા; અમર બુટ્ટી વિરલા અજમાવે, હરદમ હરિકા નામાં. કોઈo કહે ‘રવિરામ' ભાણ પ્રતાપે, હજી સમજ મન મેરા; અબકો ચૂક્યો જાય ચોરાશી, ન્હોત ફીગો ફેા. કોઈo ૧૬૧૨ (રાગ : આશાવરી) ગુરુગમ લહે સો જ્ઞાની , સંતો. અંતર પ્રેમ ઉજાગર અનભે, જાકી નિહચળ બાની. ધ્રુવ ચંચળ મારી નિહચળ બેઠા, નિરમળ હોય સમાધિ; શીલ સંતોષ રહે સમધારણ, વસ્તુ અગોચર લાધી, સંતો નાભિ બેઠ ગગન ગજાવે, આઠ પહોર આનંદા; ચલે પાધરે, પછીમ મારગ, મિલાવે સૂરજ-ચંદા. સંતો શશી સૂરમેં સૂર શશીમેં, અણસારે ઉલટાવે; નીરખે પલ પલ નૂર નિરંતર, અનહદ નાદ બજાવે. સંતો રહે અડોલા, બોલ અબોલા, જાણપણા જલ જાઈ; કહે ‘રવિરામ’ વિરલા સંસારી, ઉલટા કાળકું ખાઈ. સંતો ધ્રુવ ૧૬૧૧ (રાગ : ઝીંઝોટી) કોઈ રેહંદા ઉન્મની મુદ્રા માંહી (૨). ખમિયા ખલકા સંતોષ ટોપી, બેફિકરાઈ ક્રા; સેલીસેન આડંબર અનભે', શીલ લંગોટ સધીરા. કોઈo કુંડા કરણી ધોકા ધીરજ, પતર પ્રેમદા પાશા, નેકુર કરવા ફુલ ક્રા, કરે હાલ કુલવાસા. કોઈo રહે ગરકામ ગુરુગમ જાગે, આઠ પહોર અલમસ્તા; તાળી લાગે તાર ન તૂટે, આનંદ હિ ઘર વસ્તા. કોઈ ઊલટી નારી ચલે ખુવારી , ઊલટી ચલ હી આશા; ઊલટા આદમકુ ઉલટાવે, દેખે તત્ત્વ તમાશા. કોઈo હ હુઆ ઓ અદલ ક્રા; કલા ન જાણે કરતા; ‘રવિદાસ’ સત્ ભાણ પ્રતાપે, ના હમ જીવન મરના. કોઈo ૧૬૧૩ (રાગ : ચલતી) દલ દરિયામાં હંમેશ ન્હાતા, કાદવ કપડાં કર્યું ધોતા ? પ્રતિવ્રતા ઘર નાર પદમણી, ગુણકાર્સે મને ક્યાં હોતા ? ધ્રુવ શ્રાદ્ધ સરાવતાં કહિક જુગ વહિ ગયા, મુવી બાપકું ક્યો રોતા ? આયાકું આદર નહિ દેતા, મુવા પછી મુખ નહીં જોતા. દલ૦ ખાવે પીવેને મારે ખાસડે, માલ મૂરખા ક્યાં ખોતા ? ઊગે ત્યાં કબુ ન વાવત, કલર મેં બી ક્યાં બોતા ? દલ આંખ વૃક્ષકી છાંય તજી કે, આક વૃક્ષ પર ક્યો સોતા ? હંસ સભામાં કબુ ન બેસતા ! બગલા સાથ ખાવે ગોથા. દલ૦ કરી લે બંદગી સાચા સાહેબકી, અમર રેવે તેરા તોતા; હે ‘રવિરામ’ ગુરુ ભાણ પ્રતાપે, ફેર અવસર નહિ હોતા. દલ૦ એહીં ત્રિગુણ ભક્તિમાં, મન ભૂલો ધર્મદાસ; ઉનકો પણ નિરગુણ હૈ, જ્યાં જોગીકા વાસ. || ૯૮૮) નામ નિરંતર લીજિયે, મુકીયે માન ગુમાન; કહે પ્રીતમ દુગ્ધા મટે, પ્રગટે નિરમળ જ્ઞાન. ૯૮૭ ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy