________________
અંબુ માંહી પાવક નહીં પ્રગટે, કંચનકું ન લાગે કાંઈ; ચંદન ઝાડ ભોરિંગ વીંટાયા, મિલત તાંહીં શીતળતાઈ. અખંડ
મહા મુનિવર નિજ ઘર પહોંચ્યા, સૂરતી શૂન્યમેં સમાઈ; કહે‘ રવિરામ’ કુસંગ ક્યા કરહી, જાકા દિલ બ્રહ્મ દરિયાઈ. અખંડ
૧૬૦૭ (રાગ : પ્રભાતિયું)
અહનિશ ભજનવિના લક્ષ તે નવ લહે, ભક્તિ દુર્લભ તે કેમ આવે ? ખેલ ખરો રમે, સહુ સભાને ગમે, મૂઠ છૂટે ત્યારે રમત ફાવે. ધ્રુવ જ્ઞાનમાં મન ગળે રોગ બીજા ટળે, ટેક ચૂકી નવ ટાંક ચાલે; ધ્યાન ધીરજ ધરે કલ્પના નવ કરે, સકળ સંસારમાં નાથ ભાળે. અહ શબ્દને શોધિયે બુદ્ધિને બોધિયે, મેલી વિરોધ વિકાર બીજા; પલકમાં ખલક જગત જાતી ગણે, નામના ઉપાસી તે નામે રીઝ્યા. અહ સમદ્રષ્ટિ કરે પ્રપંચને પર હરે, શબ્દ સાચા વરે સંત કેરા; અજરા જ્યારે જરે, અવિનાશીને ઓચરે, મેલવા ઘાટના સરવે ઘેરા. અહ
હું ને તું જ્યારે ટળે, શીશ દઈ ગુરુને મળે, દાસ થઈને રહે દીન ભાવે;
.
કહે ‘ રવિદાસ' નિજ નામ નિશ્ચય ગ્રહે, આધીન થઈને આપુ નાખે. અહ
૧૬૦૮ (રાગ : સોરઠ ચલતી)
આનંદ ઘડી રે હેતે ભજવા હરિ-હેતે ભજવા હરિ; અમને સંત સોહાગી મળિયા-આનંદ ઘડી. ધ્રુવ
પહેલો પિયાલો મારા સદ્ગુરુએ પાયો જી; જોતાં જોતાં તો અમને વસ્તુ જડી. અમને નાભિકમલસે સંતો ભયા ઊજિયાલાજી; ત્રિવેણી તખત
પર જ્યોતુ ખડી. અમને
સજ આ મનકે સાધકે, બોધ નામક જટ; ચોરાશી ઝગડા મટે, કામ રહે શિર કૂટ.
૯૮૬
ભજ રે મના
સત્ય
શબ્દ મારા ગુરુએ સુણાવ્યો જી; નૂરતે ને સૂરતે મેં તો નીરખ્યા હરિ. અમને૦ કહે ‘રવિ સાહેબ', સંતો, ભાણપ્રતાપે જી; ગુરુના ભજનમાં મારી સુરતા ચડી. અમને૦
૧૬૦૯ (રાગ : કટારી)
ઉન્મુખ ઘર પહોંચે રે, બોલવું પછે દૂર ગયું; દ્વૈતપણું ટળિયું રે, તેજમાં તેજ એક થયું. ધ્રુવ સો તે સફ્ળ વ્યાપક છે, તે છે તે છું હું, ૐ અવિનાશી સકળ ઘટવાસી, તેજ પંજર તે તું; કોણ કહે કોણ સાંભળે રે ? બોલે સુણે આપે સો હું. ઉન્મુખ જેમ વરસાદ વરસે છે ઘણો, પૃથ્વી ઉપર પસાર, તેમાંથી નદિયું અનંત ચાલે, ગણતાં ન આવે પાર; નીર તો સરવે એક જ રે, સાયરમાં જઈને ભળ્યું. ઉન્મુખ સાયરમાં સમાણું જઈ, નીરમાં નીર થયું એક, અચળ થયું પછે ભે' મટી, ત્યારે છળે નહિ છેક; એમ આત્મા પરમાત્મા રે, તે તો એકમેક થયું. ઉન્મુખ૦ સૂરજનાં કિરણ જેમ સૂરજમાં જઈ સમાય,
તેમ જીવ મટીને શિવ થયો, પછી કોણ આવે ને કોણ જાય ?
અખંડ બ્રહ્મ પોતે રે, તેજ પિંજર આપે ભર્યું. ઉન્મુખ
થાપન ન થાપના ઉથાપના ન દીસતું હૈ, રાગદ્વેષ દોઉં નહીં પાપ-પુણ્ય અંશ હૈ, જોગ ન જુગતિ જહાં ભગતિ ન ભાવના હૈ, આવના ન જાવના ન કરમી વંશ હૈ; નહીં હાર-જીત જહાં કોઉ વિપરીત નાહિ, શુભ ન અશુભ નહીં નિંદા પરસંસ હૈ, સ્વસંવેદ જ્ઞાનમેં ન આન કોઉ ભાસત હૈ, ઐસો બનિ રહ્યો એક ચિદાનંદ હંસ હૈ. - ચિદાનંદજી (કપુરચંદજી) કાયા કાળકોં પાસ હૈ, સાર નામ હૈ દૂર; બીલા હંસકો પાળહીં, હોય જ્ઞાન ભરપૂર.
૯૮૭
ભજ રે મના