________________
૧૬૧૮ (રાગ : સોરઠ ચલતી)
રામ ! કોણે બનાવ્યો ચરખો ? એના ઘડનારાને નીરખો; જે પૂર્ણ રહ્યો તેને પરખો.
ધ્રુવ
આવે જાવે ને બોલાવે, જ્યાં જોઉં ત્યાં સરખો; દેવળ, દેવળ, કરે હોંકારા, પારખ થઈને પરખો. રામ૦ ધ્યાન કરું તો માંહે જ્યોત જલત હૈ, અંધાર મિટ્યો અંતરકો;
એ અજવાળે ગગના સૂઝયા, ભેદ જડ્યો ઉન ઘરકો. રામ પાંચ તત્ત્વકા બન્યા આ ચરખા, ખેલ રચ્યો હુન્નરકો; પવન-પૂતળી રમે પ્રેમસે, ભૂરતે-સૂરતે નીરખો. રામ કહે ‘રવિદાસા’ સદ્ગુરુ સાચા, મૈં ગુલામ ઉન ઘરકો; નામ, રૂપ, ગુન, પાંચ તત્ત્વસે, ખૂબ બનાયો ચરખો. રામ
૧૬૧૯ (રાગ : જૌનપુરી)
લોચનિયું સૂનું કાજલ વિના, તેમ હૃદય સૂનું હરિ નામ વિના; દીપક વિના જેમ મંદિર સૂનું, રજની સૂની જેમ ચંદ્ર વિના. ધ્રુવ દશરથ વિના અયોધ્યા સૂની, તેમ ભરત સૂનો શ્રીરામ વિના; સ્નેહ વિના જેમ સગપણ સૂના, પરિવાર સૂનો જેમ પુત્ર વિના. લોચનિયું
જળ વિના જેમ પોયણી સૂની, ભ્રમર સૂનો જેમ કમળ વિના; ભણે રવિદાસ, સુણો સારંગપાણી, નિનિયા હરિ નામ વિના. લોચનિયું
૧૬૨૦ (રાગ : હિંદોલ)
સદ્ગુરુ સાથે મારી પ્રીતડી, બીજાસે નહીં બોલું; જ્યાં મારા પિયુજી પરગટ વસે, ત્યાં રહી અંતર ખોલું. ધ્રુવ
ભજ રે મના
નામ બરાબર કછુ નહીં, તપ તીરથ વ્રત દાન; કહે પ્રીતમ સાધન સબહીં, નહિ હરિ નામ સમાન.
૯૯૨
જહાં રે વાદળ તહાં વિરમું કબહું નહીં ડોલું; તખત-ત્રિવેણી બેઠકે, સબ વિશ્વકું તોલું. સદ્ગુરુ ચિત્ત ચંદનનું લાકડું, શબ્દને વાંસલે છોલું; ઘડતાં ઘડતાં ભાંગી પડ્યું, મન જાણી લે અમોલું. સદ્ગુરુ
સંશય સર્વે સમાઈ ગયા, વિશ્વાસે મન વરોળ્યું; ‘રવિદાસ', બ્રહ્મ-અગાધમાં કરે ઝાકમઝોળું. સદ્ગુરુ
રસિક
૧૬૨૧ (રાગ : ભૈરવી)
ભૂલીશ હું જગતની માયા, ગુરૂજી નહીં ભુલું તમને; જગત આધાર દીનબંધુ(૨), ગુરૂજી નહીં ભુલું તમને. ધ્રુવ કદાપિ મ્હેલમાં સુતો, નગરકે શેરીએ રસ્તે; સુખી હોઉં, દુ:ખી હોઉં, ગુરૂજી નહીં ભુલું તમને. ભૂલીશ આ દુઃખોના ડુંગરો તૂટે, ભલે આખુ જગત રૂઠે; પરંતુ પ્રાણના ભોગે, ગુરૂજી નહીં ભુલું તમને. ભૂલીશ અરે ! બનું હું રંક કે રાજા, બનું હું શેઠ દુનિયાનો; અમીરી કે ગરીબીમાં, ગુરૂજી નહીં ભુલું તમને, ભૂલીશ જીવનના ધમ પછાડામાં, ભલે મૃત્યુ બિછાનામાં; મરણના શ્વાસ લેતા પણ, ગુરૂજી નહીં ભુલું તમને ભૂલીશ પૂર્યા મન મંદિરે સ્વામી, પછીથી ક્યાં જવાના છો ! દિવાનો દાસ ‘ રસિક’ કહે છે, ગુરૂજી નહીં ભુલું તમને. ભૂલીશ
ગુરૂ બિન જ્ઞાન નહિ, ગુરૂ બિન ધ્યાન નહિ, ગુરૂ બિન આતમ વિચાર ન લહતુ હૈ, ગુરૂ બિન પ્રેમ નહિ, ગુરૂ બિન નેમ નહિ, ગુરૂ બિન શીલહું સંતોષ ન ગહતુ હૈ; ગુરૂ બિન પ્યાસ નહિ, બુદ્ધિકો પ્રકાશ નહિ, ભ્રમહૂકો નાશ નહિ, સંશય રહતુ હૈ, ગુરૂ બિન બાટ નહિ, કૌડી બિન હાટ નહિં, સુંદર પ્રગટ લોક, વેદ યૂં કહતુ હૈ.
રામ નામ જોગી જપે, તપે નહીં ભવ તાપ; કહે પ્રીતમ મન જીતકેં, જપે અપ્પા જાપ.
૯૯૩
ભજ રે મના