________________
અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર વાણી, હિન્દુ-બૌદ્ધ-શીખ-જૈન-પારસિક-મુસલમાન-ખ્રિસ્તાની, પૂરવ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાસે.
પ્રેમહાર હય ગાથા. જનગણ ઐક્યવિધાયક જય હૈ, ભારત ભાગ્યવિધાતા; જય હે ! જય હે ! જય હે ! જય જય જય જય હે ! (૨) પતન-અભ્યુદય બંધુર પંથા યુગ યુગ ધાવિત યાત્રી; હે ચિરસારથિ ! તવ રથચક્રે મુખરિત પથ દિનરાત્રિ, દારૂણ વિપ્લવ માઝે, તવ શંખધ્વનિ બાજે; સંકટ-દુઃખ ત્રાતા.
જનગણ પથ પરિચાયક જય હે ! ભારત ભાગ્યવિધાતા; જય હે ! જય હે ! જય હે ! જય જય જય જય હે ! (૩) ઘોર તિમિરધન નિબિડ નિશીંથે પીડિત મૂર્છિત દેશે, જાગ્રત છિલ તવ અવિચલ મંગલ નતનયને અનિમેષે; દુઃસ્વપ્રે આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા. જનગણ દુઃખત્રાયક જય હૈ ! ભારત ભાગ્યવિધાતા; જય હે ! જય હે ! જય હે ! જય જય જય જય હે ! (૪)
રાત્રિ પ્રભાતિલ ઉદિલ રવિચ્છવિ પૂર્વઉદયગિરિ ભાલે; ગાહે વિહંગમ્ પુણ્ય સમીરણ નવજીવન રસ ઢાલે, તવ કરૂણારૂણ રાગે, નિદ્રિત ભારત જાગે; તવ ચરણે નત માથા. જય જય જય હે ! જય રાજેશ્વર, ભારત ભાગ્યવિધાતા. જય હે ! જય હે ! જય હે ! જય જય જય જય હે ! (૫)
ભજ રે મના
ગુરૂ મહિમા કૌ કહી શકે, શેષ પામે ન પાર; કહે પ્રીતમ કૈસે કહું, વાણી રહિત વિચાર.
૯૮૨
૧૬૦૩ (રાગ : મિશ્ર ખમાજ)
(‘પ્રસાદ'ના અંગ્રેજી પરથી ભાષાંતર ઝવેરચંદ મેઘાણી) ઝાકળના પાણીનું બિન્દુ, એકલવાયું બેઠું તું, એકલવાયું બેઠું'તું ને, સૂરજ સામે જોતું'તું;
સૂરજ સામે જોતું તું ને, ઝીણું ઝીણું રોતું તું. સૂરજમૈયા ! સૂરજ ભૈયા ! હું છું ઝીણું જલબિન્દુ; મુજ હૈયે તમને પધરાવું, શી રીતે ? હે જગબંધુ ! તમે દૂર વાદળમાં વસતા, સાત અશ્વને કરમાં કસતા, બ્રહ્માંડોની રજ રજ રસતા, ઘૂમો છો બંધુ ! તમ વો’ણું મુજ જીવન સઘળુ, અશ્રુમય હે જગબંધુ ! જલબિન્દુ રે જલબિન્દુ ! ઓ નાજુક ઝાકળ બિન્દુ, સૂરજ બોલે, સુણ બંધુ ! હું તો ત્રિલોકમાં ફરનારો;
કોટિ કિરણો પાથરનારો ગગને રમનારો.
તેમ છતાં હું તારો તારો, હે ઝાકળબિંદુ ! તોય મને તું વાલું વાલું, બાળાભોળા જલબિંદુ ! તુજ હૈયે હું પોઢી જાણું, હે ઝાકળબિંદુ ! તુજ સરીખો નાનકડો થૈને, તુજ અંતરમાં આસન જૈને. ઇન્દ્રધનુની રમતો રમવા, આપીશ કે બિન્દુ ! તુજ જીવનમાં પ્રકાશ વાવું, તુજ અશ્રુને હાસ્ય બનાવું, હે નાજુક બિન્દુ !
હસતે મુખડે સૂરજ-રાણા, જલબિન્દુમાં જઈ સમાણા રૂદનભર્યા જીવનનાં ગાણાં, ગાઈ રહ્યું ઝાકળબિંદુ !
જાત ન જોઈયે સંતની, સંત નિરંજન દેવ; કહે પ્રીતમ શુદ્ધ ભાવથી, કીર્ષે તાકી સેવ.
11
ભજ રે મના
૯૮૩