________________
રવિન્દ્રનાથ ટાગોર
(ઈ.સ. ૧૮૬૧ - ૧૯૪૧)
કોલકાતામાં જોરાસાંકો નામના સ્થળે ટાગોર કુટુંબનું મોટું હવેલી જેવું પારંપારિક ઘર હતું. રવિન્દ્રનાથનો જન્મ ત્યાં તા. ૭-૫-૧૮૬૧ના રોજ થયેલો. પશ્ચિમના જ્ઞાન, દૃષ્ટિ અને બાહોશીવાળા દાદા દ્વારકાનાથ અને બ્રહ્મોસમાજના સુધારક દૃષ્ટિવાળા આધ્યાત્મિક પિતા મહર્ષિ દેવેન્દ્રનાથનો વારસો એમનામાં હતો. તેમની માતાનું નામ શારદાદેવી હતું. ઘરમાં તત્ત્વજ્ઞાન, લેખન, સંગીત, ચિત્રકામ અને નાટક જેવી કળાઓનું સઘન વાતાવરણ હતું. વળી શિક્ષણ તેમને ફાવ્યું નહી. પણ ઘરે ભણાવતા શિક્ષકો અને કૌટુંબિક વાતાવરણમાંથી એમણે ભાષાઓ, સાહિત્ય અને અનેક વિષયોનું શિક્ષણ મેળવ્યું. રવિન્દ્રનાથે આઠ વર્ષની વયે પહેલી કવિતા રચી અને પછી જીવનભર લખતા જ રહ્યા. તેમણે પોતે કરેલા તેમના બંગાળી કાવ્યોના અંગ્રેજી અનુવાદ સંગ્રહ ‘ ગીતાંજલિ’ને ૧૯૧૩માં નોબેલ પારિતોષિક મળ્યું. તેમણે અઢી હજાર જેટલાં પોતાના ગીતો સ્વરબદ્ધ કર્યા છે. બે હજારથી વધુ ચિત્રો અને રેખાંકનો કર્યા છે. છેલ્લા સમયમાં તેમના જીવનમાં ઘણો સંઘર્ષ આવ્યો. એક પછી એક એમ બધા સ્વજનો મૃત્યુ પામ્યા અને
છેલ્લે પોતે ૮૦ વર્ષની ઊંમરે તા. ૭-૮-૧૯૪૧ ના રોજ વિદાય લીધી. આપણા રાષ્ટ્રગીત ‘ જન ગણ મન'ની રચના તેમણે કરી હતી.
ભજ રે મના
૧૬૦૦ (રાગ : ભૈરવી)
અંતર મમ વિકસિત કરો અંતરતર હે !
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. ધ્રુવ
જાગ્રત કરો, ઉધત કરો, નિર્ભય કરો હે; મંગલ કરો, નિરલસ કરો નિઃસંશય કરો હે. અંતર૦
યુક્ત કરો, હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ; સંચાર કરો સલ કર્યું, શાંત તોમાર છંદ. અંતર૦
સંત ગુરૂનું વંદન કરૂં, માગું પ્રેમ પ્રસાદ; દયા કરીને દીજિયે, હરિરસ અમૃત સાર.
૯૮૦
ચરણ પદમે મમ ચિત્ત, નિષ્યંદિત કરો હે; નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે. અંતર
૧૬૦૧ - પ્રાર્થના (રાગ : ગઝલ)
કરો રક્ષા વિપદમાંહી, ન એવી પ્રાર્થના મારી; વિપદથી ના ડરૂં કો'દી પ્રભુએ પ્રાર્થના મારી. ધ્રુવ ચહું દુઃખ તાપથી શાંતિ, ન એવી પ્રાર્થના મારી; સહુ દુઃખો શકું જીતી, પ્રભુ એ પ્રાર્થના મારી. કરો તું લે શીર ભાર ઉપાડી ન એવી પ્રાર્થના મારી; ઉપાડી હું શકું સહેજે, પ્રભુ એ પ્રાર્થના મારી. કરો
સહાયે કો ચઢી આવો, ન એવી પ્રાર્થના મારી;
ખૂટે ના આત્મબલ ઘેરી, પ્રભુ એ પ્રાર્થના મારી, કરો પ્રભુ તું પાર ઉતારે, ન એવી પ્રાર્થના મારી; તરી જવા ચહું શક્તિ, પ્રભુ એ પ્રાર્થના મારી. કરો૦ સુખી દિને સ્મરૂ ભાવે, દુઃખી અંધાર રાત્રીએ; ન શંકા તું વિષે આવે, પ્રભુ એ પ્રાર્થના મારી. કરો
૧૬૦૨ (રાગ : ભૂપમિશ્ર)
જનગણમન અધિનાયક જય હે ! ભારત ભાગ્યવિધાતા! પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ, વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિતરંગ, તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માંગે, ગાહે તવ જયગાથા. જનગણ મંગલદાયક જય હે ! ભારત-ભાગ્યવિધાતા; જય હે ! જય હે ! જય હે ! જય જય જય જય હે ! (૧)
વાણી શકે નહીં વર્ણવી, સદગુરૂ કેરૂ સ્વરૂપ; બુદ્ધિ બળ પહોંચે નહીં, ઉપમા રહિત અનુપ. ૯૮૧
ભજ રે મના