________________
૧૫૯૩ (રાગ : કડખો) ભરમ ભાંગો નહીં મનતણો મૂરખા, તન તણો તાપ તે કેમ બૂઝે ? વિશ્વ સાચું ગણી વસ્તુ તે વિસરી, કામનાં બાણ તે કેમ રૂઝે? ધ્રુવ મૂળ વિચાર તો વાસ નહિ વેગળો, દિશ મૂડી તને દૂર જાતાં; જેમ ચાલે ત્યમ સરસ છેટું પડે, પાર આવે નહીં પંથ ધાતાં. ભરમ ભૂર ભૂલો પડ્યો તમવિશે આથડ્યો, વિણ પૂછે વાટમાં ખાય ગોથાં; કોય આવી મળે દેખી તેથી ટળે, સત્ય દાખેજ તે જાણ થોથાં, ભરમ માનનો મદ ચડ્યો રજનીમાં રડવડ્યો, આપદા અંગમાં વ્હાય લાગી; આયુષ્ય નિરગમ્યું એમ અજ્ઞાનમાં, ગુરુગમે કાંઈ નવ જોયું જાગી. ભરમ સતગુરુ સંત મળે તાપ તો ત્રણ ટળે, અંગ શીતળ રે સુખ શાતા; સમજતો ‘રતન’ તું સેવને સતગુરુ, પ્રગટી પ્રીછવે મોક્ષ દાતા. ભરમ
૧૫૯૫ (રાગ પ્રભાત) વાત શું વરણવું વાર તો વઈ ગઈ, ગુરુજીએ રસબસ રૂપ કીધું; તન મન ધન ચિત્ત ચરણે રાખતાં, કૃપા કરી અમેદાન દીધું. ધ્રુવ આદિ તો પ્રગટિયો પૂરવે જે હતો, વણ સમજે બહુ વાર જાણી; જળ જામ્યું હતું શીતને સંગતે , રવિ તપે ગળી થયું પાણી. વાતo સમ ને દાતાર દેવનો દેવ છે, મહીપતિ રંક તે એક તોલે; દારૂકની પૂતળી દોરીએ બહુ રમે, ઊંચને નીચ ઠેરાઈ બોલે. વાતo આનંદ મંગળ છે સંતના સંગમાં, સતગુરુ સાનમાં લક્ષ લાગી; અંત આવ્યો હવે તંતને જાણતાં, જન્મ મરણની ખોટ ભાંગી. વાતo દૂધ સાકરભળી અંતર ગ્યો ટળી, જેમ પિયુને મળી પ્રાણપ્યારી; નીરને ખીર તે હંસ ચારા કરે, દૂધ સાકર ભળી નોય ન્યારી. વાતo સ્નેહ સાચો સહી વૃત્તિ ડોલે નહી, અચળ ધામે રહી પિયાજી પાસે; દાસ ‘રતનો ' કહે દેહ દીસે ઘણા , આત્મદરશીને એક ભાસે. વાતo
૧૫૯૪ (રાગ : હંસધ્વની) રમત તો સંતોની સાચી રે, રહ્યા છે હરિ ચરણે રાંચી; અસંતને મન અવળુ ભાસે, બાળક બુદ્ધિ કાચી રે. ધ્રુવ ખાતે કરીને ખેલ મચાવ્યો, અંગ રહ્યો માચી; રસબસ રૂપ સ્વરૂપમાં ભળિયા, માયા નવ જાચીરે. રમતo આતમદરશી અવની ઉપર, વરતી આકાશી; સતગુરુ શબ્દ છૂટી ગઈ, તે મમતાની ફાંસી રે. રમત સંસારમાં તો સહુ નિહાળે, જળ કમળાવાસી; કમળને જળ લોપે નહીં, એમ રહ્યા ઉદાસી રે. રમતo સોહં શબ્દમાં સુરતિ બાંધી, પલ ન કરે પાછી; દાસ ‘રતનો' કે કદી ન ડોલે, નિરભે પદ વાસી, રમતo
૧૫૯૬ (રાગ : પ્રભાત) સારમાં સાર છે પ્રપંચ ત્યાં પાર છે, સત્ય સંગતે વિના કેમ લાધે ? દેહ સાથે ગણ્યો ગુણથી નવ ટળ્યો, દ્વિતીયામાં ભર્યા દ્વત સાધે. ધ્રુવ જાગ જગન કરે સકળ તીરથ , આપદા નવ ટળે દેહ દમતાં; સંત સેવ્યા વિના સુખ નવ સ્વમમાં, જેમ જંબુક વનમાંહી ભમતાં. સારમાંo પ્રગટ પ્રીછે નહીં, જુઠને ગ્રહી રહ્યો, મન વડે રાંક થઈ દેવ જાગે; ખબર પોતા વિના ખોટ ભાંગે નહીં, નીર આવે નહીં કુંભ કાચે. સારમાંo ધૃત રહ્યું મહી વિષે એમ વ્યાપક સહી, જગત જાણે નહીં દૂર દેખે; પાપ પુંઠે પડ્યું ધરમને ધોડતાં, સમજ વિણ વ્રત-તપ લાભ લેખે. સારમાંo જડપણું જો ટળે સતગુરુ સંત મળે, હરિ હસ્તામળ થાય દ્રષ્ટ; ‘રતન’ કે કાય છે કાષ્ટની પૂતળી, ચેતન દોરિયે ચાલે ચેપ્ટે. સારમાં
નામ વિના કો નવ તરે, ભવસાગરની માંય; || | વંદુ નિરંતર નામને, જ્યાં જ્યાં દેખું ત્યાંય. ૯૦૦
ભજ રે મના
પ્રથમ નમું ગુરૂ દેવને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન.
લ૦૦
ભજ રે મના