________________
૧૫૮૯ (રાગ : ગરબી)
જો જાણો તો આતમા જાણજો રે, પ્રગટ વસે પિંડમાહે. ધ્રુવ જેમ સિંધુસરિતા નીર છેરે, એમ આતમા અવિગત એક; વસ્તુરૂપે સ્વતંત્ર આતમા રે, જેમ અગ્નિથી દીપ અનેક. જો જેમ રવિનું તેજ સઘળે સહીરે, એમ વિશ્વમાં વસ્તુ પ્રકાશ; જેમ દરપણમાં દીસે સહુરે, એમ અવનીમાં આકાશ. જો દેહ દેખીને ભૂલ્યો આતમારે, જેમ પોત ભૂલ્યો જોઈ ભાત; રવિ ઉગે ત્યારે અજવારડાં રે, અજ્ઞાની અંધાને રાત. જો
દેહ પ્રગટ્યું તે પરલે થશે રે, મિથ્યા પંચમાભૂતનો પિંડ; દાસ ‘ રતનો’ કહે વસ્તુ વિષેરે, કાંઈ નથી તે ખંડ વિખંડ. જો
૧૫૯૦ (રાગ : લાવણી)
જો જાણ્યું પોતાના રૂપનેરે, તો કેને કહિયે તું કોણ ? ધ્રુવ કોઈ ગાય શીખે કોઈ સાંભળે રે, કોઈ કરે વાણીના વિવેક; કોઈ આધાર તે એક એકનો રે, બ્રહ્મ નિરાધાર અટકે. જોવ જેમ મણકા દીસે ભાત ભાતનારે, સરવ દોરી તણે આધાર;
જેમ તુલસી ચંદન રુદ્રાક્ષ છેરે, મોતી પરવાળાં સૂત્ર મણિસાર, જો પારા દેખીને માળા ફેરવેરે, દુરમતિ દૂર નવ દેખ; એમ જગત મણકા જાણિયે રે, માંહે સળંગ આતમા એક. જો તેમાં સૂત્ર મણિને સાર છેરે, ગાંઠો છૂટે સળંગ એક હોય; દાસ ‘રતનો’ કહે આતમા બ્રહ્મ છેરે, સ્વરૂપ શુદ્ધિ વિચારે જોય. જો૦
ભજ રે મના
અપની કરણી દેખકે, પીઘે દેખો ઓર; તબ ખાલી ભાસે નહીં, હરિ વ્યાપક સબ ઠોર.
૯૭૪
૧૫૯૧ (રાગ : કટારી) નિશાચર નિરભય પદ તારું રે, મૂરખા ! અવડું શું અંધારું ? કોણ તુંને લૂંટી જાશે ? ને કોણ થાશે વારુ રે ? ધ્રુવ કાયા માયા સપનાં નિસયત, મૂરખ કે મારું; ખોટી આશા તારી રહેશે અધૂરી, કાં કર મોં કાળું રે ! નિશાચર ઊંટ વાંસ ઊંટ ચાલ્યા, હારૂ ને હારૂં; કેડામોરે સહુકો બૂડા, તૂટી લારૂ રે. નિશાચર૦ મને કરી થ્યો દાસ માયાનો, તે રૂપ નહિ તારું; કેસરી થઈને કેમ ગોતે છે, જંબુકનું જાળું રે. નિશાચર૦ પારસમણિ પોતાની ગાંઠે, માર્ગ અંધારું;
દાસ ‘રતનો' ખબર વિના પછે, જ્યાં ત્યાં ખેરે લાળુ રે. નિશાચર
.
ܗ
૧૫૯૨ (રાગ : પ્રભાત)
પતિવ્રતા નારને પ્રાણવલ્લભ પિયુ, પિયુજીને નાર તે પ્રાણપ્યારી; સંત સાહેબને એકતા એમ છે, સતગુરુ સાન લેજો વિચારી. ધ્રુવ
ઇન્દુ આકાશ રહે ચકોરનાં ચિત્તમાં, દૃષ્ટિ યુકે નહીં સુરત સાંધી; સંતના ચિત્તમાં એમ વિલસી રહ્યો, ભજન ભૂલે નહીં પ્રીત બાંધી. પતિવ્રતા મીન વારિ વિષે આનંદ અતિઘણો, બાહેર આવતાં પ્રાણ ત્યાગે; હરિજન હરિવિષે એમ રહ્યા સુખે, સુખ સંસારનાં તુચ્છ લાગે. પતિવ્રતા છીપ સમુદ્ર વિષે સુરત તે સ્વાતિની, ખારાંની આશ નહિ ઉર માને; એમ સંસારથી સંત તે વેગળા, નિરભય પદમાં નિવાસ જેને પતિવ્રતા
પ્રગટ પિયુ પરિબ્રહ્મ સનમુખ સદા, સંત શિરોમણ સુઘડ નારી; દાસ ‘ રતનો' કહે સંત નિરભય સદા, કરે વિલાસ તે દ્વૈત ટાળી. પતિવ્રતા
હરિ હરિ ભાવ સો કીજયે, સકલ હિ દોષ નિવાર; તિનહીં સંતર્કી, આવે નહીં અવતાર.
દેવા
૯૦૫
ભજ રે મના