________________
દાસ રતન
૧૫૮૬ (રાગ : પ્રભાત)
રંકને ભૂપ તે નામ છે જૂજવાં, ઉત્તમ મધ્યમ દ્વૈત ભાવે; વ્યાપક સંગ તે આત્મા એક છે, નામ ને રૂપનો પાર ના’વે. ધ્રુવ
ઓળખ આત્મા, ભૂલ્યો કાં ભાતમાં ? જાત ને ભાત તે રાત મોટી; અંધારું ઊલેચતાં અંત આવે નહિ, સમજ પહોંચ્યા વિના વાત ખોટી. રંકને
કૈવલ આત્મા જાણવા જોગ છે, કહેવા ગ્રહવાને જ ઘટવાસી; વાણીવિલાસ તે ખેલ માયા તણો, બોલણહાર તે અવિનાશી. રંકને સદ્ગુરુ લક્ષમાં પક્ષ કોઈએ નથી, પક્ષ તાણે તેને લક્ષ ના'વે, કૂપ સરોવર જળ સમુદ્રે નવ ભળે, સરિતા પૂર સિંધુમાં જાવે. રંકને મન તે કૂપ છે, પંથ સરોવર સહી, તેહનાં નીર તે ત્યાં જ વરસે; અનુભવ-આનંદ તે સરિતા-પૂર છે, બ્રહ્મસાગરમાં એ જ ભળશે. રંકને
જળ નથી ાજવાં, સર્વ એક રૂપ છે, અવિગત આત્મા એમ ભાળે; માન અપમાન તે દેહભાવે કરી, પરપંચમાં જ તે પિંડ ગાળે. રંકને
સારનો સાર તે બ્રહ્મસાગર ખરો, સત્ય અસત્ય તે દોય અસ્તુ, દાસ ‘રતન’ કહે, કાંઈ કહેવા નથી, સાર અસારની પાર વસ્તુ. રંકને
૧૫૮૭ (રાગ : પ્રભાત)
હું નથી, હું નથી, હું નથી, તું જ છે, હું વિના તુજને કોણ કહેશે ?
હું અને તું એ તો વાણીવિલાસ છે, પરિબ્રહ્મ હું તુંથી પાર રહેશે. ધ્રુવ
ભજ રે મના
ગુણકે ગ્રહણ સો કીજિયે, ત્યાગી સકલ વિકાર; જીનતે ઉપજે મુક્ત સુખ, સોહી ભલો વિચાર.
૯૦૨
હું થકી હું થયો, તું તને મેં કહ્યો, રૂપ ધારણ કર્યું છે તેં જ મારું; આદિમાં તું હતો, અંતમાં તું હશે, મધ્યમાં સ્વરૂપ તે છે જ તારું, હું હું હદમાં રહ્યો, તું હદપાર છે, હું અને તું એ તો આડ હદની; હદનું પદ ગયું, હતું તેમ થઈ રહ્યું, સદ્ગુરુ સાન નિર્વાણપદની. હું તું કહેતાં હું થયો, હું કહેતાં તું જ છે, મોટો કહું, જો આગે હોય નાનો; લઘુ જો હોય નહિ, દીર્ઘ કોને કહે ? વાજું ના હોય, તો રાગ શાનો ? હું રાગરૂપ તાહરું હું જ વાજું સહી, રાગ અદૃષ્ટ અને વાજું દૃષ્ટ; ગુપ્ત આગે હતા પ્રકટ વાજાં થકી, વાજાં વિના કેમ થાય નિશ્ચે' ? હું સૂર હૃદયે રહ્યો, વાજું ભૂલી ગયો, પ્રેમમગન થયો રસરૂપ; દાસ ‘રતન’ કહે, સ્વરૂપ જાણ્યા પછી, કોણ તે રંકને કોણ ભૂપ ? હું
રતનો ભગત
૧૫૮૮ (રાગ : ઝૂલણા)
અરથે નાવે એકે વાતાં, સુખ થાયે ગુરુચરણે જાતાં; કોરા કાગળ કેમ વંચાશે ? વિણ માંડ્યા ખાતાં રે. ધ્રુવ મોટપમાં તું મહા દુઃખ પામ્યો, માન ચડ્યું ગાતાં;
હું પદમાં તું સરવે હાર્યો, ન પામ્યો સુખ શાંતા રે. અરથે૦ મેલ અંતરમાં અતિ ઘણો, તે નવ ટળે નહાતા; વિના રસોઈ વડના ટેટા, દેખાય છે બહુ રાતારે. અરથે૦ ધન પિયારૂં વાવર્યુંને, કહેવાણો તું દાતા; અવિનિશ ઝગડો લાગો બેને, અવળું સમજાતાં રે, અરથે૦ શુદ્ધ વિચારે સરવે સૂઝે, જીવપણું તારું જાતાં; દાસ ‘રતનો' કહે પરગટ દીસે, હું પદ ખોવાતાં રે. અરથે૦
ગૌકે મુખ ન પરસિયે, કામ દુગ્ધ સોં ભાઇ; તરુકે ન કાંટે દેખિયે, જો દેખો તો છાંય.
૯૦૩
ભજ રે મના