SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ તોડો દાસની આશનો પાસ, પૂરો આશા રે; મને તો તમારા સુખરાશ, છે દ્રઢ વિશ્વાસા રે. તારાંo જોઈ હૃદયનેત્ર વનક્ષેત્ર, પધારો પ્રીતે રે; તારા “રત્નત્રય ’ની સાથ, રહો રસ રીતે રે. તારાંo ૧૫૮૩ (રાગ : કામોદ). દર્શન ધો ગુરૂરાજ વિદેહીં, તુમ બિન દુ:ખ પાવત મુજ દેહી; શ્રી સહજાત્મસ્વરૂપ સોહાવે, શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી ભાવે. ધ્રુવ શ્રીમદ્ સગુરૂ અગમ અપારા, કેહી કારણ કહો મોય બિસારા? ગૃહ જગજાલ ન પલક સોહાવે, ભોર ભયો મોંસે રહ્યો ન જાવે. દર્શન નેક ન રહી શકું નિરાધારા, હરદમ પંથ નિહારૂં તિહારા; અન્ન નહીં ભાવે, નીંદ ન આવે, બેર બેર મોય વિરહ સતાવે. દર્શન જૈસે મીન મરે બિન વારિ, તૈસે તુમ બિન દશા હમારી; જૈસે મણિ બિન ણિ વિકરાળા, તૈસે તુમ બિન હાલ હમારા. દર્શન જૈસે માત બિન બાલ બિચારા; તૈસે તુમ બિન હમ ઓસિયારા; ‘રત્નત્રયી 'મેં તુમ એક અપ્પા, મેટી ત્રિપુટી અબ તો ન તપ્યા. દર્શન વ્યાપી રહ્યા છો સહુ સાથમાં, સદ્ગુરૂ રાજ; આવ્યા છો મારા હાથમાં, સદ્ગુરૂ રાજ. (૫) હવે ન છોડું છેડલો, સદ્ગુરૂ રાજ; મૂકું નહીં તારો કેડલો, સદગુરૂ રાજ. (૬) જાણ્યા તમોને જ્યારથી, સદ્ગુરૂ રાજ; હું ને મારૂં ગયું ત્યારથી, સદ્ગુરૂ રાજ. (૭) કહેવું તે સહુ વ્યવહાર છે, સદ્ગુરૂ રાજ; નિશ્ચય મૌન એક સાર છે, સગુરૂ રાજ. (૮) રત્નત્રય 'ના રાય છો, સશુરૂ રાજ; સમજે તેના સહાય છો, સદ્ગુરૂ રાજ. (૯) ૧૫૮૪ (રાગ : ધોળ) શ્રી સહજાત્મ સ્વરૂપ છો, સદ્ગુરૂ રાજ; કરૂણા રસના કૂપ છો, સંગુરૂ રાજ. (૧) શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી છો, સંગુરૂ રાજ; સર્વ પ્રકારે નિષ્કામી છો, સદ્ગુરૂ રાજ. (૨) શ્રીમદ્ સંગુરૂ રાજ છો, સંગુરૂ રાજ; પંડિતજન શિરતાજ છો, સગુરૂ રાજ, (3) પ્રેમી જનોના પ્રાણ છો, સગુરૂ રાજ; મારા અંતરના જાણ છો, સદ્ગુરૂ રાજ. (૪) સિંહ સમોવડનાં કરે, જંબુક તથાહિ શ્વાન; રંગ દેખી નહિ ભૂલીયે, ગુન દેખે ગુનવાન. | ભજ રે મના GLO ડો. રણજિત પટેલ (અનામી) ૧૫૮૫ (રાગ : યમન) મારા એક એક પલકારે, પાંપણ ગીત તારું લલકારે; હરિવર ! એક એક પલકારે. ધ્રુવ તું મારા શ્વાસોનો સ્વામી, જીવન હારેલાનો હામી, રગ રગનો તું અંતર્યામી, મારી જીવન-તરણી સરતી; તવ હેતલ હલકારે, હરિવર ! એક એક પલકારે. પાંપણo અનાદિની છે આપણી માયા, તું જો સત્વ, હું તારી છાયા, આવરણે મનજી, ભરમાયા, અસલ સ્વરૂપની ઓળખ થાતાં; પંદવું એક ધબકારે ! હરિવર ! એક એક પલકારે. પાંપણo ભવભવનો આ વિયોગ ભારી, દેહ દેહીની શી લાચારી ! અનુગ્રહ શું મુક્તિ મારી ? જ્ઞાન-કર્મ ને યોગ અધુરાં; જાગું તવ કલકારે ! હરિવર ! એક એક પલકારે. પાંપણ૦ પારસકે પરતાપસોં, ધાતુ કાંચન હોત; ત્યોં સાધુકે સંગત, સ્વસ્વરુપ ઉધોત. ૯૦૧૦ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy