________________
૧૫૮૦ - મંગળાચરણ (રાગ : ગીતિકા છંદ) અહો શ્રી સત્પુરૂષકે વચનામૃતમ્ જગહિતકર, મુદ્રા એરૂ સત્સમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસેં નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક, સંકલ સગુણ કોષ હૈ. (૧) સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણ; અંતે અયોગી સ્વભાવ જો તાર્ક પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. (૨) સહજાભ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરૂ પારાવાર હૈ; ગુરૂ ભક્તિસે કહો તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તા શ્રી ગુરૂરાજને નમસ્કાર હૈ. (3) એમ પ્રણમી શ્રી ગુરૂરાજકે પદ આપ-પરહિતકારણમ્, જયવંત શ્રી જિનરાજવાણી કરૂં તાસ ઉચ્ચારણ; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી ‘રત્નત્રય ’ની ઐક્યતા લહીં સહી સો નિજ પદ લહે. (૪)
પ્રીતલડીના બાંધ્યાં પ્રભુજી આવ્યા, સુખડાં મારા સ્વરૂપ તણાં લાવ્યા;
મહાપ્રભુ મારા મનડામાં ભાવ્યા. (૫) કૃપાળુની કીકી કામણગારી, તેમાં સખી સુરતા સમાઈ મારી;
લીધું રે મેં તો નિજ પદ સંભારી. (૬) વ્હાલાજીનાં વ્હાલાં લાગે વેણાં , સ્વરૂપ જોઈ ઠરે મારાં નેણાં ;
ભાગ્યાં રે મારાં ભવભવનાં મણાં. (૩) યોગેશ્વરના યોગબળે આલી, વિજાતિ વૃત્તિ સર્વે વાળી;
સ્વજાતિની પ્રવહે પ્રણાલી. (૮). દીવલડા તો દિલમાં અજવાળ્યા, પરમગુરુ પોતામાં ભાળ્યા;
ગયો દિન દાસ તણાં વીવો. (૯) પ્રભુપદ પ્રીતિ પ્રતીતિ વાધી, આત્માર્થે આજ્ઞા આરાધી;
સમ્યક ‘રત્નત્રય ’ની એકતા સાધી. (૧૦)
૧૫૮૧ (રાગ : દેશી ઢાળ) ગુરુ ઘેર આવ્યા તે દિવાળી, રહું રે મારા નાથને નિત્ય નિહાળી. (૧) શ્રી સહજાત્મ સ્વરૂપ ધ્યાવું, શુદ્ધ ચૈતન્ય સ્વામીના ગુણ ગાઉં;
- શ્રીમદ્ સદ્ગુરુ પદ શિર નામું. (૨) સખી રે આજ આનંદની હેલી, વ્હાલાને વધાવું હું વહેલી હેલી;
ફ્સિ રે હું તો ઘરમાં ઘેલી ઘેલી. (૩) પ્રભુજીએ પ્રીત પૂરવની પાળી, હેતે ઘેર આવ્યા હાલી ચાલી;
લાગી રે મને ગુરુપદશું તાળી. (૪) કાંચન તેસી પીતલી, બહુત ફેર તા મૂલ;
એક બરન રંગ દેખકેં, કબહુ મ જાઈએ ભૂલ. ભજ રે મના
ESO
૧૫૮૨ (રાગ : દેશી ઢાળ) તારાં દર્શન માત્રથી દેવ, ભ્રમણા ભાંગી રે; મેં તો લોક લાજની કુટેવ, સરવે ત્યાગી રે. ધ્રુવ સહજાત્મનું નીરખી સ્વરૂપ, ઠરે છે નેણાં રે; રૂડાં લાગે છે રસકૂપ, વહાલા તારાં વેણાં રે. તારાંo મેં તો પ્રીતિ કરી પ્રભુ સાથ, બીજેથી તોડી રે; હવે શ્રી સદ્ગુરૂ સંગાથ, બની છે જોડી રે. તારાંo મેં તો પરિહર્યા પટ આઠ, નથી કાંઈ છાનો રે; મેં તો મેલ્યો સર્વ ઉચાટ, માનો કે ન માનો રે, તારાં મેં તો હૃદય રડાવી લોક, રાખ્યાં હતાં રાજી રે; હવે એમ ન બનશે ક્રેક, બદલી ગઈ બાજી રે, તારાં
બગલા ઉજલા હંસ જ્ય, ચલી સકે નહિ ચાલ; || હેતો મછલી, ખોજહીં, મોતી ચુંગે મરાલ. || ESE
ભજ રે મના