________________
સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું મટી જાશે; પછી બ્રહ્મ-લોક તો ઓળખાશે, કે દિલમાં દીવો કરો રે. દીવો દીવો અનર્થે પ્રગટે એવો, ટાળે અજ્ઞાન તિમિરને તેવો; એને નેણે તે નીરખીને લેવો, કે દિલમાં દીવો કરો રે. દીવો દાસ ‘રણછોડે' ઘર સંભાળ્યું, જડી કૂંચીને ઉઘાડ્યું છે તાળું; થયું ઘટ-ભીતર અજવાળું, કે દિલમાં દીવો કરો રે. દીવો
૧૫૭૭ (રાગ : ધોળ)
જ્ઞાનમૂર્તિ ગુરુદેવ ! અમારે મંદિરિયે આવો; શિવસ્વરૂપ ગુરુરાજ ! આજ અમ આંગણિયે આવો. ધ્રુવ કંચનથાળ નથી કરમાં, નથી મૌક્તિક, નાથ ! વધાવા;
પ્રાણ-પુષ્પ યદિ ક્યાંય ચડે, તો ચાહું ત્યાં જ ચડવા. જ્ઞાન ક્યાં કાશી ? ગંગા-યમુના ક્યાં ? કલિ-કલ્યાણી રેવા ? ઉર-ગંગાને ઘાટ કરાવી, સ્નાન-વ્હાવ ચાહું લેવા. જ્ઞાન રત્નખચિત સિંહાસન, પ્રભુ ! અમ પાસ નથી પધરાવા, રક્તણાં પ્રભુ હૃદય-સિંહાસન, હાજર છે શોભાવા. જ્ઞાન કરું આરતી ભગવન્ ! ભીતર જ્ઞાન-પ્રકાશ બઢાવા; કરો અનુગ્રહ સત્વર, નિજરૂપ નાથ ! ચાહું છું થાવા. જ્ઞાન કોણ અમે-ક્યાંથી અહીં ષડ્રસ ભોજન હોય ધરાવા ? એક તુલસીપત્ર માત્રમાં, માન્યું સર્વ પતાવા. જ્ઞાન પ્રતિપળ ક્ષણ ક્ષણ દર્શન-પૂજન-વંદન નિત્ય કરાવા; અલગ થશો ના, ધ્યાન ચહે, ‘ રણછોડ’ તમારું ધ્યાવા. જ્ઞાન
ભજ રે મના
વાંસ ન ચંદન હો સકે, ગાંઠ પરી મય જોર; ચંદન તરુકી ગંધતેં, ભયે ચંદન તરુ ઓર.
૯૬૬
રત્નત્રય સ્વામી ૧૫૭૮ (રાગ : બહાર)
અમને અંત સમય ઉપકારી વ્હેલા આવજો રે. ધ્રુવ શ્રીમદ્ સદ્ગુરૂ નામ તમારૂં, પ્રાણ જતાં પણ ન કરૂં ન્યારૂં, મનહર મંગળ મૂર્તિ મને બતાવજો રે, અમને વિકટ સમય સાચવજો વ્હાલા, કહું કોટિ કરી કાલાવાલા;
આવી દીનદયાળ દયા દરસાવજો રે. અમને વસમી અંત સમયની વેળા, વ્હારે ધાજો વ્હાલા વ્હેલા;
પ્રણતપાળનું પહેલાં પણ પરખાવજો રે. અમને૦ મરકટ જેવું મન અમારૂં, તત્ત્વતઃ તોડે તાન તમારૂં; અંતરનું અંધારૂં સધ સમાવજો રે, અમને દેજો દર્શન જનમનહારી, પરમકૃપાળુ બિરૂદ વિચારી; ‘રત્નત્રય' બલિહારી બાપ બચાવજો રે. અમને
૧૫૭૯ (રાગ : બિહાગ) અવલંબન હિતકારો પ્રભુજી તેરો (ર).
ધ્રુવ
પાવત નિજ ગુણ તુમ દર્શનસે, ધ્યાન સમાધિ અપારો. પ્રભુજી પ્રગટત પૂજ્ય દશા પૂજનસે, આત્મરમણ વિસ્તારો. પ્રભુજી ભાવત ભાવના તન્મય ભાવે, અઢ પુગ્ગલ નિસ્તારો. પ્રભુજી રોગ સોગ મિટત તુહ નામે, બૂટત કર્મ કટારો. પ્રભુજી શ્રી જિન‘રત્ન-ત્રયી' પ્રગટાવત, ભદ્ર થયા ભવ પારો. પ્રભુજી
દેવા યહિ મન જાનિયે, એસો કરી વિચાર; સાગર મીઠા સંત જ્યોં, અસંત મૃતકો વાર. ૯૬૭
ભજ રે મના