________________
બાજીગર ને ખેલ રચાયો, માટી કો કલબૂત બનાયો; વાકે ભીતર આપ સમાયો, એસો ગુણઅલબેલે મેં. બાજીગર
બિના પૈર પૃથ્વી પર ડોલે, બિન રસના કે વાણી બોલે; બિના હાથ ભૂમંડલ તોલે, ઇતનો જોર અકેલે મેં. બાજીગર૦ એક ડોર મેં સબે નચાવે, ઔર નહીં સમઝ મેં આવે; બાકો ભેદ કોઈ ના પાવે, ખેલે સંગ સહેલે મેં. બાજીગર તીન લોક ઝોલી મેં ધર કે, છિપ ગયો કહૌં તમાશો કરકે; ‘મંગલૂરામ’ અવિધા કર કે, પડ ગયો જીવ ઝમેલે મેં. બાજીગર૦
મંજુલ ૧૫૭૪ (રાગ : બાગેશ્રી)
જાગો સજ્જન વૃન્દ હમારે, મોહ નિશા કે સોવન હારે. ધ્રુવ જાગો જાગો હુઆ સવેરા, મોહ નિશા કા ઉઠ ગયા ડેરા; જ્ઞાન ભાનુ ને ક્રિયા ઉજેરા, આશા દુઃખદ અસ્ત ભયે તારે, જાગો યહ ઘર બાર જગત સબ સપના, સુત દારા કોઈ નહિં અપના; મેરી તેરી છોડ કલ્પના, માયા મોહ તજો અબ પ્યારે. જાગો
ધન દૌલત સુત જગત ઝમેલા, વિજલી કા સા હૈ યે ઉજેલા; સંગ મેં જાવે એક ન ઘેલા, ભૂલે કિસ પર હો તુમ પ્યારે. જાગોળ
જગ કર સન્ત શરણ મેં જાઓ, જાકર રામ નામ પ્રિય ગાઓ; પૂર્ણ શાન્તિ હૃદય મેં પાઓ, મિટ જાયે ભય સંકટ સારે. જાગો
જાનો તભી કિ અબ હમ જાગે, જબ મન વિષયોં સે ખુદ ભાગે; પૂર્ણ ચિત્ત રામ મેં લાગે, જિસકો પાકર સન્ત સુખારે. જાગો૦ સીતાપતિ રઘુપતિ રઘુરાઈ, માધવ શ્યામ કૃષ્ણ યદુરાઈ, મોહન શ્રી ગોવિન્દ સુખદાઈ, ‘મંજુલ' નામ જપો સુખકારી. જાગો૦
ભજ રે મના
સાકર જેસી ફિટકરી, એક રુપ એક રંગ; ફેર સ્વાદમેં જાનિયે, સમજી કીજેં સંગ.
૯૬૪
રઘુનાથદાસ ૧૫૭૫ (રાગ : ગરબી)
ઓધવજી સંદેશો કેજો શ્યામને, મારા સમજો મૂકી મનનો મેલજો; કાનુડો કપટી રે આવડો કેમ થયો ? છળ કરીને છેતરિયે નહીં છેલજો.ધ્રુવ અણતેડ્યાં જાતાં રે નંદને આંગણે, વણ કરાવ્યાં કરતાં ઘરનાં કામજો; મોહનનાં મુખનાંરે લેતી મીઠડાં, જશોદા મુજને કહેતી નિર્લજ નારજો.ઓધવ૦ માડીથી છાનાંરે મેવા લાવતાં, વાટકડીમાં દોહતા ગૌરી ગાયજો; દૂધને દહિયેરે હરિને સિંચતા, બાળપણામાં કીધો એલું સંગજો.ઓધવ૦ વેરીડાં કીધાં રે વ્રજનાં લોકને, વાલા કીધાં ગોપી ગિરિધર લાલજો;
રાજની રીતીએ મોહન મ્હાલતા, કેમ વિસાર્યું વિઠ્ઠલજીએ વ્હાલજો? ઓધવ
જમાડી જમતાં રે જીવન પ્રાણને, પવન કરીને પોઢાળતી પલંગજો;
એવાં રે સુખડાં સ્વપને વહી ગયાં, વેરી વિધાતાએ અવળા લખિયાં લેખજો.ઓધવ વાસીદું વાળતાં ધરતી માતનું, રખે રજ ઉડે રસિયાને અંગજો; આંખલડી આગળથી હરિ નવ મૂકતી, શા માટે હરિ તજ્યો અમારો સંગજો ? ઓધવ૦ દુઃખડાંની વાતો રે ક્યાં જઈ દાખવું ? કહિયે છીએ પણ કહ્યું ન માને કોયજો; કૂવાની છાંયડી તે કૂવામાં શમે, તશ્કરની મા કોઠીમાં પેસી રોય જો.ઓધવ અમારા અવગુણ રે હરિના ગુણ ઘણા, જોઈ નવ કરીયે વડાં સંઘાતે વેર જો; ‘રઘુનાથ'ના સ્વામીને કહેજો એટલું, મળવા આવો મનમાં રાખી મેહેર જો.ઓધવ
રણછોડદાસ
૧૫૭૬ (રાગ : દરબારી)
દિલમાં દીવો કરો રે દીવો કરો;
કૂડા કામ-ક્રોધને પરહરો, કે દિલમાં દીવો કરો રે. ધ્રુવ
દયા દિવેલ, પ્રેમ પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો; પછી બ્રહ્મ-અગ્નિ ચેતાવો, કે દિલમાં દીવો કરો રે. દીવો૦
આંબા તેસા અરક ફલ, સ્વાદ ન તિનકો એક; અસંત સંત ન નિપજે, દેખો કરી વિવેક.
СЯЧ
ભજ રે મના