SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭૧ (રાગ : સોરઠ ચલતી) ચિત્ત ગયો ચોરી મારું મન ગયો હેરી રે; હે નંદનો લાડીલો મારૂ ચિત્ત ગયો ચોરી. ધ્રુવ શું કરીએ ઓઢી પેરી ? ગમે નહીં ગોકુળની શેરી, ભવન ભયંકર લાગે, કોટડી અંધેરીહેo મીઠા મેવા લાગે ખારા, નેણે નાવે નિંદ્રા વાલા; વાલીડા વિનાની હું તો, ફરું ઘેલી ઘેલી. હેo પ્રીતિ છે બાલાપણ કેરી, વ્હાલા કેમ થયો છો વેરી ! વ્રજના વિહારી નટખટ, થઈ બેઠા છો નમેરી, હે વાલમ આવો એક ી, જવા ન દઉ તમને બે રી; દાસ રે મોહનને રાખું, ઘટડામાં ઘેરીહે હજુ કંઈ વહી ગયું ના, સમજી જા, તું ચેતી જજે, તારી સોબત બધી છોડી સીંધાને સંગે રહેજે; પ્રભુનો રંગ જેને હોય એનો રંગ ચડે, એવો તો લાગશે તને કે બીજું કંઈ ના ગમે. હરેo ખોટું કરવામાં તારી વૃત્તિ પાછી હટી જશે, પ્રભુ જે આપશે, તારું મન એમાં ઠસી જશે ; પછી હરિનામ ગાવાની તને જે મજા મળે, જગતની સંપત્તિ ને વૈભવોથી મન ન ચળે. હરેo તારી આ આંખ ઉપર પહેલાં તું જ કરી લે, તારી આ જીભને સમજાવી-પટાવી જીતી લે; તારા મનને મનાવી એનું સમાધાન કરી લે, તારે જે માર્ગે જાવું, માર્ગમાં તું રસ ભરી લે. હરેo પછી એ મન અને ઇન્દ્રિયો તારી પૂંઠે રહેશે, તું જે સોંપીશ એને કામ, એને હોંશે કરશે; ભયંકર કાળ તને જોઈ પછી કંપી જશે , બિચારી માયા એની જાળ પાછી ખેંચી લેશે. હo પછી હરિનામ ગાવાની તને જે મસ્તી થશે; તારે ભવ તરવા “મોહન” નાવે બધી સસ્તી થશે. હવે ૧૫૭૨ (રાગ : ધોળ) હરે રામ, રામ હરે, રામ હરે, રામ હરે; હરે રામ, રામ હરે, રામ હરે, રામ હરે. ધ્રુવ મળ્યો છે દેવને દુર્લભ સમો આ દેહ તને, ‘હું'પદનું કેફી પીણું પીધું, ચઢયું ઘેન તને; પછી તું ભાન ખોઈ ના કરવાનું કરવા બેઠો, જ્યાંથી નીકળાય નહિ એવા દ્વારે જઈને પેઠો. હરેo તને મારગ બતાવનારા કહીં કહીને થાક્યા, છતાં તારા સૂતેલા દેવ હજુયે ન જાગ્યો; જરા જે પાછું વાળી , તારાં કર્યાં તને નડે, વખત વહી જાય પછી ઘણાં માથે હાથ ધરે. હરેo મંગલૂરામ ૧૫૭૩ (રાગ : વસંતમુખારી) બાજીગર કી બજી બૉસુરી માયાપુર કે મેલે મેં, માયાપુર કે મેલે મેં યા બ્રહ્મપુરી કે મેલે મેં; બાજીગર કી બજી બૉસુરી માયાપુર કે મેલે મેં, વા નટવેર કી બંજી બૉસુરી માયાપુર કે મેલે મેં. ધ્રુવ. હરિકે ભજન પ્રતાપસોં, જ્ઞાન પ્રગટે મનમાંહિ; તબહીં સકલમેં દેખિયે, હરિ બિન દૂજા નહિ. ૯૬૨ સંત અસંતમેં અંતરા, દેખન માંહિ સમાન; જબ બોલે તબ જાનિયે, તિનસ્તે પરે પ્રમાન. ૯૬૩) ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy