SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬૭ (રાગ : પર) મારા સ્નેહી સતગુરુ શ્યામ, સનમુખ તમે રે'જો રે; એવો કલજુગ વહે રે ક્રૂર, તેમાંથી તારી લેજો રે. ધ્રુવ ગુરુજી બાના બ્રદની લાજ, રાખો તો રહેશે રે; એવા ભક્ત વત્સલ ભગવાન, વંદીને વેદ કે'છે રે. મારા ગુરુજી પ્રગટ કરું પોકાર, સમરથ સાંભળજો રે; તારી ભક્તિમાં પાડે ભંગ, દુર્ટોને તમે દળજો રે, મારા દોહેલાં દુરિજન દે છે દુઃખ, પ્રભુજી તેને પાડો રે; તમે નોધારાના આધાર, બુડતાની બાહ્ય ઝાલો રે. મારા અમે કાલાં ઘેલાં કિરતાર, તોય છીએ તમારાં રે; તમે આદ અંત મધ્ય એક, હરિ છો અમારા રે. મારા૦ સ્વામી ‘મુરાર' કહે મહારાજ, પૂરવી પ્રીતે રે; તમે રહેજો મારા રૂદયામાંય, અખંડ અદ્વૈતે રે. મારા મોહન ૧૫૬૮ (રાગ : પરમેશ્વરી) તને પ્રભુ લાખ વખત તરછોડે, પણ તું હાથ ના મૂક્યું રે; હાથ ન મૂકજે, હાથ ન મૂક્તે, હાથ ન મૂકજે રે. ધ્રુવ નહિ મળે ફીને લાગ આવો, માનજે ‘મોહન' એમાં લ્હાવો; થાય ગમે તે, લેજે સહી, પણ લાગ ન ચૂકજે રે. તને જો જે ચૂકુ ના કોઈ ભરમથી, સહેજે ખસું ના તારા ધરમથી; આડે આવે કોઈ રોકવા, એની સામે ના ભૂંજે રે. તને થોડે સુધી તારૂં જોશે પાણી, લાલસા-લોભ તને નાખશે તાણી; કીર્તિ-લક્ષ્મી લલચાવે, એને જોઈ ના મૂકજે રે. તને નાથ અમારો પૂરો ઝવેરી, ટકળ હોય તેને ખાજે વ્હેરી; સાચાં મોતી મારી ઘાણ તપાસે, તું ના લૂંટજે રે. તને ભજ રે મના કેતે પાપી તામસી, ચારિ ખાનકે જંત; સુનિ ભજન તિન શ્રવનાં, ઓહીં તરે અનંત. ૯૬૦ ‘મોહન’ થોડા દુઃખને વ્હોરી, આવેલું હાથથી જાય ન છોડી; ગયો છૂટી જો હાથ તો, જઈ ઉકરડે ભૂંજે રે, તને ૧૫૬૯ (રાગ : રાગેશ્રી) તમે લગની લગાડી પ્રભુ ! કેવી, (કે) શામળા ! છોડું છોડાય ના ! મારા અંતરમાં મોહિની તેં લગાવી, (કે) શામળા ! છોડું છોડાય ના ! આઠે પહોર તારાં સ્મરણોમાં જાય છે, નિત્ય નવું નવું એમાં દેખાય છે; મને છાંટી ભભૂતી તમે કેવી. (કે) શામળા ! છોડું ઊંચા મને તારા સંસારે મહાલતો, આખો દિવસ તારૂં ગાડું ગબડાવતો; તારાં ભજનોની રાતો રંગીલી. (કે) શામળા ! છોડું મારી કટારી, હવે શાને સંતાય છે? ધીરેથી માર, મારૂં હૈયું છેદાય છે; તારા મુખડામાં ઘેલી બનેલી. (કે) શામળા ! છોડું ઘાયલને મારવામાં શાને હરખાય છે, પીડાતી કાયા, તારો ‘મોહન’ મૂંઝાય છે; મુખ હસતું ને હૈયે રડેલી. (કે) શામળા ! છોડું ૧૫૭૦ (રાગ : મંદકાંતા છંદ, યમન મિશ્ર) નિત્ય પ્રભાતે આંખ ઉઘડતાં, લેવું પ્રભુનું નામ ! બંધુ ! પ્રભાત-કર્મી પરવારીને, ઘરવું ઘણીનું ધ્યાન ! બંધુ ! હસતાં રમતાં આનંદ કરતાં, કરવું ઘરનું કામ ! બંધુ ! જે જે સ્થિતિમાં નાથે રાખ્યાં, એને દો સન્માન ! બંધુ ! આંગણે આવ્યો કોઈ અતિથિ, દેવું ઘટતું માન ! બંધુ ! કોઈની નિંદા, ચાડી - ચુગલી, જોજો ભૂલતાં ભાન ! બંધુ ! અનાથ સૌ જીવોમાં એક પ્રભુ છે, સૌને દેજો માન ! બંધુ ! સેવા એ પ્રભુસેવા, જગમાં ઉત્તમ કામ ! બંધુ ! માતા - પિતા, વડીલો કે સ્વામી, આશિષ મુક્તિધામ ! બંધુ ! જે ઘર-ગામે વસીએ ‘મોહન', શાંતિનું એ ધામ ! બંધુ ! ભજન હરિકો કીજીએ, મનમેં ધરી આહ્લાદ; જરત અગ્નિતે રાખિયો, પ્રગટ ભક્ત પ્રહલાદ. ૯૬૧ 11 ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy