________________
ડો. મહેન્દ્ર સાગર
૧૫૪૭ (રાગ : દરબારી)
નરભવ જૈસે-તૈસે પાયા, આના જાના સમજ ન આયા, રહા અબોધ આજતક ભીતર બાહર કા મિથ્યા સંસાર; આઓ મિલકર કરે વિચાર. ધ્રુવ ભોગ ભોગ કર નહીં ધરાયા, સારા જીવન વ્યર્થ ગંવાયા; તન સે ગંગા ખૂબ નહાઈ, નહીં ધુલા હૈ મનોવિકાર, આવો પહિને કપડે નહીં ઉતારે, જિયે ઠસક સે, લિયે સહારે; નિશ્ચયકી તો બાત દૂર હૈ, રહે અધૂરે સબ વ્યવહાર. આવો૦ જો હૈ નહીં ઉસે અપનાયા, અપને કો પહિચાન ન પાયા; ચલને કી બિરિયા મેં આખિર, હો પાયે કૈસે ઉદ્ધાર ? આવો આતમ જ્ઞાન નહીં જગ પાયા, મિથ્યાતમ મેં જી બીહલાયા; જાન-બૂજ કર ગિરે ગમેં, ફિર કૈસે હો બેડા પાર ? આવો૦
મહેશ શાહ
૧૫૪૮ (રાગ : બહાર)
લાગી રે ભાઈ લાગી, ભજન કેરી માયા, ભક્તિના દોરામાં પ્રોવાતી જાય મારા, જીવતરનાં મોતીની કાયા. ધ્રુવ ભીતરનો રંગ ભીનો ભીનેરો નીતરે ને, ભવની ભોળાશ બધી ભીંજે,
હોડી તો તરવાનું બહાનું તણાઉં, તો યે ગમતું આ માંયલોય રીઝે; નામ કેરો સ્વાદ કંઈ લાગ્યો એવો કે, થયા ાિ સૌ ફોરમનાં ફાયા. લાગી માયા સંસાર તણી ઓસરતી જાય મને, અલગારી લગનીઓ લાગતી, મટુકીમાં કાંઈ નહીં, તો ય તે ઢોળાય એવાં, કૌતુકની કાંકરીઓ વાગતી; શીતલ થઈ જાય હવે રોમ રોમ કાય (મારી), પડી લાગે છે અનહદની છાયા. લાગી
ભજ રે મના
બુરા સો કબહુ ન કીજિયે, સબસે કરો મિત્રાઈ; રહી જાયગી જગતમેં, દોનો વાત સદાઈ.
૯૪૮
માલીબાઈ
૧૫૪૯ (રાગ : સોરઠ ચલતી)
ભાઈ, ગુરુનાં ચરણોને તમે સેવો, અને મનના સંશયોને મેલજો હે જી ! - ધ્રુવ ગુરુ મારો દીનનો દયાળ, તારી સમાવે જંજાળ, ચેતી લેને વીતી જાય છે કાળ જી; ફરી આવો રે અવસર તને નહિ મળે હે જી! ગુરૂનાં
મેલી દે જગતની સૌ લાજ, કરને ગુરને શિરતાજ, તારાં સરે સઘળાં કાજ જી; જેથી અમૂલખ હીરલો તને મળે હે જી ! ગુરૂનાં૦ મમતા મેલી દે મનતણી, વળને ગુરુના ઘર ભણી, મળશે તને પારસમણિ જી; જેથી દારિદ્રય ટળશે તારા દિલનું હે જી ! ગુરૂનાં
આવી પહોંચ્યો તારો અંત, શાને રહે છે નચિંત, શોધી લેને ઝવેરી કોઈ સંતજી; તે તો પારખું બતાવે તારા પિંડનું હે જી ! ગુરૂનાં ગુરુનાં વચન લીધાં ઝાલી, ત્યારે વાગી જ્ઞાનની ભાલી હું તો અભેપદમાં ‘ માલી ’જી; થઈ પૂરણ કિરપા ગુરુદેવની હે જી ! ગુરૂનાં
૧૫૫૦ (રાગ : સોરઠ ચલતી)
મારા સમર્યા પહેલાં વહેલા આવજો, મારી બેડલીને બૂડતી તારજો હે જી! ગુરુના ચરણનો પરતાપ, જપીએ અજપાના જાપ, ટળશે ત્રિવિધના તાપજી; ધન્ય બલિહારી ગુરુ જેણે સેવિયા હે જી ! મારી૦
ગુરુ મારા સુણીને પોકાર, મારી વહેલી કરજો વાર; મારા તરણ-તારણહાર જી ! આ ભવથી બેડલી મારી તારજો હે જી! મારી
ગુરુ મારા ગુણનું છે ધામ, મળ્યું મને અવિચળ ઠામ; મટી ગયું ચોરાશીનું નામ જી ! હવે ફેરો ટળ્યો ભવદનો હે જી! મારી૦ હવે હું તો નહિ રું ઠાલી, ગુરુજીએ લીધો હાથ ઝાલી; હું તો ઈશ્વરચરણે ‘માલી *જી, મારી સુરતા ઠરી રે નિજ ધામમાં હે જી! મારી
યહ અવસર સબ જાત હૈં, છિન છિન ઘટસો આય; હરિ ભજનકી બેર અબ, વિલંબ ન કીજે કાંય.
૯૪૯
ભજ રે મના