SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮૭ (રાગ : ગઝલ) . વસંતે પંચમાલાપે, રસીલી કોકિલા ક્રૂજે; કદી ‘કો’ શબ્દ એ કાને, ધરે કે ના ધરે તોયે. ધ્રુવ સુગંધી પુષ્પ પ્રકટાવી, મનોહર માલતી રાચે; ભ્રમર મકરંદના ભોગી, મળે કે ના મળે તોયે. વસંતે સહીને આકરા અંશુ, કરે શીળી તરૂ છાયા; શ્રમિત પંથી તળે આવી, વસે કે ના વસે તોયે. વસંતે હૃદયનાં આંસુડા રેડી, ભીંજવશું વિશ્વને ભાવે; કઠિન હૈયા મૃદુલ એથી, બને કે ના બને તોયે. વસંતે પ્રબળ પડદા બધા ચિરી, હૃદય ખુલ્લાં કરી દેશું; સુભાગી સત્ય જોનારા, જડે કે ના જડે તોય. વસંતે ‘અમે’ કર્તવ્યને પંથે, વિચરશું ધર્મ ધારીને; અમારા સ્નેહી એ ચીલે, ચડે કે ના ચડે તોયે. વસંતે બંકિમચંદ્ર ૧૪૮૮ (રાગ : યમન કલ્યાણ) વન્દે માતરમ્ સુજલાં સુફ્તાં મલયજ-શીતલાં, શસ્ય-શ્યામલાં માતરમ્ કા-જવા-પુ ક્ત-વર્મિનોલ, સુર્મિત-શોભિનીમ સુહાસિની સુમધુર-ભાષિણી સુખદાં વરદાં માતરમ્. વન્દે સપ્તકોટિ - કંઠ - કલકલ - નિનાદ - કરાલે દ્વિસપ્તકોટિભુજૈધૃત - ખર - કરવાલે કે બોલે મા તુમિ અબલે ? અબલા કેન મા એત બલે ! બહુબલધારિણીં નમામિ તારિણીં રિપુદલ-વારિણીં માતરમ્. વન્દે ભજ રે મના ભવતો છૂટે હાય જે, સો મુખ જપે મુરાર; જનની કેરે ઉદરમેં, સો ન ધરે અવતાર. ૯૧૪ તોમારઇ પ્રતિમા ગડિ મન્દિરે મન્દિરે તુમિ વિધા, તુમિ ધર્મ, તુમિ હૃદિ, તુમિ મર્મ, સ્વં હિ પ્રાણાઃ શરીરે, બાહુવે તુમિ મા શક્તિ, હૃદયે તુમિ મા ભક્તિ ? માતરમ્. વન્દે ત્વ હિં દુર્ગા દશપ્રહરણ-ધારિણી, કમલા કમલદલવિહારિણી, વાણિ વિદ્યાદાયિની, નમામિ ત્વામ્ નમામિ કમલાં અમલાં અતુલાં સુજલાં સુફ્તાં માતરમ્. વન્દે શ્યામલાં સરલાં સુસ્મિતાં ભૂષિતાં ધરણીં ભરણીં માતરમ્. વન્દે = ભગવાન ૧૪૮૯ (રાગ : બાગેશ્રી) સાધન સાધી શુદ્ધ થયો નહિ, તો સાધન શું કામ કરે રે ! ધ્રુવ જપ તપ વ્રત સેવાને પૂજા, કેવળ તેથી શું અર્થ સરે રે ! ઓળખાણ નથી અંતરમાંતો, નિશિદિન કોનું ધ્યાન ધરેરે? સાધન તીર્થ ર્યાં પણ તાપ શમ્યો નહીં, ચિત્તવૃત્તિ નવ સ્થિર રેરે; મમતા તેં મૂકી નહિ અળગી, ભૂમિમાં ભટકી શું મરેરે ! સાધન૦ એ સહુ સાધન સત્ય કહ્યાં છે, અસત્ય નહીં લવલેશ ખરેરે; પણ બહિરંગ તજીને અંતર, સાધનથી સુખમાં વિચરેરે. સાધન સાધન સાધ્યાં પણ ગુરૂગમ વિના, ભવભયથી નહિ ઉગરેરે; શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુને, શરણ જવાથી સહજ તરેરે. સાધન ગુરુદ્વારા એ સાધનનું સુખ, વર્ણવતાં મતિ શું ઉચરેરે ! ગુરુ ‘ભગવાન' ચરણરજ સેવક, નિજપદમાંહિ વિરામ કરેરે. સાધન તારૂં જરને જોબન તારા ભર્યાં રે ભવન, તારી હાક તો ગગનમાં ગાજે રે ગાજે, પણ કાળનાં ઝપાટે, તારી એક નહિં ચાલે, એ તો આંખના પલકારે ધૂળ થાશે રે થાશે; જરા મનથી વિચાર, તારો સમય સુધાર, તારૂં સઘળું તે અહીં રહી જાશે રે જાશે, માન * બિંદુ'નું વચન કર પ્રભુનું ભજન, તારી બેડલી તો પાર થઈ જાશે રે જાશે. માવા કે બહુ મત્ત હૈં, પંથનકો નહીં પાર; જહાં હરિ નામ ન બોલહીં, સોહેં સકલ અસાર. ૯૧૫ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy