SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ બજબાલ ભગવત રસિક (વિ. સં. ૧૭૧૫) ૧૪૯૦ (રાગ : માલકષ), ઈતને ગુન જામેં સો સંત; શ્રી ભાગવત મધ્ય જસ ગાવત, શ્રી મુખ કમલાકંત. ધ્રુવ હરિ ક ભજન સાધુકી સેવા, સર્વભૂત પર દાયા; હિંસા, લોભ, દંભ, છલ ત્યાગ, વિષસમ દેખે માયા. ઈતનેo સહનશીલ, આસય ઉદાર અતિ, ધીરજસહિત વિવેકી; સત્ય વચન સબસો સુખદાયક, ગહિ અનન્ય વ્રતે એકી. ઈતનેo ઈંદ્રજીત અભિમાન ન જાકે, કરે જગતક પાવન ; ભગવંતરસિક તાસુકી સંગતિ, તીનહું તાપ નસાવન. ઈતનેo ૧૪૯૨ (રાગ : દિપક) આરતિકા દિપ બનકર જલ રહા હું, રત્ન શ્વાસા, દિપ્ત આશા, અર્ચનામે મૂક ભાષા, દિપમેં, વૃત બિન્દુ બનકર, જલ રહા હું. ધ્રુવ ધ્યાન પૂજન , જ્ઞાન સાધન, ભક્તિ વંદન, કર્મ પાલન, વર્તિકામેં જ્યોતિ બનકર, પલ રહા હું. આરતિકા વિશ્વ અનુભવ કર ભ્રમિત કવિ, લે ચલા પ્રિય પ્રાણમૅ છબિ, પૂર્ણકર પૂજા તુમ્હારી, ઢલ રહા હું. આરતિકા ભગો ચારણ ૧૪૯૧ (રાગ : માંડ) હે ઓધવજી રે, વ્હારા વહાલાને વઢીને કહેજો રે; મનાવી લેજો રે. ધ્રુવ. મથુરાના રાજા થયા છો, ગોપીઓને ભૂલી ગયાં છો; માનેતીને મ્હોલ ગયા છો રે. હેo એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો; | ગાયોને સંભાળી જાઓ રે. હે૦ યમુનાને તીર જાતા, માખણ તમે લૂંટી ખાતા; ભૂલ્યા કેમ જૂના નાના રે ! હેo કુબજા છે રંગે કાળી, કાળા તમે વનમાળી; જોડી આવી ક્યાંય ન ભાળી રે ! હે તમે છો ભક્તોના તારણ, એવી હારી હૈયા ધારણ; ગુણ ગાયે તારો ચારણ રે. હેo બ્રાહ્મણ ગોત્રિય બાલ જે, હત્યાદિક જે પાપ; | તિનતેં પાવન હોત હૈ, રામ નામકે જાપ. | ભજ રે મના ૯૧ ભવાનીદાસ ૧૪૯૩ (રાગ : સોરઠ ચલતી) વારે વારે મનખો નહિ આવે રે, તમે ભજન સવાયાં કરજો; આવો રૂડો અવસર નહિ આવે રે, રે તમે ભજન સવાયાં કરજો. ધ્રુવ સંસાર-સાગર મોહજળ ભરિયો, તરી શકો તો કોઈ તરજો રે; જગજીવનનાં જાજ લઈને, ઓલે તે પાર ઉતરજો. અવસર દોનું દીવા તારી આગળ ઝળકે, તે નાભિકમળ બિચ ધરજો રે; હૃદયકમળમાં હેત કરીને, અમરવરને વરજો અવસર માણેક-ચોકમાં ભરણું ભરે, તો સમજી વિચારીને ભરજો રે; હીરા, માણેક, નીલમ, મોતી ઘણાં , પારખ થઈને પારખજો. અવસર સદ્ગુરુ મળે ને સંશય ટાળે, એવા સંતચરણે શિશ ધરજો રે; મેઘાપ્રતાપે ભણે ‘ભવાનીદાસ', અમરાપુરમાં ભળજો અવસર કીટ પતંગ પાવે ગતિ, રામ નામ સુની કાન; | દેવા હરિ હરિ જે કહે, તરહીં સકલ જહાન. ૯િ૧૭) ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy