________________
શરબતે - દીદાર પર મૌકૂફ હો જિસકી હયાત; ના સહા ! ઉસકો ભલા, બાતો સે ક્યા ? આરામ હો. જિંદગીઓ બ ઝૂમ મેં આના હી હૈ, તો બે નકાબ આ જાઈએ; ફૈઝે હી હોના હૈ, તો ફ્રિ આજ ફૈઝે આમ હો. જિંદગી આરઝૂ યહ હૈ કિ બ્રજ-રજ મેં મેરી મિટ્ટી મિલે; શ્યામ કહતે કહતે ‘બેદિલ' જિંદગી કી શામ હો. જિંદગી
બુલાખીરામાં
૧૪૮૪ (રાગ : શ્રીરંજની) સીતા સમાણી સતી કોણ શાણી ? પતિ પ્રતિજ્ઞાય સદા પ્રમાણી; કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. કેવા હતા કૌરવ કાળજ્ઞાની ! કુસંપમાં પાછી કરી ન પાની; કઈં મૂઆ દ્વેષ સહિત ક્રોધી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. નિપુણતા ન્યાય વિષે ધરાવી, નળે સુકીર્તિ જગતમાં જમાવી; ગુમાવી ગાદી ધૂતને વળુંધી, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. યદુપુરી યાદવ યાદ આણો, સુરા વિષે જીવ ભલો ભરાણો; મૂઆ મૂકી સર્વ શરીર શુદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. રૂડો હતો રાવણ શાસ્ત્રવેત્તા, નવ ગ્રહો નિફ્ટમાં રહેતા; હરી સીતા કટ લહ્યું કુબુદ્ધિ, વિનાશકાળે વિપરિત બુદ્ધિ.
બેદિલ
૧૪૮૫ (રાગ : ગઝલ) જિંદગી કી સુબ્ધ હો, યા જિંદગી કી શામ હો; ઝીક્ર હો તેરાં ઝુબાં પર, લબ પે તેરા નામ હો. ધ્રુવ ચૈનકી બંશી બજે, યા ગર્દિશ અચ્યામ હો; કોઈ આલમ હો, મગર પીને કો તેરા નામ હો. જિંદગી તુમને અપને મુંહસે જબ દીવાના મુઝકો કહ દિયા; અબ નહી પવહ, અબ કુછભી મેરા અંજામ હો. જિંદગીe લુક્ત જબ હૈ, આપકી યાદોં કી શમ મેં જલ ઉઠે; જબ, જહાં, જિસ હાલમેં ભી જિંદગી કી શામ હો. જિંદગી
બોટાદકર દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ બોટાદ ગામમાં તા. ૨૭-૧૧-૧૮૭૦ અને અવસાન તા. ૯-૧૯૨૪ના રોજ થયું હતું.
૧૪૮૬ (રાગ : ગરબી) મીઠાં મધુને મીઠા મેહુલા તે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ. ધ્રુવ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે. જનની અમીની ભરેલી એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે. જનની દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ, શશીએ સિંચેલ એની સોડય રે. જનની જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે, જનની ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે. જનની મૂંગી આશિષ ઉરે મલક્તી રે લોલ, લેતા ખૂટે ન એની લ્હાણ રે. જનની ધરણીમાતાયે હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે, જનની ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનની વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. જનની ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, એનો નહિ આથમે ઉજાસ રે. જનની
જિન ઓખી પરેં જીવકોં, તહાં ભજે ભગવંત; વહાં તહાં હરિ રાખહીં, જાની અપનો સંત. |
ભજ રે મના
નામ હિ ચંદ્ર ચકોર જન, રટહીં સુરત લગાય; સો જગ અંગ દાઝે નહીં, પરમ સુધારસ થાય.
૯૧૨)
ભજ રે મના