SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવિલાસ છે જાળ સમાન, અરુ કાયાને જાણે રાખ; ઘરવાસ જેને ભાલા જેવો, કુટુંબ કાર્ય છે જાળ. ભાઈo લોકોમાંહી લાજ વધારવી, જેને મુખની લાળ; કીર્તિ ઈચ્છા મેલ જેવી, પુણ્ય છે વિષ્ટા સમાન. ભાઈo દેહ છતાં જેની દશા છે, વર્તે દેહાતીત; ‘બનારસી ' એવા જ્ઞાની ચરણે, રે વંદન અગણિત. ભાઈo ૧૪૬૬ (રાગ ૪ આશાવરી) વિરાજે રામાયણ ઘટ માંહિ; મરમી હોય મરમ સો જાનૈ, મૂરખ જાનૈ નાહી. ધ્રુવ આતમરામ જ્ઞાન ગુન લછમન, સીતા સુમતિ સમેત; શુભોપયોગ બાનર દલ મંડિત, વર વિવેક રન ખેત. વિરાજૈo ધ્યાન ધનુપટંકાર શોર સુધિ, ગઈ વિષયદિતિ ભાગ; લઈ ભસ્મ મિથ્યાતમ લંકા, ઊઠી ધારણા આગ. વિરાજૈo જરે અજ્ઞાન ભાવ રાક્ષસ કુલ, લરે નિકાંછિત સૂર; જુએ રાગ-દ્વેષ સેનાપતિ, સંસે ગઢ ચકચૂર, વિરાજૈ. વિલખિત કુંભકરણ ભવવિભ્રમ, પુલક્તિ મન દરયાવે; શક્તિ ઉદાર વીર મહિરાવણ , સેતુ બંધ સમભાવ, વિરાજેo મૂર્ણિત મન્દોદરી દુરાશા, સજગ ચરણ હનુમાન; ઘટી ચતુર્ગતિ પરિણતિ સેના, છૂટે છપક ગુણબાન , વિરાજૈo નિરખિ સકતિ ગુન ચક્ર સુદર્શન, ઉદય વિભીષણ દીન; ફિ કબબ્ધ મહીરાવણ કી, પ્રાણભાવ શીર હીન , વિરાજૈo ઈહ વિધિ સકલ સાધુ ઘટ અંતર, હોય સહજ સંગ્રામ; યહ વિવહાર દૃષ્ટિ રામાયણ, કેવલ નિશ્ચય રામ, વિરાજૈo બરકત વીરાણી ‘બેફામ’ ૧૪૬૮ (રાગ : ભૈરવી) એક્લા જ આવ્યા , મનવા એકલા જવાના; સાથી વિના, સંગી વિના, એક્લા જવાના. ધ્રુવ કાળજાની કેડીયે કાયા ના સાથ દે, કાળીકાળી રાતડીયે છાયા ના સાથ દે; પોતાના જ પંથે બેલી, પોતાના વિનાના, સાથી આપણે ય એક્લા, ને કિરતાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો; એકલા રહીને બેલી, અલખ જગાના. સાથી એકલા જ જન્મવું, ને જીવવું પણ એકલા, એક્લા જ ડૂબવું, ને તરવું પણ એકલા; એકલા રહીને અમે , અમર થવાના. સાથી આયખું વિતાવ્યું આખું સંસાર સંગે, બતાવ્યો પ્રભુએ સાચો મારગ અસંગે; હવે તો અમે ભવ તરી રે જવાનાસાથી ૧૪૬૭ (રાગ : માંઢ) જ્ઞાની એનું નામ જેનો, મોહ ગયો છે તમામ; ભાઈ જ્ઞાની એનું નામ. ધ્રુવ કંચનને તો કાદવ જાણે, રાજવૈભવ અસાર; સ્નેહ મરણ સમાન છે જેને, મોટાઈ લીંપણગાર, ભાઈo ચમત્કાર છે ઝેર સરીખા, રિદ્ધિ અશાતા સમાન; જગમાંહી પૂજ્યતા પામવી, જાણે અનર્થની ખાણ. ભાઈo મોર મુકુટ નીચે ધરો, કિટ મુકુટ ધરો શીશ; } ધનુષ બાણ હસ્તક ધરો, તુલસી નામે શીશ. || ભજ રે મના ૯૦૦ રામ કહે સુખ ઉપજે, રામ કહે દુઃખ જાય; | મુક્તિ કે દાતા હૈ, નહિ કો અન ઉપાય. ૦૧૧ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy