________________
૧૪૬૪ (રાગ : કાફી) ચિંતામન સ્વામી સાંચા સાહિબ મેરા, શોક હરૈ તિહુલોકો ઉઠિ લીજ તું નામ સવેરા. ધ્રુવ સૂર સમાન ઉદીત હૈ, જગ તેજ પ્રતાપ ઘનેરા; દેખત મૂરત ભાવસો, મિટ જાત મિથ્યાત અંધેરા. સાંચા દીનદયાલ નિવારિયે, દુ:ખ સંટ જોનિ વસેરા; મોહિ અભયપદ દીજિયે ફ્રિ હોય નહી ભવા. સાંચાઇ બિંબ વિરાજત આગેરે, થિર થાન થયો શુભ વેરા; ધ્યાન ધર વિનતી કરે, ‘ બનારસિ' બંદા તેરા, સાંચાઇ
બનારસીદાસ
(વિ. સં. ૧૬૪૩) બનારસીદાસનો જન્મ જૈનપુર ગામે સં. ૧૬૪૩માં માઘ શુકલ એકાદસિ રવિવારના દિવસે રોહિણી નક્ષત્રના તૃતીય ચરણમાં થયો હતો.તેમના પિતાનું નામ ખરગસેન હતું. તેમના માતાજી મેરઠના હતા . કવિનું બાળપણ ખૂબ સંઘર્ષમય રીતે વ્યતીત થયું હતું. તેમનું નાનપણનું નામ વિક્રમાજીત હતું. તેમની જાતિ શ્રીમાલ અને ગોત્ર બિહોલિયા હતું. તેમના પૂર્વજો બિહોલી ગામના રાજવંશી રાજપૂત હતા, અને તે પૂર્વજોએ ગુરૂના આદેશથી જૈન ધર્મ અંગિકાર કર્યો હતો. બનારસીદાસને એક નાની બહેન હતી. કવિએ ૮ વર્ષની ઉંમરે વિધાર્જન શરૂ કર્યું. અને એક જ વર્ષમાં અક્ષર અને અંકવિદ્યા પ્રાપ્ત કરી લીધી. ૯મા વર્ષે વ્યવસાય પ્રારંભ કર્યો. ૧૪ વર્ષની ઉંમરે પં. દેવદત્તજીના સમાગમથી અનેકાર્થ નામમાલા, જ્યોતિષ, અલંકાર, લઘુ કોક આદિ ૪૦૦ શ્લોકોનું અધ્યયન કર્યું. ત્યારબાદ જૌનપુરમાં જ ભાનુવંદ મુનિ પાસે ઉપાશ્રયમાં અનેક શાસ્ત્રો સ્તુતિઓ કંઠસ્થ કરી, સમયસાર, ગોમ્મસાર, આદિ ગ્રંથોનું અધ્યયન પણ કર્યું. કવિએ 3 વાર લગ્ન કર્યા પણ ત્રણે પત્નીનું મૃત્યુ થયું. તેમનાં ૭ પુત્ર અને બે પુત્રી પણ અલ્પાયુમાં જ મૃત્યુ પામ્યા. નવરસપદાવલી નામે શૃંગાર વિશે ૧૦૦૦ દોહા રચ્યા. પાછળથી તે જમનાજીમાં પધરાવી દીધા. સં. ૧૬૮૦માં અરથમલજી ઢોરેએ કુકકુંદાચાર્યકૃત સમયસારની રાજમલકૃત બાલબોધિની ટીકા આપી. તેના. અધ્યયનના પરિણામ સ્વરૂપ ‘સમયસાર નાટક'ની રચના થઈ. તેમની મુખ્ય રચનાઓ ‘ બનારસી વિલાસ'માં નિબદ્ધ છે. “અર્ધકથાનક'માં તેમનું જીવન વૃત્તાંત આલેખ્યું છે. તેમના દેહોત્સર્ગની માહિતી ઉપલબ્ધ નથી. તેઓ મહાકવિ તુલસીદાસના સમકાલીન હતા. અને બન્નેમાં પરસ્પર વાત્સલ્ય અને આદરભાવે હતો. જ્યારે એકબીજાને મળતા ત્યારે તેમની વાતચીત પધમય જ રહેતી. કવિશ્રી સત્યપ્રિય, સ્પષ્ટવાદી , સરલ સ્વભાવી, નિરાભિમાની પ્રતિભાવંત ઇમાનદાર અધ્યયનશીલ ભાવુક, ક્રાંતિકારી , આધ્યાત્મિક સંપુરૂષ હતા. બહુ લોકપ્રિય કવિ હતા.
૧૪૬૫ (રાગ : માલકૌંસ) જગત મેં સો દેવન કો દેવ; જાસુ ચરન પરર્સ ઇન્દ્રાદિક, હોય મુકતિ સ્વયમેવ ધ્રુવ જો ન બુધિત , ન તૃષિત, ન ભયાલ , ઇન્દી વિષય ન બેવ; જનમ ન હોય, જરા નહિં વ્યાપે, મિટી મરન કી ટેવ, જગતo જાર્કે નહિં વિષાદ, નહિં વિસ્મય, નહિં આઠોં અહમેવ; રાગ વિરોધ મોહ નહિં જાકે, નહિં નિદ્રા પરસેવ. જગતo નહિં તન રોગ, ને શ્રમ, નહિં ચિંતા, દોષ અઠારહ ભેવ; મિટે સહજ જાકે તા પ્રભુ કી, કરત ‘ બનારસિ' સેવ. જગતo
કીચસૌ કનક જા, નીચસૌ નરેસ પદ, મીચસી મિતાઈ ગરૂવાઈ જાÁ ગારસી, જહરસી જોગ-જાતિ, કહરસી કરામતિ, હહરસી હસ, પુદગલ-છબિ છારસી; જાલસૌ જગ-વિલાસ , ભાલસૌ ભુવને-વાસ, કાલ સૌ કુટુંબ કાજ, લોક્લાજ લારસી, સીસ સુજસ જાનૈ , બીડર્સે બખત માર્ન, ઐસી જાકી રીતિ તાહિ બંદત બનારસી.
રામ રામ રટવું રૂડું, જેથી હાનિ ન હોય;
બચપણથી તરી જાણતાં, તુલસી ન બૂડે કોય. | ભજ રે મના
રામ નામ અરાધવો, વૃથા કદી નવ જાય; લડકાઈકો પરહરો, તુલસી હોત સહાય.
CEO
ભજ રે મના