SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭૦ (રાગ : પ્રજહાતી છંદ) દયાળુ દીનાનાથ અજ્ઞાનહારી, ખરા ચિત્તથી ધ્યાન માંહી વિહારી; ઘણા શિષ્યના આપ સંતાપહારી, ગુરૂ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. (૧) કર્યો ક્રોધ તો ક્રોધને મારવાને, ધર્યો લોભ તો ધ્યાનને ધારવાને; મહા મોહહારી નિજાનંદધારી, ગુરૂ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. (૨) સદા નિર્વિકારી મહા બ્રહ્મચારી, ન હોંચે સ્તુતિમાં મતિ કાંઈ મારી; નિરાધાર આ બાલ માટે વિચારી, ગુરૂ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી.(3) ક્ષમા, ધૈર્ય, ઔદાર્યના જનમસિંધુ ! સદાલોકથી દીનના આપ બંધુ; ન શક્તિ કશા કામ માંહી અમારી, ગુરૂ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. (૪) ગુણી જ્ઞાનવંતા વિવેકી વિચારો, મને આશરો એક ભાવે તમારો; દયાળુ હવે પ્રાર્થના વ્યો અમારી, ગુરૂ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી.(૫) બ્રહ્મચારીજી ૧૪૬૯ (રાગ : હરિગીત છંદ) જય જગતંત્રાતા , જગતભ્રાતા, જમહર જગદીશ્વરા, સુખ સર્વ કારણ, ધર્મધારણ, ધીર વીર મહેશ્વરા; અતિ કર્મનંદન, ચિત્તચંદન, ચરણકમળ ચિત્ત ધરું, સહજાત્મરૂપી સેવ્ય ગુરૂને વંદના વિધિએ કરૂં. ધ્રુવ આનંદસાગર-ચંદ્ર, નાગર-વૃંદ શ્રી સુખકંદ છો, ભવ ફંદહારક, છંદધારક, સર્વ સંર્ગુણ ચંદ્ર છો; સુખકાર છો, ભવપાર નહીં કંઈ સાર ચિત્તમાં હું ધરૂં. સહજા વિકરાળ આ કળિકાળ કેરી, ફાળથી ભય પામતો, ગુરૂચરણ કેરા શરણ આવ્યો, ચિત્તમાં વિશ્રામતો; ગુરૂ પૂરણપ્રેમી કર ઘરે શિવ, એમ આશા આચરૂં. સહજા કરી કોપ ચાર કપાય બાંધે, બંધ આશાપાશનો , અતિ માર મારે માર તેમાં, કામની અભિલાષનો; છો નિર્વકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરૂં. સહજાઓ નિજ ધામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી, હિત મિત્ર ને સુકલત્ર ચંચળ, જાય શું મુખથી થી; સ્થિર એક સદ્ગુરૂ દેવ છો, એ ટેક અંતર આદરૂં. સહજા ભવ મંડપે કરી પ્રીત, માયાસેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા, મોહની અતિ આચરી; જાગૃત કરી ગુરૂ રાજચંદ્ર, બોધદાન કર્યું શરૂ. સહજા જયકાર શ્રી ગુરૂદેવનો, જન જગત માંહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવજો; ગુરૂ ધર્મધારક, કર્મધારક, ધ્યાનમાં નિત્યે ધરૂં. સહજાo ૧૪૭૧ (રાગ : ગીતિકા છંદ) શ્રી રાજચંદ્ર કૃપાળુ ભજ મન પતિતપાવનકર વર, સમક્તિ નિર્મળ, દઈ સુદર્શન ચક્ર અરિબળ ક્ષયકર; અજ્ઞાનઅંધિત દૃષ્ટિઅંજિત તત્તરંજિત મતિકર, સહજાત્મશ્રી પ્રગટાવી રમણીય મુક્તિ રમણી રતિધર, ધ્રુવ ભવભીતિ ભંજન , દુ:ખ નિકંદન, પાપમંજન શુચિક્ર, સહજાત્મમગ્ન, કર્મભગ્ન , મુક્તિલમ્ન, શિવકરે; અમૃતવચન, શાંતચિત્ત , ધ્યાનરક્ત, શમધર, ચૈતન્યવ્યક્ત, મોહત્યક્ત, સિદ્ધિસક્ત, સુખકર, શ્રી ભવવારિ તારી દુ:ખ નિવારી મુક્તિનારીદાયક, અભુત શક્તિ આત્મવ્યક્તિ ભવવિરક્તિ વિધાયકં; સર્વજ્ઞ-શાસન ભવવિનાશન શિવપ્રકાશન પથવર, ભવિહિત વિધાન , યુગપ્રધાન , બોધિદાન ધો વર, શ્રી સજ્જ તવકો તત્ત્વ એ, સકલ સારકો સાર; સો હરિ નામ રતન હૈ, જપે જોગ નિરધાર. ભજરેમના ૦૨ | દીર્ઘ રોગ સંસાર હૈ, મિટે ન આન ઉપાય; || || રામ નામકે લેતહીં, સહજ શાન્તિ હો જાય. || 603 ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy