SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નામ અનામીનું રૂપ છે, નામી આપ અનામ, અનામી નામ તો કેમ કહિયે ? ત્યાં તો સમજ્યાનું છે કામ; ઠરી બેઠા જે ઠામે રે, “પ્રેમાનંદ 'ને જગાડે. શબ્દ0 કે (૧) સમતા, કર્મ કુટારો મારો જ્ઞાનથી ગળિયો, વહાલા ! ફળ રે પાક્યાં ને ખેર્યા ફૂલ, ખરિયાં ખર-ર-ર-ર-ર-ર-રે. ગુરૂજીએ અભય આનંદ થયો, જોઈ મન હરખ્યું, વહાલા ! સઘળાં સાધન થયાં દૂર, સરક્યાં સર-ર-ર-ર-ર-ર-રે. ગુરૂજીએ બ્રહ્મનિષ્ઠ ગુરુજી અમને સમરથ મળિયા, વહાલા ! મારી દીધાં વચનુંનાં બાણ, વાગ્યાં સર-ર-ર-ર-ર-ર-રે. ગુરૂજીએ જનમમરણનાં મારાં સંકટ ટળિયાં, વહાલા ! લખ રે ચોરાશી કીધી ખાખ, ઊડી -ર-ર-ર-ર-ર-રે. ગુરૂજીએ ગુરુને પ્રતાપે ભાઈ પ્રેમાનંદ' બોલ્યા, વહાલા ! ઊગ્યો છે જ્ઞાન કેરો ભાણ , થયું ઝર-ર-ર-ર-ર-ર-રે. ગુરૂજીએ ૧૪૫૧ (રાગ : કટારી) શબ્દ તે તો સાચી રે, જે અગમ ઘર દેખાડે; નામ લેવું એવું રે, જે આપોપું અળગું કાઢે. ધ્રુવ નામ વિનાની વસ્તુ નથી, શબ્દ વિના નથી નામ, શબ્દ અક્ષર વિના નથી, અક્ષર ઓમકાર એક ઠામ; ઓમકાર અલખથી ઊઠે રે, વસ્તુ તો એમ દૃષ્ટિએ પડે. શબ્દ0 વસ્તુ ટાળી નામે-શમે', નામ શબ્દમાં ફોક, શબ્દ અક્ષરમાં ગળે , અક્ષર પ્રણવનો તોક"; શોક પછી શાનો રે ? અલખ આપ દેખાડે. શબ્દo નિર્ગુણ શબ્દ જેને કહિયે તે, પ્રગટ પ્રણવથી થાય, પ્રણવ પોતે ઊપજીને શમે છે, અલખ નિરંજન માંહીં; માયાની ઉપાધિ રે, સદગુરુ ભેદ દેખાડે. શબ્દ0 પ્રેમા ૧૪૫૨ (રાગ : જૈજૈવંતી) કાગળ લખું કૃપાળુ દેવ, વાંચી વિચારજો; જો યોગ્ય લાગે તો પ્રભુ, અમને તેડાવજો. ધ્રુવ સાધન ન કાંઈ જાણું, સેવા નથી થાતી, તુજ નામને ભૂલીને, માયામાં મૂંઝાતી; ભમતી આ ચિત્તવૃત્તિને, ચરણોમાં વાળજો. જો મનડું તો ખૂબ દોડે, તુજ પાસ આવવી, સંજોગ નથી દેતા, ઈચ્છાને ફાવવી; મરજી પડે તો નાથ આ, અરજી સ્વીકારજો. જો મુખમાં ન ધ્યાન આવે હૈયે, ધ્યાન ન ફાવે, વિષયોમાં રાચી રહી, સત્સંગ ન ભાવે; જેવી છે તેવી નાથ પણ, તમે નિભાવજો. જો પરમકૃપાળુ ! અમે તમારે ધામ આવશું, દર્શન કરીને હૈયે, ઉત્સવ મનાવશું, કંઈ જોઈતું કરતું હોય તો, વળતું લખાવજો. જો લખિતંગ ‘પ્રેમા' દાસીના, દંડવત્ પ્રણામ, પ્રેમ સ્વીકારી લેજો , આ વિનંતિ તમામ; કરૂણા કરી કૃપાળુદેવ, દર્શન દેખાડજો. જો આવે છે જે જહાં થકી, જાય ત્યાંહિ તે સોય; ગુરૂદેવ વિણ કેમ કરી, તુલસી જાણે કોય. || ૮૮૮) રાવણ રાવણથી મુવો, દોષ રામ નવ હોય; હિત અનહિત આપજ થકી, તુલસી જો જન જોય. ૮૮૯ ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy