________________
૧૪૪૭ (રાગ : જોગિયા) વિસર ન જાજો મેરે મીત, યહ વર માંગૂ મેં નીત. ધ્રુવ મેં મતિમંદ કછુ નહિ જાનૂ , જાનૂ તુમ સંગ હીત; બાહ્ય ગ્રહેકી લાજ હૈ તુમકો, તુમ સંગ મેરી જીત. વિસર૦ તુમ રીઝો એસો ગુણ નાહીં, અવગુણકી હું ભીંત; અવગુણ જાનિ બિસારોગે જીવન , હોઉંગી મેં બહુત જીત . વિસર૦ મેરે દૃઢ ભરોંસો જિયમેં, તજિહીં ન મોહન પ્રીત; જન અવગુણ પ્રભુ માનત નાહીં, યહ પૂરબકી રીત. વિસર૦ દીનબંધુ અતિ મૃદુલ સુભાઉ, ગાઉ નિશદિન ગીત; ‘પ્રેમસખી’ સમજું નાહિ ઊંડી, એક ભરોંસો ચિત્ત. વિસર
પ્રેમાનંદ
(ઈ. સ. ૧૭મી સદી) ‘કવિ શિરોમણિ'નું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે તેઓ પ્રસિદ્ધ છે. આંગળી પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોકસમુદાયને આખ્યાનો સંભળાવી રસતરબોળ કરતા હતા. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, સુદામાચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન વગેરે રસવૈવિધ્યથી સભર આખ્યાનો આપીને પ્રેમાનંદે ગુજરાતઆખ્યાન-કવિતાને સમૃદ્ધ કરી છે.
૧૪૪૯ (રાગ : ભૈરવી) ઓરા આવોને સુંદર શ્યામ, નીરખું નેણાં ભરી; મારાં લોચનીયા માંહીં માવ, રાખું જતને કરી. ધ્રુવ મસ્તક મુકુટ જડાવનો, કાને કુંડલ મકરાકાર; વદન ઉપર મારા નાથજી વારૂં, કોટિક અત્રિકુમાર. ઓરાવે ભ્રકુટિના પ્રતાપને જાણે, મોટા મુનિવર ધીર; કાલ મયાદિક થરથર કંપે , સુર નર અસુર પ્રવીર, ઓરા ચપળ દ્રગત છબી ઉપરે, વારૂં ખંજન મધુકર મન; સિંધુસુતા વાંસે ફ જોવા, લોચન થઈને દીન. ઓરા ગુચ્છ ગુલાબી ખોસીયા બેઉ, કાન ઉપર વનમાળી; ‘પ્રેમાનંદ' થયો ઘેલડ તિમ, નામ શ્રવણમાં ભાળી, ઓરા)
પ્રેમળદાસા
૧૪૪૮ (રાગ : મારવા) હરિને ભજતાં હજી કોઈની લાજ, જતાં નથી જાણી રે; જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે. ધ્રુવ વહાલે ઉગાર્યો પ્રલાદ, હરણાકંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે, હરિનેo વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે; ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાયો રે. હરિને વહાલે મીરાં તે બાઈનાં ઝેર, હળાહળ પીધાં રે; પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે. હરિનેo આવો હરિ ભજવાનો લહાવો, ભજન કોઈ કરશે રે; કર જોડી કહે ‘પ્રેમળદાસ’, ભક્તોનાં દુ:ખ હરશે રે. હરિનેo
૧૪૫૦ (રાગ : સોરઠ ચલતી) ગુરુજીએ ઝાલ્યો મારો હાથ , મારો હાથ, મારો હાથ રે;
તાર્યો ભવસાગરથી રે. ધ્રુવ નામ કી નાવ ને સંત કેવટિયા, વહાલા ! પળમાં ઉતાર્યો ભવપાર, ઉતર્યો સર-ર-ર-ર-ર-ર-ર-રે. ગુરૂજીએ
શૂર જેમ રણજીતીને, ફરી આવે નિજ ગેહ; તેવી લહો ગતિ સંતની, તુલસી રામ સનેહ. || ૮૮૦
ભજ રે મના
રામ કૃપાથી હોય સુખ, કૃપા વિના તે જાય;
તોપણ રઘુવર ભજનથી, તુલસી શઠ અવસાય. || ભજ રે મના