________________
પુરુષોત્તમ
૧૪૪૧ (રાગ : ધોળ)
બુઢડા બેઠાં મંદિરીયે જઈ, ઘરમાં કોડીની કીંમત નહીં. ધ્રુવ દીકરા દીકરી પરણાવ્યા ને એની આપદ ઓછી થઈ; ભાવે ભગવાનનું ભજન કરીશું, ત્યાં ધારણા ધૂળ મળી ગઈ. બુઢડા૦ ગાંઠે હતું તે વાપરી નાખ્યું ને પાસે ન રાખ્યું કંઈ; ઘરના માણસ કહે છાના મરો, હવે ટકટક કરશો નહીં. બુઢડા
ચારે ભાઈએ વારા બાંધ્યા, માવતરને વેચ્યા જઈ;
કૂતરાની જેમ બટકું રોટલો નાખે, ગળે ન ઉતરે ભઈ. બુઢડા નવરા બેઠા ત્યારે ઘોડિયાની દોરી હાથમાં ઝાલી રહી; કુટુંબમાં કોઈ એને માને નહીં, એની આવરદા ઘટતી ગઈ. બુઢડાવ ડોસો ને ડોસી ચાલ્યા દેવળીયે, ચપટી ચોખા લઈ; દાનમાં દેવાનું મનડું થાતું, પણ ગાંઠે દોકડા નહીં. બુઢડા૦ હાથપગ થાક્યા, નજરો ગઈ, હવે હીંમત શરીરે નહીં; ઘરનાં માણસ કહે આશ્રમમાં મુકો, એમાં સ્વાર્થ નહીં હવે કંઈ. બુઢડા
જોઈએ તેટલા રૂપિયા લઈ લ્યો, તમે ઘરડાને સમાવો કંઈ; ઘરવાળી પાસે મારું કાંઈ નવ ચાલે, મારી જિંદગી એળે ગઈ. બુઢડા ઘરડા માવતર નાખે નિસાસા, હાથ કપાળે દઈ;
અંતર્યામીને અરજી કરે છે, જીવવું નથી હવે અહીં. બુઢડા ‘પુરસોત્તમ' કહે પ્રભુને ભજો, હવે હાથમાં માળા લઈ; વાલીડો વેલડી લઈને આવ્યો પહોંચ્યા વૈકુંઠ જઈ. બુઢડાo
૧૪૪૨ (રાગ : માંડ)
સંતને સંતપણાંરે, નથી મક્તમાં મળતાં, નથી મફ્તમાં મળતાં, એના મુલ્ય ચૂવવાં પડતાં. ધ્રુવ
ભજ રે મના
ઢોર ઘડતાં મનુષ ઘડ્યો, ભૂલ્યો સીંગને પુંછ; તુલસી હરિકી ભક્તિ બિન, ધિક ડાઢી ધિક મુછ.
૮૮૨
ભરી બજારે કોઈ વેંચાણા, કોઈ તેલ કઢામાં બળતાં (૨);
કાયા કાપીને કાંટે તોલે (૨) કોઈ હેમાળે જઈ ગળતા. સંતને૦ પ્યારા પુત્રનું મસ્તક ખાંડી, ભોગ સાધુને ધરતા (૨);
ઝેર પીધાં ને જેલ ભોગવી (૨) સાધુ સુળીએ ચઢતાં. સંતને૦ કરવત મેલી ને માથાં વેર્યા, કાળજા કાપી ધરતા (૨);
સત્ય વચનને વળગી રે'તા (૨) દીલડાં જરી નવ ડરતા. સંતને૦ પરદુઃખે એનો આતમ દુઃખીયો, રુદિયાં જેનાં રડતાં (૨);
માન મોટપ ને મમતા ત્યાગી (૨) જઈને બ્રહ્મમાં ભળતાં. સંતને૦ ગુરુ પ્રતાપે ગાય ‘પરસોતમ', ચોપડે નામ એનાં ચઢતાં(૨); એવા સંતોને સેવતા જીવડા (૨) ભવના બંધન ટળતાં. સંતને૦
૧૪૪૩ (રાગ : તિલંગ)
હરિરસ પીવેને સહુને પાય, સાચા સાધુ એમ ઓળખાય. ધ્રુવ સાગર જેવાં દિલડાં જેનાં, કદીયે નવ છલકાય; ઝેરના ઘુંટડાને જીરવી જાણે, અમૃત સહુને પાય. સાચા છીપમાંથી છૂટા પડીને મોતી, પારેખ પાસે જાય; વિધણું લઈ તેને વિંધી નાખે, પછી મુગટ માહે મઢાય. સાચા૦ પથરા સંગે હીરો પડ્યો એની, કિંમત નવ અંકાય;
ઝવેરી એને માથે ઝુલમ કરે, એતો ખમે ઘણના ઘાવ. સાચા સોના જેવા શુદ્ધ છતાંએ, અગ્નિ માહે ઓરાય; કસોટી ટાણે ઓછા ન ઉતરે, સો યે ટચના સદાય. સાચા
‘પુરૂષોતમ' કહે ગુરૂ પ્રતાપે, સંગ એનો સુખદાય; કર્મ સંજોગે સાંપડે તો, ભાગ્ય રેખ પલટાય. સાચા
અરબ ખરવ સે દ્રવ હય, ઉદય અસ્તમેં સાજ; તુલસી એક દિન મરન હય, આવે કોને કાજ. ૮૮૩
ભજ રે મના