SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહલાદ પારેખ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં તા. ૧૨-૧૦-૧૯૧૨ અને અવસાન તા. ૨-૧-૧૯૬૨ના રોજ થયું હતું. ૧૪૩૭ (રાગ : પૂરવૈયા) અદના તો આદમી છઈએ, હો ભાઈ, અમે અદના તો આદમી છઈએ; ઝાઝૂ તો મૂંગા રહીએ, હો ભાઈ.ધ્રુવ મોટા તે આદમીની વાતુ બહુ સાંભળી રે, જુગના તે જુગ એમાં વીત્યા; થાય છે આજ એવું, નાની-શી વાત છે જે, હૈયે અમારે કહી દઈએ.અદના વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા છઈએ; હોડીના હાંકનારા, મારગના બાંધનારા, ગીતોના ગાનારા થઈએ, હેજી અમે રંગોની રચનાય દઈએ,અદના૦ છઈએ રચનારા અમે છઈએ ઘડનારા, તે સંહારની વાતું નહીં સહીએ; ધરતીના જાયાના કાયાને હૈયાને, મોંઘેરા મૂલનાં કહીએ, હેજી એને કેમ કરીને અવગણીએ.અદના૦ ના રાજ કોઈ, જીવીએ ને જીવવા દઈએ; અમારો, નહીં મોતના હાથા થઈએ, હેજી એની વાતુને કાન નહીં દઈએ !અદના૦ જોઈએ ના તાજ અમને જોઈએ જીવતરનો સાથી છે, સર્જન ભજ રે મના પાનબાઈ (ગંગાસતીના શિષ્યા) ૧૪૩૮ (રાગ : ચલતી) ઊલટ સમાવ્યા સૂલટમાં ને, સુરતા ગઈ શૂનમાંય રે; ભાળી સ્વામીની ભોમકા ને, હરિ જોયા અખંડ મીતમાંય રે. ધ્રુવ ભાઈ રે ! આવરણ ઉપાધિ મટી ગઈને, હવે થયો છે આનંદ રે; બ્રહ્મ ભાળ્યા એકતારમાં ને, ત્યારે તૂટયો પ્રપંચનો ફંદ રે. ઉલટ૦ ભાઈ રે ! અવિનાશી મેં અખંડ જોયા ને, જ્યાં નામ રૂપનો નાશ રે; સચ્ચિદાનંદ પૂરણ સદા સ્વામીને, તેને જોઈને થયો ઉલ્લાસ રે. ઉલટo રામ નામકો આળસી, ભોજનકોં હુશિયાર; તુલસી એસેં નરનોં, બાર બાર ધિક્કાર. || ૮૮૦ ભાઈ રે ! અવાચપદ અખંડ અનામી ને, તેને જોઈ થયો ઉલ્લાસ રે; ‘ગંગાસતી’ પ્રતાપે પાનબાઈ બોલિયાં ને, કીધો મૂળ અવિધાનો નાશ રે. ઉલટ ૧૪૩૯ (રાગ : કલાવતી) સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે, થયો પાનબાઈને અફ્સોસ રે; વસ્તુને વિચારતાં આનંદ ઊપજ્યો, મટી ગયો મનનો સર્વ શોક રે. ધ્રુવ અંતર બદલ્યું નિર્મળ થઈને બેઠાં, સંકલ્પ સમાણો ચેતનમાંય રે; હાણ ને લાભની મટી ગઈ કલ્પના, બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહી રે. સતી જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળ્યા, રસ તો પીધો અગમ અપાર રે; એક નવધા ભક્તિને સાધતાં, મળી ગયો તુરીયામાં તાર રે. સતી એટલામાં અજોભા આવિયા, તેને કરાવ્યો સત્સંગ રે; ગંગાસતી પ્રતાપે ‘પાનબાઈ' બોલિયાં રે, હવે કોણ ચડાવે પૂરણ રંગ રે. સતી પ્રિયકાંત મણિયાર તેમનો જન્મ વિરમગામમાં તા. ૨૪-૧-૯૨૭ના રોજ અને અવસાન તા. ૨૫-૬-૧૯૭૬ના રોજ થયો હતો. તેમનું મૂળ વતન અમરેલી હતું. ૧૪૪૦ (રાગ : લાવણી) આ નભ ઝૂક્યું તે કાનજી ને, ચાંદની તે રાધા રે; આ સરવર જળ તે કાનજી ને, પોંયણી તે રાધા રે. ધ્રુવ આ બાગ ખીલ્યો તે કાનજી ને, લહેરી જતી રે રાધા રે; આ પર્વત શિખર તે કાનજી ને, કેડી ચડે તે રાધા રે. આ આ ચાલ્યા ચરણ તે કાનજી ને, પગલી પડે તે રાધા રે; આ કેશ ગુંથ્યા તે કાનજી ને, સેંથી પૂરી તે રાધા રે. આ આ દીપ જલે તે કાનજી ને, આરતી તે રાધા રે; આ લોચન મારા કાનજી ને, નજરૂં જૂએ તે રાધા રે. આ હરિ ભજ્યો હક બોલવો, દોનો બાત અવલ; તુલસી વાંકો રહત હે, આઠોં પહર અમલ. ૮૮૧ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy