________________
પ્રભાશંકર કવિ
૧૪૩૪ (રાગ : છપ્પા)
|| - નહિ પરનારી નેહ, દેહ તેની નહિ દુખે, નહિ પરનારી નેહ, સદા તે રહે છે સુખે. નહિ પરનારી નેહ, પ્રભુ છે તેની પાસે, નહિ પરનારી નેહ, ભાવ તેનો સત ભાસે,
આર્યો- નહિ પરનારીના નેહથી, કલંક કંઈ લાગે નહીં; કહે પ્રભાશંકર પ્રેમશું, તે સ્વર્ગમાં જાએ સહી. છપ્પા - નાવે નિદ્રા નામ, કામ એકે નવ સૂઝે,
નાવે નિદ્રા નામ, ભજન ભાવે નહિ બૂઝે,
નાવે નિદ્રા નામ, ચિત્તમાં ચિંતા ચાલે, નાવે નિદ્રા નામ, મગન મનમાં નહિ માલે,
આર્ય - વળી નાવે નિદ્રા નામને, અસુખમાં આઠે ઘડી;
કહે પ્રભાશંકર પ્રેમશું, પરનારી નેહે નડી. છપ્પા - પરનારીનો સંગ રંગમાં ભંગ પડાવે, પરનારીનો સંગ અંગને આળ ચડાવે, પરનારીનો સંગ ઢંગ ઢાંક્યો નવ રાખે, પરનારીનો સંગ ભંગ મુખમાંથી ભાખે;
આર્ય - વળી પરનારીના સંગનો, રંગ રાવણને જાગિયો, કહે ‘પ્રભાશંકર' પ્રેમશું, લંકાગઢ તો લાગિયો.
૧૪૩૫ (રાગ : મેવાડા)
મારૂં રે મન, પણ મારૂં કહ્યું નવ કરે.
દેહ આ મારો માને ન મારૂં, અવળા ઉપાય આચરે; દેવ આતમા દેહમાં છે, પણ ફોગટ બીજે ફરે. મારૂં ત્રણ તાપવાળી સગડી રે જલતી, તેની વરાળું નવ નીસરે; બોલાવે બેઠો અંતરમાંથી તો, જીભ ન સારૂં ઉચરે, મારૂં
ભજ રે મના
કૃષ્ણ કૃષ્ણ સબહીં કહે, અયોધ્યા કે સબ કોય; તુલસી બ્રજમેં આયૐ, ક્યા રામસેં બૈર હોય.
८७८
ધ્રુવ
ઉપદેશ આપે અવરને પણ, પોતે નવ આચરે; ખોટી છે માયા, કાયા છે ખોટી, છતાં મોહ નહિ વીસરે, મારૂં
કામ અંગ આવે ને લાજ લોપાવે, તેમાં અંધ થઈ અનુસરે; દુનિયામાં ડા'પણ ડોળે પોતે, પણ સંયમ મન ના ધરે. મારૂં શાંતિનો ઉપદેશ સૌ કોઈને આપે, પોતે ક્રોધ કરે; સુખ અવરનું જોતાં જલતો, એની આંખલડી ન ઠરે. મારૂં દેવદુર્લભ દેહ દીધો તોય, આવી ઉપાધિ કાં કરે; ‘પ્રભાશંકર' પ્રભુ મનને બચાવો, તો બેડો પાર ઊતરે, મારૂં
પ્રભુલાલ દ્વિવેદી
૧૪૩૬ (રાગ : બાગેશ્રી)
આટલું તો આપજે ભગવન ! મને છેલ્લી ઘડી;
. ધ્રુવ
ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી.
આ જિંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગ્યો નહીં; અંત સમય મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી. આટલું
જ્યારે મરણશય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી,
શુદ્ધ ભાવ પરિણામ હો, ત્યારે મને છેલ્લી ઘડી. આટલું હાથપગ નિર્બળ બને ને, શ્વાસ છેલ્લો સંચરે;
ઓ દયાળુ ! આપજે દર્શન મને છેલ્લી ઘડી. આટલું
હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં, તું આપજે શાંતિભરી, નિદ્રા મને છેલ્લી ઘડી. આટલું અગણિત અધર્મો મેં કર્યાં, તન-મન-વચન યોગે કરી;
હે ક્ષમાસાગર ! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. આટલું અંત સમયે આવી મુજને, ના દર્મ ઘટ દુશ્મનો; જાગ્રતપણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી. આટલું
સબ સોનાકા નગર બન્યા, પારસમણિકી પોળ; તુલસી હરિકી ભક્તિ બિન, જમરા કરે ધમરોળ.
alpe
ભજ રે મના