________________
બાગેશ્રી બહાર દિપક
આજ તો હમારે ઘર ગોરે ગોરે મુખકો ગુમાન પ્રથમ મણિ કાર પરમ પ્રેમ પર બ્રહ્મ શંકર મહાદેવ દેવ સેવક
પ્રભાતભૈરવ
તાનસેના ૧૫૯૬ - ૧૬૮૫
૨૬૨ (રાગ : બાગેશ્રી) આજ તો હમારે ઘર, ભોળાનાથ આયે ! ધ્રુવ અંગમેં બિભૂતિ સોહે, ઓ મૃગછાલા; ગલેમેં સોહે રુદ્રમાળા, નાગ લિપટાયે. આજ સંગકી સાહેલી સબ, પૂછને લગી બાતાં; ધન્ય ભાગ્ય ગૌરી તેરો, શંભુ વર પાયે. આજ
હે ગુની ‘તાનસેન', સુનો બેજુ બાવરે; બુઢે બેલપે ચઢને વાલે, મોરે મન ભાયે. આજ
‘તાનસેન ” નામ તો બાદશાહ અકબરે આપેલું. તેમનું મૂળ નામ તો રામતનું. તે બ્રાહ્મણ કુટુંબમાં મુકન્દરામ પાને કે મકરંદ પાંડેના ઘરે જનમ્યા હતા. તાનસેના વિશે ચોક્કસ માહિતી ઓછી મળે છે, દંતકથાઓ વધારે છે. પાડેજીની પત્નીને સંતાનો જીવતાં નહોતાં, ગ્વાલિયરના પીર ઝરત મહમદ ગોસની દુઆથી પાડેજીને
ત્યાં રામતનું જખ્યા ને જીવ્યા. રામતનું વનમાં ગાયો ચરાવતા હતા અને સ્વામી, હરિદાસે તેમને જોયા. તેમની શક્તિ નિહાળી અને તેમને શિષ્ય બનાવ્યા. ૧૦ વર્ષની ઉંમરે રામતનું સ્વામીના પ્રિય શિષ્ય બની ગયા. ૧૦ વર્ષ સુધી સંગીતનો નિરંતર અભ્યાસ કરી, તેમાં નિપૂર્ણ થયા. માતાપિતાના મૃત્યુ પછી રામતનુ
ગ્વાલિયર રહ્યા.ગ્વાલિયરના મહારાણી મૃગનયની ઉત્તમ ગાયિકા હતા. મહારાણી પણ રામતનુ સાથે મળી ગાયન ગાતા અને સંભળાવતા. મહારાણીએ પોતાની શિષ્યા હુસેની સાથે લગ્ન કરવા રામતનુને સૂચવ્યું. હુસેની મૂળે બ્રાહ્મણી હતા. તેમના પિતાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો તેથી તે હુસેન હેવાયા.રામતનુને ચાર પુત્ર અને એક પુત્રી એમ પાંચ સંતાન થયા.રામતનુનું નામ બદલીને તેમનું મુસ્લિમ નામે મહમદ અતા અલીખાં રખાયું. રીયાના રાજાના દરબારમાં મહમદને સંગીતકાર તરીકે સ્થાન મળ્યું અને તેણે જ આ રામતનુને અકબરના દરબારમાં મોકલ્યો અને અકબરે તેમને તાનસેન નામથી નવાજ્યા. તાનસેન ધ્રુપદ શૈલીના ગાયક હતા. આજનું શાસ્ત્રીય સંગીત તેમની પરંપરામાંથી ઊતરી આવ્યું છે.
૨૬૩ (રાગ : બહાર) ગોરે ગોરે મુખકો ગુમાન છોડ બાવરે. ધ્રુવ જોબનકો લાલ રંગ, રૂપ માન હૈ પતંગ; કાળ કરે ભંગ સંગ, કોહુ નહીં આયગે. ગોરેo ધંવા જેસી કાયા તેરી, જાતહું ન લાગે દેરી; રોગ લેવે ઘેરી, પ્રાણ પલમેં ઊડ જાયેગે. ગોરેo અમૂલ મિલ્યો રતન, વિના હરિકે ભજન, ગુમાયો જો કરસે તો, ફેર કહાં પાયગે. ગોરેo હે ગુણી ‘તાનસેન' સુનો શાહ અકબર; બાંધ મૂઠી આયો જીવ , હાથ પસારી જાયને, ગોરેo પુરા સતગુરુ સેઇએ, સબ વિધિ પૂરા હોય આછે નેહ લગાય કે, ભૂલકું આપે ખોય
૧૫૦
તનકર, મનકર, વચનકર, દેત ન કાહુ દુ:ખ. કર્મરોગ પાતિક ઝરે, નિરખત સળુરુ મુખ |
ભજ રે મના
તાનસેન