SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ (રાગ : દેશી ઢાળ) જ્ઞાન ન ઊપજે ગુરુ વિના, કોટી સુણતાં કથાય જી; પારસ લખિયો પુરાણમાં, સુણતાં સોનું ન થાય છે. ધ્રુવ અંજન વિધાની ઔષધિ, આગળ કથી ગયા કોય જી; પાઠ કરે પૂરા પ્રેમથી, નિર્મલ નેત્ર ન હોય છે. જ્ઞાન કલ્પતરુને ચિંતામણિ, મોટો સુણિયો મહિમાય જી; દારિદ્ર ને જાય દીઠા વિના, જપતાં જુગ વહી જાય છે. જ્ઞાન મૃતકના મુખ આગળ, પઢીએ અમૃત પુરાણ જી; જરીએ ન થાયે જીવતું, જો જો વિચારીને જાણ જી. જ્ઞાન પોષણ આપે પળે પળે , ભેળો રહીં ભગવાન જી; એ પ્રભુને જો ઓળખે , જાતે હોય ગુણવાન જી. જ્ઞાન જૂની કથાઓ જે જગતમાં, તેનો સમજવો સાર જી; મહંત પુરુષ મળ્યા જેહને, પામ્યા તે નર પાર જી. જ્ઞાન સાત દા'ડા શુકદેવની, કથા સુણે સહુ કોય છે ; પરીક્ષિત મોક્ષ પામી ગયો, સમજ્યો લક્ષારથ સોય છે. જ્ઞાન માનો કહ્યું જો માનવો ! દેવ બુદ્ધિના દક્ષ જી ; ‘છોટમ’ પ્રભુ પદ પામવા, લેજો જ્ઞાનીનો લક્ષ જી. જ્ઞાન દિશા ભમેલો દેશ ન જાણે આપનો, પૂરવને તો પશ્ચિમ પરઠે તેહ જો; જડ પૂજે ને જડ આરાધે જડમતિ, નિજ આત્મા તો માને છે જડ દેહ જો. જ્ઞાન પાખંડીએ ભરમાવ્યા ભવ લોકને, કપટ કરીને બાંધ્યા મતને ગ્રંથ જો; વચને વાહ્યા જથે રાખવા જીવને, નેહ ભાવી કર્યું પ્રપંચે પંથ જો. જ્ઞાન હંસ-અંશની પ્રીછી નહિ પરનાળિકા, મનુષ્ય નામનો માન્યો મોટો મંત્ર જો; મૂળ-મહેશ-મૂર્તિની કીધી સ્થાપના, પંચ તત્ત્વનો ઊભો કીધો જંત્ર જો. જ્ઞાન શુભ કર્મ નર સ્વર્ગતણું સુખ ભોગવે, અશુભ કરે તે અધમ યોનિમાં જાય જો; લક્ષ ચોરાશી તનમાં જન તો , કોઈ કાળે તે જીવ બ્રહ્મ ના થાય જો. જ્ઞાન શુદ્ધ માર્ગ દેખાડે સર્વે મુમુક્ષને, ભાગ્ય-જોગથી મળે ખરા, ગુરુરાજ જો; અગાધ બોધ કરે જે શ્રુતિ માંહે કહ્યો, જન ‘ છોટમ' તે જનનાં સુધરે કાજ જો. જ્ઞાન ૨૬૧ (રાગ : જેતશ્રી) શ્રી અરિહંત છવિ લખિ હિરદે, આનદ અનુપમ છાયા હૈ, ધ્રુવ વીતરાગ મુદ્રા હિતકારી, આસન પદ્ધ લગાયા હૈ, દૃષ્ટિ નાસિકા અગ્ર ધાર મનુ, ધ્યાન મહાન બઢાયા હૈ. શ્રી રુપ સુધાકર અંજલિ ભર-ભર, પીવત અતિસુખ પાયા હૈ, તારન-રન જગત હિતકારી, વિરદ શચીપતિ ગાયા હૈ. શ્રી તુમ મુખ-ચન્દ્ર-નયન કે મારગ, હિરદે મહિ સમાયા હૈ, ભ્રમતમ દુ:ખ આતાપ નસ્યો સબ, સુખસાગર બઢિ આયા હૈ. શ્રી પ્રગટી ઉર સન્તોષ-ચન્દ્રિકા, નિજ સ્વરુપ દરશાયા હૈ; ધન્ય ધન્ય તુમ છવિ ‘ જિનેશ્વર', દેખત હી સુખ પાયા હૈ. શ્રી • જિનેશ્વર ૨૬૦ (રાગ : દેશી ઢાળ) જ્ઞાન વિના સાધન તે સર્વે ફોક છે, જપ-તપ-સાધન સર્વે સ્વપ્ર સમાન જો; જ્ઞાન વિના જગજીવન તે ક્યાંથી જડે ? અંધા નરને ભાસે નહિ કાંઈ ભાન જો ધ્રુવ નિજ ક્ત નવ જાણ્યા ભૂલ્યો આપને, મોહ-મધ વ્યાયું બહુ જેને મન જો; જેમ છે તેમ જાણ્યું નહિ, ભાંતિએ ભમ્યો, અવળો ચાલે કરે ઉપાસના અન્ય જો જ્ઞાન || તીરથ નાહે એક ફલ, સંત મિલે ફલ ચાર સદગુરુ મિલે અનેક ફલ, કહત કબીર વિચાર ભજ રે મના ૧૫ સાત સમુંદરકી મસી કરુ, લેખિન કરું વનરાઈ સબ ધરતી કાગજ કરુ, ગુરુ ગુન લિખા ન જાય (૧૫) કવિ છોમ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy