________________
ભૂપ સ્વમમાં થયો ભિખારી, ઘર ઘર હીંડે ભમતો; જાગ્યો ત્યારે ગઈ આપદા, નિજાનંદમાં રમતો. સંશય૦ ઈશ્વરને જાણે સુખ એવું, બંધન સઘળું જાયે; જન “છોટમ' સદ્ગુરુ કરુણાએ, જો સીધું સમજાયે. સંશય૦
૨૫૫ (રાગ : દરબારી) સમજણ સાધન સાચું, સરવ થકી સમજણ સાધન સાચું; બિન સમજે કરે તે કાચું, સરવ થકી સમજણ સાધન સાચું. ધ્રુવ કાષ્ટને મથતાં અગ્નિ ન પ્રગટે-તાને પડે જો ટાઢો; દૂધમાં જામણ સમજીને નાખો, તો દહીમથી માખણ કાઢો. સમજણo રજુને ઠામે ભુજંગ ભાસે, તે સમજે સંકળ ભય ભાગે;
સ્વપ્ત વિષે જેમ સિંહ ડરાવે, પણ ભય ન પામે જે જાગે. સમજણ સૂઝ-સમજ એ અંતરચક્ષુ ! ગુરુગમે ઉઘડે જ્યારે; આપણું આપ ને રૂપ પ્રભુનું, જાણે જયારથ ત્યારે સમજણ સન્મુખ વૈકુંઠ સમજે તેને , અણસમજુને આધે; કરમ કરે ને કાયાને કષ્ટ ! તેણે ભરમ નવે ભાગે. સમજણ સાગર ગોપદ તુલ્ય દીસે, અને ગગન ગુંજાવત થાયે; જન ‘છોટમ' એ સમ જાણે, જો ગુરુ હાથ હાયે. સમજણ
- ૨૫૭ (રાગ : ભૈરવી) હરદમસે હરિ ભજ લે બંદા, ભૂલે મત ગાલ ગંદા. ધ્રુવ એહમેં તોલ ન મોલ જગતમેં, સો મિથ્યો ખોવે મંદા. હરદમ એ દમમેં હરિહર-અજ રહેના, એ દમમેં સૂરજ-ચંદા. હરદમ એ દમમેં ગંગા ઔર જમુના, શારદ ઔર સક્લ છંદા, હરદમ એ દમ માંહી હંસ બિરાજે, પ્રગટ કરે પરમાનંદા. હરદમ બુદ્ધિ હંસી આતમ હંસા, બાવન અક્ષર બોલંદા . હરદમ કહે ‘છોટમ' યહી ભેદ સમજકે, ભજ ભગવંત કરુણાનંદા . હરદમ
ધ્રુવ
૨૫૬ (રાગ : માંડ) સંશય શમિયા રે જ્ઞાન પામિયો જ્યારે. સદ્ગુરુ સમરથ ઉર ઉપકારી, સાન કરી સમજાવ્યું, અજાણપણામાં દૂર દેખાતું, તે પાસે પરખાવ્યું. સંશય૦ સર્વ પદારથ જડ છે, તેથી ચેતન ભિન્ન કહાવે; આઠે આવરણરહિત અગમ ઘર, પૂરા ગુરુથી પાવે. સંશયo જનક સનક શિવ શેષ સભાજન, જેનો જાપ જપે છે; કોટિ અંડ ઉપજેલા અંતે, જેમાં જાઈ શમે છે. સંશયo પોતાને કંઠે મણિ પોતે, ભૂલીને જ્યમ શોધે; જાણ્યું ત્યારે થયું જથારથ, સદ્ગુરુ કેરે બોધે. સંશય૦
સંત બડે પરમાર્થી, શીતલ વાંકો અંગ.
તપત બુજાવે ઔર કી, દે દે અપનો રંગ | ભજ રે મના
૨૫૮ (રાગ : કેદાર) હે રસના ! જશ ગાને હરિના, સફળ કરી લે વાણી રે; વિધા વિનય વિવેક વિચારી, વિશ્વભર વખાણી રે. ધ્રુવ અમથી શું અપશબ્દ ઉચ્ચારે ? લુખી સઘળી લવરી રે; છીંદ્રગ્રહી પર નિંદા કરતાં , તું નથી રહેતી નવરી રે. હે રસના સારો મારગ સત્ય ધર્મનો, આડું બોલી ઉચ્છેદે રે; તે રસના તલવાર તુલ્ય છે, કીર્તિ કવચને ભેદે રે. હે રસના પાપ-તાપ-સંતાપ શમાવે, તન-મન શીતળ કરતી રે; ધન્ય જીભ તો તેને કહીએ, વાણી વિમળ ઉચ્ચરતી રે. હે રસના દીનદયાળુ દયાનિધિ કેરા , જે જીલ્લા ગુણ ગાશે રે; કહે ‘છોટમ' કુળ કોટિક તેના, પ્રીતે પાવન થાશે રે. હે રસના
સંત મિલનકો જાઈએ, તજ માયા અભિમાન જ્યોં જ્યાં પાવ અંગે ધરે, કોટિ યજ્ઞ ફલ જાના ૧૫૫)
કવિ છોમ