________________
૨૫૨ (રાગ : દેશી ઢાળ)
શું શોધે, સજની ? અંતર જોને ઉઘાડી; તને શું સમજાવે દા'ડી-દાડી રે.
ધ્રુવ
ગુરુગમ કૂંચી કરમાં લઈને, ઊઘડે અજ્ઞાન તાળું; આજ્ઞાચક્રની ઉપર જોતાં, ત્યાં થાશે અજવાળું રે. શું નિર્મળ નૂર નિરંતર વરસે, મહા મનોહર મોતી; અનહદનાદ અહોનિશ બાજે, જળહળ દરસે જ્યોતિ રે. શું ઓકાર નાદ અહોનિશ થાયે, ચિદાનંદ નિધિમાંથી; સોહ-પ્રકાશ કરે રગ રગમાં, ગુરુ વિના એ ગમ ક્યાંથી રે ? શું તે પ્રકાશથી તુજને જડશે, સુંદર સ્વરૂપ તારું; ‘છોટમ' તેનો કર્તા જાણે, તો ઊપજે સુખ સારું રે. શું૰ ૨૫૩ (રાગ : મંદાક્રાંતા છંદ)
સત્ય નહિ તે ધર્મ જ શાનો ? દયા વિના શું દામ જોને ?
મન વશ નહિ તે તપ જ શાનું ? શીલ વિના શું સ્નાન જોને ? ધ્રુવ
ભાવ વિના તે ભક્તિ શાની ? ભક્તિ વિના શું જ્ઞાન જોને ? પ્રીતિ હોય તો પડદો શાનો ? ધૈર્ય વિના શું ધ્યાન જોને ? સત્ય૦ સદ્ગુણ નહિ તે સાધુ શાનો ? તૃષ્ણા ત્યાં શો ત્યાગ જોને ? જ્ઞાન વિના તે ગુરુજન શાનો ? કંઠ વિના શો રાગ જોને ? સત્ય૦ ભ્રાંતિ રહી તે અનુભવ શાનો ? સાચી ન મળે શોધ જોને ! ધરમ બ્રહ્મની કથા ન જાણે, તેને શાનો બોધ જોને ? સત્ય પ્રતાપ નહિ તે પ્રભુતા શાની ? સિદ્ધિ વિના શો સિદ્ધ જોને ? દૈવત નહિ તે દેવ જ શાનો ? રાંકપણે શી રિદ્ધિ જોને ? સત્ય
વિનય વિના તે વિદ્યા શાની ? દામ વિના શું દાન જોને ? નીર વિના તે નવાણ શાનું ? ધણી વિના શું ધામ જોને ? સત્ય૦
ભજ રે મના
પારસ ઔર સંતમેં, અંતર બડો હૈ જાણ વો લોહા કંચન કરે, સંત કરે આપ સમાન
૧૫૨
કહ્યું કરે તે કવિજન શાનો ? શૌર્ય વિના શો શૂરો જોને ? સાચજૂઠનો કરે નિવેડો, તે તો પંડિત પૂરો જોને ! સત્ય
સર્વગામિની સતી ન કહીએ, લક્ષ વિના શી ટેક જોને ?
સાચજૂઠની કિંમત ન કરે, છળમાં પાડ્યા છેક જોને ! સત્ય સાચા પ્રભુને જે નવ શોધે, તે નર કહીએ કાચા જોને ! કહે ‘છોટમ' નિર્ધાર કરી લે, વેદતણી એ વાચા જોને ! સત્ય
૨૫૪ (રાગ : ધોળ)
સદા પ્રભુ પ્રેમનો છે સંગી રે, નવધા ભક્તિતણો એ રંગી. ધ્રુવ આકાશતણો એ વાસી રે, રહ્યો અગણિત અંડ પ્રકાશી રે;
પ્રેમે ભક્તને આવ્યો છે ભાસી, સદા પ્રભુ પ્રેમનો છે સંગી રે. સદા રવિકિરણ જેમ કમળ વિકાસે રે, એમ પ્રેમે લહે પ્રભુ પાસે રે; ભવરોગ સમૂળો નાસે, સદા પ્રભુ પ્રેમનો છે સંગી રે. સદા૦ લોહચુંબકનો ગુણ પામી રે, એની સુરતા તે ઉત્તર સામી રે; જીવને જણવે છે અંતરજામી, સદા પ્રભુ પ્રેમનો છે સંગી રે. સદા૦ દૂરદર્શક યંત્ર સહાયે રે, છેટે હોય તે પાસે જણાયે રે; એમ પ્રેમે પ્રભુ નિરખાય, સદા પ્રભુ પ્રેમનો છે સંગી રે. સદા નેત્રે જોવામાં જે નવ આવે રે, સૂક્ષ્મદર્શક તે દર્શાવે રે; એમ પ્રેમ તે ઈશ ઓળખાવે, સદા પ્રભુ પ્રેમનો છે સંગી રે. સદા૦ વીજળી-તારમાં વાત જણાયે રે, પ્રેમે લક્ષ લાગે પ્રભુ સાથે રે; હરિને મેળવે હાથોહાથ, સદા પ્રભુ પ્રેમનો છે સંગી રે. સદા૦ કહે ‘છોટમ’ સાધન અન્ય રે, નવ આવે પ્રેમ સમાન રે; આઠે પહોર એથી રહે ધ્યાન, સદા પ્રભુ પ્રેમનો છે સંગી રે. સદા૦
એક ઘડી આધિ ઘડી, આધીમે પૌની આધ તુલસી સંગત સાધી, કટે કોટી અપરાધ
૧૫૩
કવિ છોટમ