________________
અજબ ખુમારી અભુત ભારી, બ્રહ્મ વિશે જઈ ભડે (૨); પિંડ બ્રહ્માંડની પાર રહ્યો, તે હંસ થઈ નીવડે.
રામરસ રોમે રોમે ચડે. મરજીવા તે મહારસ માણે, તેથી નહિ કાંઈ બગડે (૨); જન ‘છોટમ' એવા જન મળતાં, ભાગ્ય ભલાં ઉઘડે.
રામરસ રોમે રોમે ચડે.
૨૪૯ (રાગ : ધોળ) રસિયા હોય તે રે, રસની રીતિ જાણે. - ધ્રુવ વણ જાણે તે જે ઉદાસી, દેહ દમી મત તાણે; મનની સાથે મથતાં મથતાં, કોઈક ઠરે ઠેકાણે. રસિયા રસિક શિરોમણિ જનનો નાયક, પ્રેમરસે બહુ રીઝે; આનંદમગ્ન અહોનિશ રમતાં, ભક્તિભાવથી ભીંજે. રસિયા અક્ષર ઘરથી વેગે આવે, આનંદ અર્ણવ લહેરી; રોમ રોમને કરે ઉજાગર, ચડે ખુમારી ઘેરી. રસિયા અણમેળું મન રહે મળીને, જો ગુરુ લક્ષ્ય લાગે; આ ભવ માંહી નહિ સુખ એવું, એને સોમે ભાગે, રસિયા આનંદરૂપ તે પરબ્રહ્મનું, એમ વેદ કહે છે; તે આનંદ સચરાચર માંહી, અગમ અગોચર રહે છે. રસિયા શોક-દુ:ખ જગરૂપે માયા, આનંદી અવિનાશી; જન ‘ છોટમ' વિરલા જન જાણે, જે ગુરુચરણ ઉપાસી. રસિયાઓ
૨૫૧ (રાગ : હુમરી) લોચન ! તું ભવમોચન પ્રભુને , ભાવ થકી જો ભાળી રે; દુર્જનનાં મુખ છે દુ:ખ દાયક, તેને દે તું ટાળી રે. ધ્રુવ ઇંદુ અર્કને પાવક વિધુત, જેને પ્રકાશે પ્રકાશ્યા રે; તેજ પ્રકાશ વડે વળી તુજને, ભલા પદારથ ભાસ્યા રે. લોચન જતન કરીને જેણે સરજ્યાં, અભુત શક્તિ એની રે; ઉત્તમ રૂપે એ નવ જોયો, શોધ કરી નહિ તેની રે. લોચન પ્રેમ આંસુએ જો નવ પલળ્યાં, હરિજન જોઈ નવ હરખ્યાં રે; સ્વારથ સારુ રાંક થઈ રોયો, નિંદિત કારજ નિરખ્યાં રે. લોચન નીતિ મારગ જોઈ ચાલવા. ભલી ભલી વિધા ભણવારે; સરજનહારે તમને સરજિયાં, ગુણ ઈશ્વરના ગણવા. લોચન આનંદ-સાગર બ્રહ્મ ઓળખો, એ ઉપદેશ અમારે રે; કહે ‘છોટમ' માની લ્યો નિશ્ચય, સફળ થાય જનમારો રે, લોચન
૨૫૦ (રાગ : તિલંગ). રોમે રોમે ચડે રામરસ, રોમે રોમે ચડે. પીતાં પૂરણ અનુભવ પ્રગટે, અનંત નેત્ર ઉઘડે; દ્વાદશ અંગુલ ભરી પીએ, તો નવી સૃષ્ટિને ઘડે.
રામરસ રોમે રોમે ચડે. સુંઘે તેને સ્વરૂપ દરસે, પાછો ભવ ના પડે (૨); આપે નિર્ભય સઘળે વર્તે, જો જિલ્લાએ અડે.
રામરસ રોમે રોમે ચડે.
ગુરુદેવ જનની જનક રુ સંબંધિ બંધુ, પૂરન અત્યંત સુખ ગુરુહ્સે પાયો હૈ, નાસિકા બદન જૈન દીને ગુરુ દિવ્ય નૈન, શોભિત શ્રવન દેકે શબ્દ સુનાયો હૈ; દિયે ગુરુ કરપાવ શીતલતા શિષ્યભાવ, ગુરુરાય પિડઠું મેં પ્રાણ ઠહરાયો હૈ, કહત હૈ બ્રહ્માનંદ કંદ સુખ દયા સિંધુ, ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હૈ.
ગુરુ ગોવિંદ દોનો ખડે, કીસકો લાગુ પાયા બલિહારી ગુરુ દેવ કો, જિન ગોવિંદ દયો બતાય.
ગુરુ મિલા તો સબ મિલા, ના તો મિલા ના કોય માતા-પિતા સુત બાંધવા, યે તો ઘર ઘર હોય
૧૫૧
ભજ રે મના
'૧પ૦)
કવિ છોમ