________________
એમ વિચારી તત્ત્વ ઓળખો, સદ્ગુરુ કરજો સાચા જોને; ઢોંગી દેખી જો ધુતાશો, તેથી રહેશો કાચા જોને. ભરમેo કાચા રહીને કુકર્મ કરશો, જાશો જમને હાથ જોને; કંઠીવાળા કોરે રહેશે, કોઈ ન આવે સાથ જોને. ભરમેo જ્ઞાની ગુરુને શરણે રહીને , કરજો તત્ત્વવિચાર જોને; ‘છોટમ' સરજનહાર ભજીને, સુખથી પામો પાર જોને. ભરમેo
અલર્ક અર્જુન ને બળિ, વિભીષણ ને વિદૂરજી; ભીમ પરીક્ષિત ભૂપતિ, ઉદ્ધવ ને અક્રૂરજી. ભક્તિo રાજનીતિમાં સૌ રહ્યા, કહાવ્યા મોટા મહંતજી; ધર્મ પાળ્યો. ધરણ વિષે સર્વ શિરોમણિ સંતજી. ભક્તિo ઈશ્વર લીધા ઓળખી, સાચા સરજનહારજી; અન્યનો જે કરે આશરો, ભક્તિ તે વ્યભિચારજી. ભક્તિo અનન્યપણે રે ઉપાસના, એક દેવ અખંડજી; બીજાં સાધન સૌ પાંગળાં, પૃથ્વીમાંહીં પાખંડજી. ભક્તિo એવી ભક્તિનો આદર કરો, મોંઘો નરતન જાય જી; અળ ગયા તે અભાગિયા, જમને હાથે પીડાયજી. ભક્તિo સાચી ભક્તિ સુવિચારથી, કરી જાણે જો કોઈજી; હે ‘છોટમ' પ્રભુ પામશે, મહામુક્ત તે હોઈજી. ભક્તિ
૨૪૭ (રાગ : ધોળ) ભરમે ભૂલ્યા તે નર ભટકે, ઠરી ન બેસે ઠામે જોને; મન-વાણીનું મૂળ વિચારે, તે પૂરણપદ પામે જોને. ધ્રુવ પૂરણ કેરી પ્રભા ન તૂટે, અગણિત અંડ રચાય જોને; જેમ બીજથી વૃક્ષ બને છે, એ અદ્ભુત મહિમાય જોને. ભરમે અણુને આદે અખિલ જીવના, સરજે સઘળા ઘાટ જોને; એવા કરતા ને ઓળખાવે, ગુરુ કરવા તે માટે જોને. ભરમેo એ પદના જે હોય અજાણ્યા, તેથી ન સરે કામ જોને; વૈધ ઔષધિ જો નવ જાણે, કેમ કરશે આરામ જોને ? ભરમેo ઔષધ કેરું નામ સમરતાં, જનનાં દુ:ખ ન જાય જોને; હોય સજીવન મૂડી સાચી, તે સેવે સુખ થાય જોને. ભરમે
૨૪૮ (રાગ : માંડ) મનનો મરમ જ જાણે, ચતુર નર મનનો મરમ જ જાણે ! ઠીક સમજીને રાખે ઠેકાણે, મનનો મરમ જો જાણે. ધ્રુવ જળ મધ્યે મચ્છ જેમ રમે છે, મગન થઈને મહાલે; વિષયવારિમાં મગ્ન થઈને, ચારે દિશાએ ચાલે. ચતુર જેવું પંખી ઊડે આકાશે, જ્યાં સુધી ગતિ જેની; વાતાવરણથી વિશેષ જવાની , આગળ ગતિ નથી તેની. ચતુર મનના રચેલા જે જે પદારથ, ત્યાં સુધી મન જાશે; મનની પાર મુકંદ બિરાજે, ત્યાં જાતાં લય થાશે. ચતુર જ્ઞાનીનું મન જાય બ્રહ્મમાં, વિષયીનું વિષયે ભમે છે; ભક્તતણું ભગવંત ભજનમાં, રાત-દિવસ રસ લે છે. ચતુર નીતિવાળા જનનું મન નિશ્ચલ, નીતિ ત્યજી નવ ડોલે; ફાટેલા મનના જીવ ફ્રાણા , બે 'કલા સરખું બોલે. ચતુર પંચ વિષયનો સઘળો પસારો, તે ઉપર મન દોડે; ‘છોટમ' સહજ સ્વરૂપ વિચારે, મનની અવિદ્યાને છોડે. ચતુર
શુદ્ધ ચેતન ઉર્જવલ દરવ, રહ્યો કર્મ મલ છાયા
| તપ સંયમ સે ધોવતાં, જ્ઞાનજ્યોતિ બઢ જાય. || ભજ રે મના
૧૪૮)
|| ગુરુ મિલા તબ જાનિકે, મિટે મોહ તન તાપ હર્ષ શોક વ્યાપે નહિ, તબ ગુરુ આપે આપ
૧૪૯)
કવિ છોમ