________________
ધ્રુવ
૨૪૩ (રાગ : ધોળ) પ્રભુનો મારગ સૌથી સહેલો, એક અટપટું એમાં જોને; નિર્મળ મન પોતાનું કરવું, જ્યોતિ પ્રકાશે જેમાં જોને. ધ્રુવ ધનુર્વેદીની જેવી ધારણા , અઘરી જાણશે એમાં જોને; હેઠે તાકે ઉપર વધે, ખરી ચાતુરી તેમાં જોને. પ્રભુનો૦ ભૂમિ ઉપર તો ભૂચર ચાલે, એમાં વિજ્ઞ અનંત જોને; બ્રહ્મપંથ તો છે ખેચરનો, ચાલી શકે કોઇ સંત જોને. પ્રભુનો૦ અનુભવ આંખ સૂરતની સીડી, સંગુરુ હોય સહાય જોને; કહે ‘છોટમ' જો સાધક સાચો, બ્રહ્મધામમાં જાય જોને. પ્રભુનો
૨૪૫ (રાગ : માંડ) પ્રેમીજન આવો રે, પ્રેમ સુધારસ પીવા. અગાધ જળમાં મોતી માટે, જ્યમ પેસે મરજીવા; જળહળ જ્યોતિ પ્રગટ પ્રભુ દીસે, રોમ રોમમાં દીવા. પ્રેમી અંતરજામી સહુમાં વ્યાપક, અંતરમાં ઓળખાશે; જડતા જાળ જનમની જાશે, પાતક પ્રલય જ થાશે. પ્રેમીઓ રાગાદિક જે દોષ હોય તે, ભક્તિભાવથી ભાગે; કુદરતની રચના દેખીને, ઉગ્ર જ્ઞાન ગુણ જાગે. પ્રેમી જપ-તપ-જોગ-જાગ-વ્રત-તીરથ, પંચદેવની સેવા; તેણે તો કાંઈ પ્રભુ નવે રીઝ, પ્રેમલક્ષણા જેવા. પ્રેમી સહુ શૃંગાર સુંદરી પહેરે, હોય કુલક્ષણ જેને; સાચા સ્નેહ વિના કો'કાળે, કંથ નહિ વશ તેને પ્રેમી અંતર લક્ષ પ્રેમ-પ્રભુ સાથે, એક પલક નવ ભૂલે; જન ‘છોટમ' તે સાચા પ્રેમી, પ્રેમ-હિંડોળે ઝૂલે. પ્રેમી
૨૪૪ (રાગ : દેશ) પૂરા અંશ પ્રભુના હશે , જ્ઞાન તો તેના ઘટમાં જશે. ધ્રુવ રાજચિહ્ન હોય જેને અંગે, તે કરણી મન વસે; હજાર જણની મધ્ય હાથણી , કળશ ઢોળવા જશે. જ્ઞાન સરખો સૂરજ સઘળે છે, પણ નેત્રે જોયો જશે; પ્રાયઃ પંખીનું બચ્યું હોય, તો તે જ પાંખ પામશે. જ્ઞાન સિંહતણું પયપાન કરે, જે પુત્ર સિંહનો હશે; જરે નહિ બીજી જાતિને, કોઈ પ્રકારે કશે. જ્ઞાન પાવક દેખી ડરતા પ્રાણી, સર્વે કોરે ખસે; ધગધગતા અંગારા હોય, પણ ચકોર ખાવા ઘસે. જ્ઞાન કહે “છોટમ' અનુભવી એક જ, કોટિ મનુષ્યમાં વસે; સૂરજ જેવો સૂરજ નહિ, પણ દીવે દીવો થશે. જ્ઞાન
૨૪૬ (રાગ : દેશી ઢાળ) ભક્તિ મારગ સહુથી ભલો, ચાલે કોઈ ચતુરજી; હરદમ હરિ નવે વિસરે, ભાવ રહે ભરપૂરજી. ધ્રુવ ચાલ ન ચૂકે ચિત્તથી, અચળ એવી છે ટેક જી; નિમિષ ન ભૂલે નાથને, જેનો વિમલ વિવેકજી. ભક્તિ સત્ય ધર્મ શીલ શોભતું, નિર્મળ પુણ્ય પવિત્રજી; દ્વેષ નહિ કોઈ લોક શું, માને સર્વને મિત્રજી. ભક્તિo ધ્રુવ અંબરીષ પ્રહલાદને, જુઓ જનકવિદેહજી; ચિત્રકેતુ ચંદ્રહાસ છે, ભળ્યા ભક્તિમાં તેહ જી. ભક્તિ
કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ || જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ || (૧૪)
કવિ છોમ
હૈ કહું તો હૈ નહી, નહી કહું તો હૈ હૈ ઔર નહિ કે બીચમેં, જો કછુ હૈ સો હૈ ||
૧૪છે
ભજ રે મના