________________
જ્ઞાન , ઈન્દ્રિય અને મન વડે, કૃત્ય જે જે કરવું; માઠું કરતાં, મન વિશે ઈશ્વર થકી ડરવું. નથી પ્રાણી તણાં પુણ્ય-પાપનું, જેના હાથમાં પાનું; સાક્ષી સરવે કર્મનો, તેથી ક્યમ રહે છાનું? નથી. હુકમ હરિનો શિર ધરી, કામ સઘળાં કરીએ; ‘છોટમ' તેની કૃપા થકી, ભવસાગર તરીએ. નથo
૨૪૦ (રાગ : બંગાલ ભૈરવ) ધરા પર ધર્મગુરુ એવા રે, કપટથી ફ્ર રચે કેવા રે ! ધ્રુવ શ્રુતિ તણો સિદ્ધાંત ન ભાખે, વિષયકથાઓ વાંચે; જાર ભાવમાં મગ્ન થઈને, પાપકર્મ સાચે રે. ધરા મહારાજામાં મુખ્ય મનાવા, ઢોંગ કરે મોટા રે; મંત્ર જંત્ર મોહનવિધાના, ખેલ કરે ખોટા રે. ધરાઇ કંઠી બાંધી કુકર્મ તજવાં, એવું ના ભાખે; પશુ સમા માનવને ધૂતી, રુ ફાંદે નાખે રે. ધરાવે સેવન્ને શિક્ષાની નીતિ, કોઈ નથી કહેતાં; નિંદાખોરી કરી નકારા, મૂકે છે વહેતા રે. ધરાવે સઘન સેવકી સારી જોઈને, કર્મ કરે છાને; કહે ‘છોટમ' એવા ગુરુઓથી, કાજ સરે કોનું રે ? ધરાવે
૨૪૨ (રાગ : માંડ). પ્રભુ તને પ્રસન્ન તે એમ થાયે, જો તું સાચો મારગ સા'યે. ધ્રુવ એક ટેક ગુરુવચન પાળીને , સેવા સમરણ કરીએ; ગુણવંતા થઈ હરિગુણ ગાતાં, કોય થકી નવું ડરીએ. પ્રભુત્વ કુળ કુટુંબ ને સગાં સહોદર, સરવે સ્વારથ સારું; અંત સમે કોઈ કામ ન આવે, ભજન કરે તે વારુ. પ્રભુo ઉપર શુદ્ધિ થાય સ્નાનથી, મન શુદ્ધ થાયે જ્ઞાને; બાહ્યાભ્યતર રહે નિર્મળો, કરતા પ્રભુને ધ્યાને. પ્રભુo ભૂખ્યા જનને ભોજન દેવું, તરસ્યા જનને પાણી; કોઈ પ્રાણીને દુ:ખ ન દેવું, અંશ પ્રભુના જાણી. પ્રભુ સાચા સ્નેહીં હોય હરિના, તેને સંગે રહીંએ; પરપંચી પાખંડી જનમાં, કહે ‘છોટમ' નવ જઈએ. પ્રભુo
૨૪૧ (રાગ : રામકી) નથી રે અજાણ્યું નાથનું, જે છે અંતરજામી; તું નથી કહેતો તેહને, એ છે તુજમાં ખામી. ધ્રુવ વ્યાપક સઘળા વિશ્વમાં, જોને શક્તિ છે જેની; અણુએ અજાણ્યું નવ રહે, અદ્ભુત ગતિ છે એની. નથo વીજળી કેરા તારમાં, વાત જાય છે વહેલી; જાણ શક્તિ જગદશની, જાણવે કરતા પહેલી. નથી. જીવનદોરી જીવ કેરી, છે જગદીશને હાથે; પ્રાણીમાત્રના પિંડની, જાણ્ય સઘળી સાથે. નથી આપણે અંગે જે અડે, મન ઝટપટ જાણે; સહુનાં મનનું શ્રીહરિ, પરખે એ જ પ્રમાણે. નથી.
કલા બહત્તર પુરુષકી, તામેં દો સરદાર
| એક જીવકી જીવિકા, એક જીવ ઉદ્ધાર || ભજ રે મના
૧૪૪)
વિધિ ન નિષેધ કછુ ભેદ ને અભેદ પુનિ, ક્રિયા સો કરત દીસે, ચૂંહી નિત પ્રતિ હૈ, કાહૂકું નિદ્ રાખે, કાહૂકું તૌ દૂર ભાગૈ, કાત્સું નેરે ન દૂર, ઐસી જાફી મતિ હૈ; રાગત્ ન દ્વેષ કોલે, શોક ન ઉછાહ દોઉ, એસી વિધિ રહૈ કહું, રતિ ન વિરતિ હૈ, બાહિર વ્યોહાર ઠાને મનમેં સ્વપન જાનૈ, સુંદર જ્ઞાનીકી કછુ, અભુત ગતિ હૈ.
વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવૈ વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજે, અનુભૌ યાકો નામ ૧૪૫
કવિ છોમ