________________
૨૩૭ (રાગ : ધોળ)
જે કોઈ હોય હરિના દાસ, તેના ઘટમાં હરિનો વાસ. ધ્રુવ હરિને, જે પોતાની પાસ;
ગુરુની દૃષ્ટ જુએ
મન વશ કર્યું હરિમાં વરતે, આઠ પહોર અભ્યાસ. જે કોઈ ગદ્ગદ્ કંઠે ગાય હરિગુણ, પ્રગટે પ્રેમપ્રકાશ; ચૌદ લોકમાં ચિત્ત ના ગોઠે, કરે ન કોઈની આશ. જે કોઈ
જેવું લોહ ઘરે પાવકમાં, લોહમાં પાવકવાસ;
એમ અહોનિશ રહે મળીને, હરિમાં હરિના દાસ. જે કોઈ હરિ હરિ રટણ નિરંતર તેને, સમરણ સાસ-ઉસાસ; ‘છોટમ' હરિથી ન પડે અળગા, જેમ પુષ્પમાં વાસ. જે કોઈ
ભજ રે મના
૨૩૮ (રાગ : છપ્પા – આર્યા છંદ)
જેમાં હોય વિવેક, સર્વમાં શોભા તેની, જમાં હોય વિવેક, કરે સહુ કીર્તિ એની; જેમાં હોય વિવેક, મનુષ્યમાંહી તે મોટો, જેમાં હોય વિવેક, બોધ તે ન કરે ખોટો. ડહાપણ વડપણ શાણપણ, વિવેકમાં સર્વે વસ્યું; કહે ‘છોટમ' સર્વે લોકમાં, નહિં વિવેક તે નરપશું. (૧) મોટી વસ્તુ વિવેક, ઈશ્વરે જેને આપી, સદ્ગુણ આવે સર્વ, પુરુષ તે હોય પ્રતાપી; શોભે વિદ્યા જ્ઞાન, વિવેકી જન મન સાચું, જેમાં નહિં વિવેક, કામ તેનું છે કાચું.
જ્ઞાની પંડિત ને ગુણી, નાતપતિ કે નરપતિ; ‘છોટમ' એક વિવેક વીણ, મનુષ્ય કહે મૂરખમતિ. (૨)
હમ તો જોગી મનહિ કે, તન કે હૈ તે ઔર મન કો જોગ લગાવ તો, દશા ભઈ કુછ ઔર
૧૪૨
હોય વિવેકી રાય, સર્વ તે દેશ સુધારે, સભા વિવેકી હોય, અનીતિ કરતાં વારે; ભણ્યો વિવેકી હોય, વચન સહુ તેનું પાળે, ગુરુ વિવેકી હોય, ધર્મ સાચો સંભળાવે. નાત જાત નરનારમાં, વિવેક ગુણ મોટો બહુ;
જ્ઞાન દાન સનમાન વિધિ, ‘છોટમ' તે સમજે સહુ(૩)
૨૩૯ (રાગ : બિલાવલ)
તું તો તારું આપ વિસારી, કાયાને હું કહે છે રે; જડ સંઘે જડ જેવો થઈને, કર્મભાર શિર લે છે રે. ધ્રુવ દેહ અશુદ્ધ મલિન મહાજડ, તું ચેતનઘન અળગો રે; લોહ ને અગ્નિ એક મળે જેમ, તેમ તું દેહને વળગ્યો રે. તું તો
હૃદયરૂપી સરોવર કહીએ, હંસ ચરે છે એમાં રે;
ભિન્ન ભિન્ન વૃત્તિદલ કહીએ, બુદ્ધિ પંકજ જેમાં રે, તું તો
હું કાર શબ્દે બહાર આવે, સકાર અંત લહીએ રે; પ્રાણ તણી વૃત્તિ છે ન્યારી, પ્રાણાત્મા હંસ કહીએ રે. તું તો ગુણનું બંધન છે ગુણ સુધી ગુણ તો ત્રિગુણ માયા રે; દેહરૂપ થઈ કર્મ કરે છે, તેથી ઊપજે કાયા રે. તું તો એ તો વાદળમાં અવરાયો, એવું કહે અજ્ઞાની રે; આવરણ છે પોતાની આંખે, અવળું લે છે માની રે. તું તો એમ બુદ્ધિ અજ્ઞાને ઘેરી, સત્ય સ્વરૂપ ના ભાસે રે; ‘છોટમ’ સે’જે મુક્તિ પામે, જો નિજ તત્ત્વ તપાસે રે. હું તો
જલમેં કુંભ કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની ફૂટા કુંભ જલ જલ હી સમાયા, યે તત્ત્વ જાને જ્ઞાની
૧૪૩.
કવિ છોટમ