________________
કર સતસંગ, અંગ હોય નિર્મળ, રંગ હૃદયમાં લાગે છે; કહે “છોટમ', ભગવંત ભજી લે, તો ભવનો ભય ભાગે જી. ચટપટo
૨૩૩ (રાગ : જિલ્લા કાફી) ગુરુગમસે ખેલો હોરી, મીટે મલિન વાસના તોરી. ધ્રુવ આસન મારી, સુરતા દ્રઢ ધારી, ત્રિકુટ ધ્યાન ધરો રી; સાસ-ઉસાસ શામસંગ ખેલો, નૈન અચલ ચિત્ત જોરી;
| ગગન ઘર જાઈ બસોરી. ગુરુo અનહદ નાદ મૃદંગ મોરલી, સુનકે સૂરત ચલી મોરી; કોટિ અનંગ અંગ પ્રતિ સોહે, ઐસે કિશોર-કિશોરી;
સંગ સખિયનકી ટોરી. ગુરુવ ઝળહળ જ્યોત ઉધોત કોટિ રવિ, અદ્ભુત ખેલ મચોરી; નીરખ સ્વરૂપ, દેવ સબ મોહે, વિનય કરત કર રી;
નિગમ જશ ગાત બહરી. ગુરુo પાર-અવાર નહિ હે જાકો, ગુરુગમ જાત ગ્રહો રી; જન ‘છોટમ' સદ્ગુરુ કરુણાસે, સો પ્રભુ દરસ ભયો રી;
દેહકો દોષ ગયો રી. ગુરુo
૨૩૫ (રાગ : બિહાગ) જા કે શિર પર સર્જનહાર, સો હિ નર કાયસે ડરે ? જૈસા કેસરી કેરા કુમાર, અભય બન બનમેં ફિ. ધ્રુવ બાળકકું વૈતાલ ડરાવે, જબ લગ સમજત નાહિ; બડા હુઆ સો બીક ન માને, મરમ લહે મને માંહી. સોહી ઇંડાકુ બહુ ડર ભૂચરકા, જબલગ પડદે પડિયાં; ગુરુ ગમ જ્ઞાને પદઈ ફૂટ્યા, જઈ ગગન ઘર અડિયાં. સોહીંo લોક-લાજ ડર બ્રહ્મ ભજનમેં, ના હાલ નર કું આવે; શૂરા પૂરા કોઈક વિરલા, ગુનપતિ ગુન ગાવે. સોહી સ્વાંગ સતીકા જબ હિ પહના, તન મન પતિ; દીના; ‘છોટમ' સદા રહી સેવામું, ત્રિભુવન મેં જશ લીના. સોહી૦
૨૩૪ (રાગ : દેશી ઢાળ) ચટપટ ચેત, હેત કર હરિશું, મરણ ભમે છે માથે જી; ધામ ધરા ધન, સુત ધણિયાણી, સેવક ના 'વે સાથે જી. ધ્રુવ હોય લાખ તે, રાખ બરાબર, તેમાં નહિં કાંઈ તારું જી; ધન સાંચ્યું પણ કર્મ ન સાંચ્યો, કાં જનમારો હારુ જી. ચટપટo કૂડાં કર્મ કર્યા કંઈ કોટી, દુર્મતિ દમડી માટે જી; પાપ પોટલાં પાસે લઈને , જાશો વસમી વાટે જી. ચટપટo મોટપણાનું માન ભરાયું, માટે કાંઈ ન સૂઝે જી; જમના કિંકર જોશો ત્યારે, થર થર કાયા દૂજે જી . ચટપટo
લિખા લિખી કી હૈ નહિ, દેખા દેખી બાત
દુલ્હા દુલ્હન મિલ ગયે, ફીકી પડી બારાત | ભજ રે મના
૧૪૦
૨૩૬ (રાગ : શિવકસ) જીને પિયા પ્રેમરસ પ્યાલા હૈ; અષ્ટપ્રહર આનંદ મગનમેં, ઘૂમત રહત મતવાલા હૈ. ધ્રુવ રોમ રોમમાં રહત ખુમારી, નિર્મલ નયન રસાલા હૈ. જીને૦ ગગનાકાર તાર ના તૂટે, નિરખત જ્યોતિ ઉજાલા હૈ. જીને૦ સ્થૂલ સૂક્ષ્મ કારણ પર મનવા, દેખત અભૂત પ્યાલા હૈ. જીને૦ એકમેવ અદ્વૈત હો રહા, દ્વતભેદ સબ ટાલા હૈ. જીને૦ ‘ છોટમ' સુખસાગર દર્શાવે, સો ગુરુ પરમ દયાલા હૈ. જીને૦
શ્વાસા કી કર સુમિરનિ, કર અજપા કો જાપ પરમ તત્વ કો ધ્યાન કર, સોહંગ આપોઆપ
૧૪૧
કવિ છોમ