________________
૨૩૦ (રાગ : દેશી ઢાળ)
કિંચિત્ કુસંગે રે બોધ બગડે ઘણો રે, પ્રત્યક્ષ તેનું છે પરમાણ; મણ દૂધ માંહે રે છાંટો પડે છાશનો રે, વળતી તેનાં બીજાં થાય વખાણ. ધ્રુવ અલ્પ અનાચારે રે નળને કલિ નડ્યો રે, ધૂતે દીધો પાંડવને વનવાસ; અસાધુને સંગે રે આવી પડે આપદા રે, વિષ જેમ કરે વપુનો વિનાશ. કિંચિત્ ગંગાજળના ઘટને રે મૂકે મદિરા વિષે રે, પછી તેને કોઈ ન માને પવિત્ર; પુંશ્ચલીની સંગે રે પળે જો પતિવ્રતા રે, ચારુ તેનાં કોઈ ના ગાય ચરિત્ર. કિંચિત્
સારો કોઈ સજ્જન રે ચાલે સંગે ચોરને રે, પાપીને પ્રસંગે પકડાયો જાય; ગાય સારી કોઈ દિન રે હરાયા સંગે હળે રે, બિચારીને ગળે ડેરો બંધાય કિંચિત્ બ્રહ્મચારી ભૂલે રે ભેટે કોઈ ભામિનીને રે, નિયમ તેના સઘળા નિષ્ફળ થાય; સંન્યાસીને સોનું રે અડે જ્યારે અંગમાં રે, વૃથા વેષધારી સમો કહેવાય. કિંચિત્ વેરાગી વનિતામાં રે જઈ ભેળો વસે રે, બાવાની તો બુદ્ધિનો થાય બગાડ; ભ્રષ્ટ થાય જોગી રે ભોગી ભેળો જો ભળે રે, ઝેરે જેમ જાય સમૂળું ઝાડ. કિંચિત્ બુદ્ધિને બગાડે રે નિંદા ચાલે લોકમાં રે, કહેવાય તેનું નામ કુસંગ, અફીણ પીએ રે ઝોકાં ખાય જાગતાં રે, રહે નહિ સારો શરીરનો રંગ. કિંચિત્ તે માટે તપાસી રે તનમનથી તો રે, ભજો એક ભક્તવત્સલ ભગવંત; *છોટમ' સંગ કરીએ રે સુજન તણો રે, ત્યાં મળે જ્ઞાની ઘણા ગુણવંત. કિંચિત્
૨૩૧ (રાગ : દેશી ઢાળ)
કોઈ મનમેળાપી હોય, તો મન કેરી કહીએ; બેદિલ જીવ શું મૌન ગ્રહી રહીએ રે ? ધ્રુવ મનમેળાપી મનથી ન મૂકે, એક ટેક હોય તેને; ગુરુનું જ્ઞાન ટકે અંતરમાં, ભાવ ભરુંસો દ્રઢ જેને રે, કોઈ
ભજ રે મના
મૈં રોવો યહ જગત કો, મોં કો રોવૈ ન કોય મોકો રોવૈ સો જના, જો શબ્દ વિવેકી હોય
૧૩૮
મરતાં સુધી મનથી ન મૂકે, તે કહીએ મન મેળું, હેત-પ્રીતિ હળમળ હરિરસમાં, દૂધ ને સાકર ભેળું રે. કોઈ બેદિલ જન તે હોય અધબળ્યા, સાંભળીને શઠ થાય; મતલબ સુધી મળતા રહે પણ, અવગુણ ઊલટા ગાય રે. કોઈ બે મેરનું બોલે તે બેદિલ, ભાવે ન ભજે કેને; આપણું લઈને કહે અન્યને, કુટિલપણું જેને રે, કોઈ કાગતણા કુટુંબી હોય, તે જનનાં ચાંદાં જુએ; ખરની આગળ ખાંડ ધરે, પણ ટેવ ઓખરની ન ખૂએ રે. કોઈ પરથમ પ્રેમ પરીક્ષા લઈને, હરિનું હારદ કહીએ; ‘છોટમ’ કલ્પવૃક્ષને કાપી, બાવળ ઝીંટવા ન જઈએ રે. કોઈ
૨૩૨ (રાગ : કાફી હોરી)
ખેલે પિયા ગેબ ગગનમેં હોરી, કહા જાની શકે મતિ મોરી ? ધ્રુવ આપ અરૂપ રૂપ બહુ સરજે, અંડ અનંત કરો રી; અખિલ જીવકું નાચ નચાવે, જાકે હાથમેં દોરી, ખેલે રૂપરંગ બહુ ભાંતિ ભાંતિકે, જુગલ-નારી નર જોરી; કાહુકી સૂરત એક સી ન આવે, અદ્ભુત ચાતુરી તોરી, ખેલે ખેલનહાર નજરમેં ન આવે, સબકી મતિ ભઈ ભોરી;
સોહ-સોહં શબ્દ હોત હૈ, ગુરુ ગમે જાતે ગ્રહ્યોરી, ખેલે
નેતિ નેતિ કહી નિગમ પોકારે, વિનય કરત કર જોરી;
‘છોટમ' ઐસે પ્રભુકું ન જાને, તાકી મતિ અતિ થોરી, ખેલે
જ્યોં તિલ ભીતર તેલ હૈ, જ્યોં ચકમક મેં આગ તેરા પ્રીતમ તુજમેં, જાગ સકે તો જાગ
૧૩૯
કવિ છોટમ