________________
૨૨૭ (રાગ : ઝીંઝોટી) હ્યા છે ગુરુ કરવા કેવા, પોતે તરે ન તારે તેવા. ધ્રુવ તુચ્છ કમનો ત્યાગ કરાવે, તેમાં નહિ કાર્ચ મનોવિકાર મટાડે શિષ્યના, તત્ત્વ કહી સાચું રે, કહ્યાંo પરબ્રહ્મનો પંથ બતાવે, મહા દુર્ગુણ ટાળે; સાચો બોધ શિષ્યને આપી, પ્રભુ સન્મુખ વાળે રે. કહ્યાંo સત્ય દયા ને શીલ નિરંતર, પ્રેમ થકી પાળે; જમપુરમાં જાનારા જનને, તે પાછા વાળે રે. કહ્યાંo વેદશાસ્ત્રનું જ્ઞાન શિષ્યને, કહે ઘણું સારું; કહે “છોટમ' એવા ગુરુ કરતાં , કામ સરે તારું રે. કહ્યાંo
૨૨૯ (રાગ : કટારી) કાયારૂપી નગરી રે, કીધી છે કોઈ કારીગરે; મને માની મારી રે, મિથ્યા અભિમાન ધરે. ધ્રુવ એક રોમ તારા અંગમાં જીવડા, તારું કર્યું નવ થાય, ધણી થઈને ધંધો કરે, પણ કર્મ કરી બંધાય; શિર પર સ્વામી રે, ડરતો નથી તેને ડરે. કાયા નવે દરવાજે અમલ મનનો, જાગ્રત માંહી જણાય, સ્વપ્ત થયું ત્યારે પરવશ પડિયો, સુખ-દુ:ખ સહેતો જાય; ભાન નથી રહેતું રે નિદ્રા માંહી જ્યારે ઠરે. કાયા આવું છતાં પણ આપ ન શોધે, ને કરે ઘણો અહંકાર, કુકર્મ કરી કરી કષ્ટ જ રહે છે, મૂઆ પછી જમમાર; વિચાર નથી કરતો રે, હું તે કોણ કેનો ખરે ? કાયા પોતાના ડહાપણ માંહી પામર પૂરો, ને પરધન હણવા પ્રવીણ, તત્ત્વવિચાર તારા ઉરમાં ન આવે, મૂરખ તું મતિહીણ; કહેણ નવે માને રે, કુટિલ મત આગળ કરે. કાયા જેની સત્તાએ મન મોજ માણે છે, તેની સત્તા ચૌદ લોક, તે પ્રભુને નથી પાસે પરખતો, પામે છે હરખ ને શોક; વિશ્વરૂપી વાડી રે, રચી છે એવી વિશ્વભરે, કાયા સૂબાપણું મન તુજને સોંપ્યું, ત્યારે પ્રીતે પ્રજાને પાળ, તને ઠગે જે સેવક તારા, તેને શોધીને ટાળ; ‘ છોટમ' સાધન કરી લે રે, જેથી ભવસિંધુ તરે, કાયા
૨૨૮ (રાગ : હુમરી) કાન ! કથામૃત પાન કરીલે, અર્થ વિચારી એનો રે; જે જે શબ્દ આવે તુજમાંહી, તોલ કરી જો તેનો રે. ધ્રુવ વેદતણું “ શ્રતિ’ નામ વદે છે, તેજ નામ છે તારું રે; શ્રી પ્રભુના ગુણગ્રામ સાંભળ , જો તને લાગે સારું રે. કાન, આત્મહિત નવ હોયે જેમાં, સાંભળવી ન તે વાણી રે; શું થયું મેઘ ઘણેરો ગર્ભે, પામીએ નહિ કંઈ પાણી રે. કાન, ધર્મ-બ્રહ્મની વાતો સુણતા, ઉત્તમ ગુણ બહુ આવે રે; અંતરનું અંધારું નાસે, ચિદાનંદ ચિત્ત ભાવે રે. કાન, કથા સુણતાં કત કેરી, પાપ પંજ સૌ નાસે રે; કહે ‘છોટમ' સુવિવેક કરે તો, બ્રહ્મ સર્વદા ભાસે રે. કાન,
જ્ઞાન ધ્યાન ગુરુ બિન મિલે નાહીં કાઠું ઠોર, ગુરુ બિન આતમ વિચાર કિત પાવહિ, અંતર પ્રકાશ ભ્રમ નાશ નાહીં ગુરુ બિન, ગુરુ બિન કુન સત્ય બાતમું સુનાવહિ; પ્રેમ નિમ શીલ રુ સંતોષ નાહીં ગુરુ બિન, ગુરુ બિન મનહું કું ઠોર કૌન લાવહી, કહત હૈ બ્રહ્માનંદ અંતર વિચાર દેખો, ગુરુ બિન કુન ભવસંક્ટ મિટાવ હિ.
હદમેં બૈઠા કથત હૈ, બેહદકી ગમ નાહી / બેહદકી ગમ હોયગી, તબ કથનેકો કછુ નાહી.
કવિ છોમ
એક હિ સાર્ધ સબ સર્ઘ, સબ સાધે સબ જાય જો તૂ સીંચે મૂલ કો, ફુલ ફલ મિલે અધાય.
ભજ રે મના