________________
૨૧૦ (રાગ : શુદ્ધ સારંગ)
પીડા એક પેટની મોટી, કરાવે છે કષ્ટ એ કોટિ. ધ્રુવ સાગર સરિતા તેમ સરોવર, ભર ચોમાસે ભરાય; ભરીએ તોપણ ઠાલું ને ઠાલું, ગજબ પેટ ગણાય. પીડા પેટને કારણ સાંભળી રહે છે, કડવાં વચન કાન, સરખાં ગણવાં પેટને કારણ, માન અને અપમાન. પીડા જવું પડે છે પેટને કારણ, દેશ તજી પરદેશ; પેટને કારણ ધરવા પડે, વખત મુજબ વેશ. પીડા૦ પાળવો પડે પેટને કારણ, શેઠના કુળનો સોગ; પેટને કારણ પ્રાણપ્રિયાનો, વેઠવો પડે વિયોગ. પીડા૦ ઝાઝું ભર્યું વરે જાય ઝલાઈ, થોડું ભર્યું રહે ભૂખ; ખાલી રાખ્યાથી થાય ખરાબી, દરેક વાતે દુ:ખ. પીડા માતા-પિતા સુત-ભગિની ભ્રાતા, કે સુખદાતા શેઠ; ‘કેશવ' વહાલા કૈંક હોય પણ, પ્રથમ વહાલું પેટ. પીડા૦
૨૧૧ (રાગ : હીંદોલ)
બનેલા સ્વાર્થના બંદા, ન પરમાથૂ કરી જાણે;
બુભુક્ષિત પેટ પોતાનું, ભલી રીતે ભરી જાણે. ધ્રુવ હરાવ્યાં હોય નહિ જેણે, કદી પણ કષ્ટ પોતાનાં; બીજાની હાનીઓ ક્યાંથી, બિચારા એ હરી જાણે. બનેલા૦
ન તા હોય કોઈને, ન હોયે સંગ તારૂનો; ભયંકર આ ભવાબ્ધિ એ, કો ક્યાંથી તરી જાણે! બનેલા૦
ન હાર્યા હોય કોઈનાં, હૃદય સારી સ્થિતિ પામી; શઠો વિપરીત સમયે એ, કહો ક્યાંથી ઠરી જાણે! બનેલા
ભજ રે મના
જગ માયાનું પૂર છે, જીવ સહુ ડૂબી જાય સંત સમાગમ જો કરે, તો સર્વેથી તરાય
૧૨૨
વિધુર રહીને વિતાવે જે, જીવન સન્નારી સુમતિથી; કુટિલ એ કીર્તિ કામીનીને, કહો ક્યાંથી વરી જાણે! બનેલા૦ ન હોયે બાપદાદાનાં, ચારિત્રોનું સ્મરણ જેને; જગતના તાતને 'કેશવ' શી રીતે એ સ્મરી જાણે. બનેલા
૨૧૨ (રાગ : કાફી)
વિચારી ચાલ સખા તું યૌવનના દિન ચાર. ધ્રુવ આજ થયું તે થયું સમજજે, આગળ કેવી ઉધાર; કામ ક્રોધ ભયના સ્થળ ભાંગી, મદ મત્સરને માર. વિચારી
સ્વાન સમાન તથા વિષ સરખાં, વિષય સુખોને વિસાર; નીતિ નિયમથી ચાલ નિરંતર, જાગ્યા ત્યાંથી સવાર. વિચારી૦
ધન જન યોવનને સંપતનો, ગર્વ ન રાખ ગમાર, અચલ નથી અવની પર કોઈ, વાત વિવેકે વિચાર. વિચારી
(રાગ : ભૈરવી) પિંગળ
કૃપાળુ કૃપા દ્રષ્ટિ આપે કરીને, હતું ખૂબ અજ્ઞાન લીધું હરીને; ગ્રહી બાંવડી કાઢિયો કૂપ બારો, ગુરૂ આપના છે ઘણા ઉપકારો. ધ્રુવ હતો મૂઢ હું ખૂબ અજ્ઞાન પ્રાણી, અભિમાનમાં આંધળો ને ગુમાની; બધા દોષ ટાળી કર્યો છે સુધારો, ગુરૂ આપના છે ઘણા ઉપકારો૦
હવે હું ન ભૂલું પ્રભૂજી કદાપી, મને ખંતથી જ્ઞાનની દ્રષ્ટિ આપી; કરૂં વંદના હાથ જોડી હજારો, ગુરૂ આપના છે ઘણા ઉપકારો૦ ગુરૂ આપની જો કૃપા પૂર્ણ પામે, કરે સ્વર્ગ ઊભું અહિં ઠામ ઠામે; તરી કૈંકને ‘પિંગલ’ તારનારો, ગુરૂ આપના છે ઘણા ઉપકારો૦
ܗ
દ્રવ્ય થકી જીવ એક છે, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન કાળ થકી રહૈ સર્વદા, ભાવે દર્શન-જ્ઞાન
૧૨૩
કેશવ