________________
૨૦૬ (રાગ : કીડા) અમે તો આજ તમારા બે દિનના મહેમાન; સદ્ઘ કરો આ સહજ સમાગમ, સુખનું એ જ નિદાન. ધ્રુવ આવ્યા તેમ જઈશું તે રીતે, સર્વે એક સમાન ; પાછા કોઈ દિને નહિ મળીએ , ક્યાં કરશો સન્માન? અમે સાચવજો સંબંધ પરસ્પર, ધર્મે રાખી ધ્યાન; સંપી સદ્ગુણ લેજો-દેજો , દૂર કરી અભિમાન, અમેo લેશ નથી અમને અંતરમાં, માન અને અપમાન; હોય કશી કડવાશ અમારી , તો પ્રિય કરજો પાન, અમે ‘કેશવ’ હરિએ કરૂણા કીધી, નભવો ભૂલી ભાન; તત્તે તાન રહે છે તેને, થાય નહિ નુકસાન, અમે
૨૦૮ (રાગ : બાગેશ્રી) દીનાનાથ દયાળુ નટવર; હાથ મારો મૂકશો મા, હાથ મારો મૂકશો મા. ધ્રુવ આ મહા ભવસાગરે, ભગવાન હું ભૂલો પડ્યો છું, ચૌદ લોક નિવાસ ચપલાકાત્ત, આ તક ચૂકશો મા. દીના ઓથ ઈશ્વર આપની, સાધન વિષે સમજું નહિ હું; પ્રાણપાલક ! પોત જોઈ, શંખ આખર ફેંકશો મા. દીના માત તાત સગાં સહોદર, જે કહું તે આપ મારે; હે કૃપામૃતના સરોવર ! દાસ સારુ સૂકશો મા. દીના શરણ ‘કેશવલાલ ’નું છે, ચરણ હે હરિરામ તારું ! અખિલ નાયક ! આ સમય ખોટે મસે પણ ખૂટશો મા. દીના
૨૦૭ (રાગ : હિદોલ) અમારા દિલ તણી વાતો અમારા હોય તે જાણે; અગર જે હોય પાગલ તે પીછાણે કે પ્રભુ જાણે. ધ્રુવ દિવાના કે કહો પાગલ નથી તેની કશી પરવી; અમારા જીગરના જખમો, અમારા હોય તે જાણે. અમારા અમોને જે હરે પાયુ, અમોએ તે પ્રીતે પીધું; રહી છે પ્રેમની મસ્તી, ન પીનારા નહિ જાણે. અમારા કહો ચક્ર કહો પાગલ, દિવાના કે કહો વાયલ; અમારા હૃદયના પલટા , અમારા હોય તે જાણે. અમારા થવું જો હોય પાગલ તો, અમારા મંડળે આવો; હરિહર ઓમ મંત્રોને, દિવાના હોય તે જાણે. અમારા
૨૦૯ (રાગ : આહિરભૈરવ) પ્રભુનામ સુધારસ પી લે , મને શું બેઠું મુખ ઢીલે. ધ્રુવ નામ સુધારસની શીતળતા, તનના તાપ હરી લે; શાન્તપણું આપે સર્વાગે, દુ:ખ રહે નહિ ડીલે. પ્રભુo નૌતમ નામ નક્કી કરવાનું, કરમાં એ જ કરી લે; ભર્યકારક ભવસાગર ભાવે, અંતર તરત તરી લે. પ્રભુo ધરવાનું શુભ ધ્યાન હૃદયમાં , નિર્મળતાથી ધરી લે; અંતરનું બળતું બુઝવવા, શમ-રસ-ભાવ ભરી લે. પ્રભુ ઠરવાનું ઠામ અપૂરવ, તે માંહે જ ઠરી લે; ક્ષણ ક્ષણ રસ બિન્દુ પ્રગટાવી, અંતરદેવ ભજી લે. પ્રભુત્વ કર જપ તપ કે યોગ સમાધિ, બેશ જઈને બીલે; કેશવે કોઈ ને એને તોલે, કહ્યું હું તેજ કરી લે. પ્રભુત્વ
આત્મભ્રાન્તિ સમ રોગ નહી, સગુરુ વૈધ સુજાણ | ગુરુ આજ્ઞા સમ પથ્થ નહી, ઔષધ વિચાર ધ્યાન
આ વાતો છે અટપટી, ચટપટ સમજે ન કોઈ મનની જે ખટપટ મટે, તો ઝટપટ દર્શન હોય
ભજ રે મના
કેશવ