________________
૨૦૨ (રાગ : છાયા ખમાજ)
સદ્ગુરૂ શરણ વિના, અજ્ઞાન તિમિર ટળશે નહિ રે; જન્મમરણ દેનારૂં બીજ, ખરૂં બળશે નહિ રે. ધ્રુવ પ્રેમામૃત વચનપાન વિના, સાચા ખોટાના ભાન વિના; ગાંઠ હૃદયની જ્ઞાન વિના, ગળશે નહિ રે. સદ્ગુરૂ૦ શાસ્ત્ર પુરાણ સદા સંભારે, તન મન ઈન્દ્રિય તત્પર વારે; વગર વિચારે વળ મા, સુખ રળશે નહિ રે. સદ્ગુરૂ૦
તત્ત્વ નથી મારા તારામાં, સુજ્ઞ સમજ નરસા સારામાં; સેવક સુત દારામાં, દિન વળશે નહિ રે. સદ્ગુરૂ૦
‘કેશવ’ હરિની કરતાં સેવા, પરમાનંદ બતાવે તેવા; શોધ વિના સજ્જન એવા, મળશે નહિ રે. સદ્ગુરૂ
૨૦૩ (રાગ : પીલુ)
સદા વિશ્વેશ વિશ્વાસ, અમારૂં વ્હાણ ચાલે છે; અખંડાનંદમાં મનડું, અમારૂં રોજ મ્હાલે છે. ધ્રુવ કરે નહિં કોઈ જઈ ક્યારા, ન સીંચે વારિની ધારા; છતાંયે હાડના વૃક્ષો ફળીને ખૂબ ફાલે છે. સદા૦
કરે શ્રમ કૈક તન તોડી, બને છે દીન કર જોડી; છતાં એ કર્મ વિણ કોડી, કહો ના કોણ આલે છે ? સદા૦
રહે વિંટાઈ તરૂવરને, પ્રસારે ના કદી કરને; છતાં આહાર અજગરને, પૂરેલો એ કૃપાલે છે. સદા૦ લગની એ શ્યામથી લાગે, તો ‘ કેશવ ’ ભૂખ સહુ ભાંગે; હજારો હાથ વાળાની ઝપટને કોણ ઝાલે છે. સદા
ભજ રે મના
સાહેબ કે ઘરકી કરી, મૈંને ખૂબ તપાસ અજ્ઞાની સે દૂર હૈ, પ્રભુ જ્ઞાની જનકે પાસ
૧૧૮
૨૦૪ (રાગ : દેશ બહાર)
હઠ લઈ બેઠા છો હરિરાય, હવે હદ થાય છે રે; જગદીશ્વરજી જન્મ જડેલો, નિષ્ફળ જાય છે રે. ધ્રુવ શો અપરાધ થયો છે સ્વામી ? પૂછું છું પ્રણયે શિરનામી; અંતર્યામી, અતિ અંતર ઉભરાય છે રે. હ
છે ભગવાન મને ભય ભારે, આપ વિના નહિ કોઈ ઉગારે; આ સંસારે, હાણ તણાય છે રે. હ
અધવચ
ઘણા ઘણાની વારે ધાયા, સેવકને ટાણે સંતાયા; માધવ ન કરો માયા, નયન ભરાય છે રે. હઠ
'કેશવ' હરિ બહુ કઠણ ન થાશો, નિર્દય થઈને દૂર ન જાશો; પ્રિય કરૂણામૃત પાશો, જીવન જાય છે રે. હઠ
૨૦૫ (રાગ : હોરી)
હરિ ! હું દાસ તમારો, કરુણાકર કેમ વિસારો ? ધ્રુવ સર્વાન્તર થઈ ક્યાં સંતાયા ? આપ વિના નથી આરો;
ભયકારક આ ભવસાગરમાં, બહુ અથડાઉ બિચારો, કેમેય ન દેખું કિનારો. હરિ ઉત્તમ નૌકા નરતન પામ્યો, પણ નાવિક નહિ સારો; શી રીતે પ્રભુ પાર પમાશે ? હરકત થાય હજારો, એમાં અપરાધ ન મારો. હરિ તાર્યો જેમ તમે ગજપતિને, તેમ મને પણ તારો; આશા તૃષ્ણા મમતા મગરે, પડ્યો છે પરબારો, પેખો પણ કાં ન પધારો ? હરિ
લાગ્યો છે વડવાનલ યોગમ, હે ઠાકર ! ઝટ ઠારો; શરણાગત પાલક પણ રાખી, કેશવ હરિ કર ધારો, મેલી વિપરીત વિચારો. હરિવ
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ
૧૧૯.
કેશવ