________________
૧૯૯ (રાગ : હમીર)
મારી લાજ તમારે હાથે, નાથ નિભાવજો રે; દીનાનાથ દયાળ દયા અદ્ભુત દર્શાવો રે. ધ્રુવ સંકટથી સોસાઉં મુરારિ, લેજો અંતર્યામી ઉગારી; હવે ગયો છું હારી, બાપ બચાવો
રે. મારી
કર્મ કઠણ માઠા ગ્રહ બેઠા, હાથ પડ્યા છે હમણાં હેઠા; પરમેશ્વર ક્યાં પેઠા ? પણ પરખાવજો રે. મારી અહિત અને હિતમાં અણસમજુ, કૃત્યા કૃત્ય વિશે શું સમજું? ભજું તજું શું ? માધવ માર્ગ બતાવજો રે. મારી કેશવ હરિ હેતે સંભારૂ, પ્રભુ પદ હોય હજી જો પ્યારૂ, મંગળ કરવા મારૂં, અંગદ આવજો
રે. મારી
૨૦૦ (રાગ : સોરઠ ચલતી)
લખુડી ! લખ લખ કર મા, ભજ ભાવે ભગવાન. ધ્રુવ ઠીક આવી છે તક આ તુંને, મેલ સલૂણી ! માન; વિવિધ વિષયનાં વર્ણન વખતે, ભૂલ ન ભાળી ભાન. ભજ
નવ બોલ્યામાં નવ ગુણ છે, તું કેમ ન સમજે સાન; ષટરસ ભોજન, વિષય વિસારી, કર હરિરસનું પાન. ભજ અવસર જાય અરે આ અમો, એ જ ખરેખર જાન; પરનિંદા પિશુનાઈ પરહરી, લે તરવાનું તાન. ભજ ફૂડ, કપટ, છલ, ભેદ, ભરેલી આખર નરક નિદાન; વિનય - વિવેક ભરેલાં વચનો, છે પિયૂષ સમાન. ભજ ગુણ સાગર નટવરનું નિશદિન, ગુણિયલ કરજે ગાન; સારૂં - નરસું સર્વ સુર્ણ છે, ‘કેશવ' હરિના કાન. ભજ
ભજ રે મના
દેખો સબમેં રામ હૈ, એક હી રસ ભરપૂર જેહી વૃક્ષસે સબ બના, ચિન્ની સક્કર ઔર ગુડ
૧૧૬
૨૦૧ (રાગ : કટારી)
શામળિયા ! સઢ તૂટ્યો રે, હોડી હવે હાલે નહિ;
આ ભવસાગર કેરા રે, ઝપાટા હવે ઝાલે નહિ. ધ્રુવ ભરદરિયામાં હાલકહુલક થાય,
ભવસાગરના
નીરમ ન મળે નાથ વધારે પવને પાછી જાય;
દામણ ક્યાંથી દઈએ રે ? કૂવાથંભ ક્યાં છે અહીં ? શામળિયા૦
ભાર ભર્યો છે નાથ વધારે, પાણી પેસે માંય, હાય હલેસાં કામ ન લાગે, અન્ય ન કાંઈ ઉપાય; હોકાની હોશિયારી રે, હરિ હવે જાતી રહી. શામળિયા
નાવિક મૂર્ખ નમાલો માધવ, અધિક કરાવે કાશ, સહાયકારક સખા હતો જે, તે પણ પામ્યો નાશ; મારી કર્મકહાણી રે, હરિ, નહિ જાય કહી. શામળિયા
આ ઘનઘોર ઘટા ચડી આવી, તેમાં છે તોફાન; ઉપર આભ તળે છે પાણી, ભૂલો ભૂધર ભાન; દામોદર ડૂબું છું રે, સંકટ સર્વે સહી સહી. શામળિયા વીજળીઓના થાય કડાકા, અતિ અંધારી રાત, સુકાન કામ કરે નહિ કાંઈ, હવે હરિ! ઝાલો હાથ;
વાર કરે શું વળશે રે, અધવચ આમ અહીં ? શામળિયા શરણાગત પાલક છો ત્યારે, ચિંતા શાને હોય? જગજીવન! જાણું છું સઘળું, ધીરજ ન રહે તોય; ‘કેશવ' ક્યાં સંતાણા રે ? અવસર જાય વહી. શામળિયા
દેહકે અધ્યાસસો મિટાત નિજ દાહહું કે, શત્રુ અરુ મિત્ર નાહીં નાહીં મેરા તેરા હૈ, આતમાકિ ગતિ સાધી ઔર ન ઉપાધિ કછું, સુખહું કે વારિધિર્મે કિયા નિત ડેરા હૈ; સિદ્ધિ રહે હાથ જોર દેખત ન તાકી ઓર, કામ ક્રોધ લોભ મોહ મૂરતે ઉખેરા હૈ, કહત હૈ બ્રહ્માનંદ કાય મન બાનિ કરી, ઐસે ગુરુ રાજકું પ્રણામ કોટિ મેરા હૈ.
હમ વાસી વહાં દેશ કે, જહાં જાત બરન કુલ નાહિ શબ્દ મિલાવા હો રહા, દેહ મિલાવા નાહી
૧૧૦
કેશવ