________________
૧૯૫ (રાગ : ગઝલ) બળીને ખ્વાર થાવાના, બતાવે જ્ઞાન એ બીડી; કુંકે નિ:સાર થાવાના, બતાવે જ્ઞાન એ બીડી. ધ્રુવ ગુમાવી ગાંઠની મુડી, જવાના ધૂમ સમ ઉડી; ભુંડા આચાર થાવાના , બતાવે જ્ઞાન એ બીડી. બળીનેo પ્રથમ મુખ ઉપરે ચડશો, પછી કચરા મહીં પડશો; ઠરીને ઠાર થાવાના, બતાવે જ્ઞાન એ બીડી. બળીનેo ઉઠેલા જોઈ અંગારા , શિથિલ બનશે ગુણો સારા; નિરસ નાદાર થાવાના, બતાવે જ્ઞાન એ બીડી, બળીનેo રૂડા “કેશવ’ નથી રણકો, હૃદય જળતાં નથી હલકા; ખલકમાં ક્ષાર થાવાના, બતાવે જ્ઞાન એ બીડી, બળીને૦
૧૯૭ (રાગ : દેશ બહાર) મારા હાથ પડયા છે, હેઠા હરિ હું શું કરું રે ? શરણે આવ્યો છું, કરૂણાકર કરશો તે ખરું રે. ધ્રુવ ક્યાં સંતાણા કુશળ કરાણી? તરણી નટવર જાય તણાણી;
ભાઠે હાય ભરાણી , કઈ રીતે તરું રે ? મારા થતું હશે શું સમજણ ન પડે, ગોતું પણ માર્ગ ન જડે;
ભવસાગરનો દુ:ખવડે હૃદયે ડરૂં રે. મારા ધરણીધર શું ધાર્યું મારું, રટન કરૂં છું નિત્ય તમારૂં;
આવડું શું અંધારૂ, મરણ વિના મરૂં રે. મારા સાધન સર્વ ગયાં છે ખૂટી, કપટી કાળે માર્યો કૂટી;
બગડ્યાની નહીં બૂટી, ઠાકર ક્યાં ઠરૂં રે ? મારા અતિ તાપથી તપી રહ્યો છું, બાપ્ત કંઠથી અંધ થયો છું;
ભૂલી ભાને ગયો છું, ધીરજ શું ધરૂં રે ? મારા અદ્ભુત માયા નાથ તમારી , મન-વાણી નહિં પહોંચે મારી;
કેશવ’ હરિ હારી, રુકેલ થઈ ફરૂ રે. મારા
૧૯૮ (રાગ : બહાર) મારી નાડ તમારે હાથે , હરિ સંભાળજો રે; મુઝને પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે. ધ્રુવ પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ઊભરાતું; મને હશે શું થાતું ! નાથ નિહાળજો રે. મારી અનાદિ આપ વૈધ છો સાચા, કોઈ ઉપાય વિષે નહિ કાચા; દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે. મારી વિશ્વેશ્વર શું હજી વિચારો ! બાજી હાથ છતાં કાં હારો ? મહા મૂંઝારો મારો નટવર, ટાળજો રે, મારી ‘કેશવ’ હરિ મારૂં શું થાશે ! ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે ? લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે, મારી
૧૯૬ (રાગ : કાલિંગડા) ભક્તિ વડે વશ થાય, રમાપતિ ભક્તિ વડે વશ થાય. ધ્રુવ જો ઈશ્વર વશ થાય નહિ તો, જન્મ મરણ નહિ જાય; ભક્તિ પરમ સુખનું શુભ સાધન, સફળ કરે છે કાય. ભક્તિ ભક્તિ વડે ભગવાન સદા વશ, નિગમાગમ પણ ગાય; બળિયાના બળરૂપ દયાધન, નિર્બળ થઈ બંધાય. ભક્તિo સંક્ટ સેવક પર આવે તો, ત્યાં ધરણીધર ધાય; ભક્તાધીન દયાનિધિ ભૂધર, ભક્તિ વિના ન પમાય. ભક્તિo ભક્તિ વિના વ્રત જપ તપ આદિક, અફળ અનેક ઉપાય; ધન યોવન બળ બુદ્ધિ ચતુરતા, નિર્બળ તે સમુદાય. ભક્તિo રંગ રૂપ કુલ જાતિ વિશેષે, ન કરે કોઈ સહાય; “કેશવ’ હરિની ભક્તિ તણાં ગુણ, એક મુખે ન ગવાય. ભક્તિ
પઢને કી હદ સમજ હૈ, સમજણ કી હદ જ્ઞાન
જ્ઞાન કી હદ હરિ આપ હૈ, યદ સિદ્ધાંત ઉર આના ભજ રે મના
૧૧૪)
બસત કહાં, ટૂંઢે કહાં, કિસ બિધ આવે હાથ, કબીર તબહી પાઈએ, જબ ભેદી મિલે સાથ.
(૧૧૫
કેશવ