________________
૧૯૧ (રાગ : બિભાસ) ના વિચારીએ રૂડા હૃદયમાંથી રામ,
ધ્રુવ હરતાં જઈએ , તાં જઈએ, કરીએ ઘરનું કામ; હરિગુણ ગાતાં જીભલડી ! તુંને શું બેસે છે દામ? ના, પગ આપ્યો તીરથ કરવી, હાથ સેવા કરવી શ્યામ; નયન આપ્યાં પ્રભુ નીરખવા, કીર્તન સાંભળવા કાન, ના તુને વારૂં જીભલડી, તું મેલ્યને આળપંપાળ; એક દિન એવો આવશે, જેમ માતા વછોડે બાળ. ના માનવનો અવતાર ી ી નહિ મળે મન માન; આવ્યો તેવા ચાલતા થાશો, મૂકી માન - ગુમાન. ના ‘કેશવ' કહે સાંભળ પ્રાણી, કહેવું મારું માન; અડધે વચન આપ્યું છે, ગજ-ગુણિકાને વૈમાન. ના
૧૯૩ (રાગ : આશાગોડી) પોપટ !તન પિંજર નહિ તારૂં, અંતે ઉડી જવું પરબારૂં. ધ્રુવ છે પરનું પણ પરિચયથી તું, માની બેઠો મારૂં;
ક્યાંનો તું ! ક્યાંનું એ પિંજર !તે સમજે તો સારું. પોપટo માંસ રૂધિરમય અતિ દુર્ગધિ, નરક સમાન નઠારું; તું તેને કાંચનમય માને, આવડું શું અંધારું. પોપટo બીજાં જોયાં એવું આ પણ, નામે કેવળ ન્યારું; સર્વ પ્રકારે સાચવતો પણ, પલમાં છે પડનારું. પોપટo સારાસાર વિચાર કરે તો, ભવસાગરનું બારું; ‘કેશવ’ હરિ કારીગર તેનો, સમય સમય સંભારું. પોપટo
૧૯૨ (રાગ : જૈજૈવંતી) નિર્ધનનું ધન રામ, અમારે નિર્ધનનું ધન રામ; એ ધરણીધર ધામ ધરાધન , એજ કુશળ શુભ કામ, ધ્રુવ સુત દારા સંપત પણ એ છે, અખિલેશ્વર અભિરામ; યૌવન યશ બળ બુદ્ધિ સઘળું, એ નટવર નિષ્કામ. અમારેo જરીયન કનક જવાહર સુંદર, એ નરહરિનું નામ;
ધ્યાન દાન જપ તપ શુભ સાધન, અનુપમ અમર વિરામ. અમારેo વિદ્યા વિનય વિચાર ચતુરતા, સુખદાયક એ શ્યામ; જન્મ અને જીવિત જગદીશ્વર, એ દૈવત એ દામ, અમારે અવર કશાની ગરજ ન મારે, થાય ભલે વિધિવામ; સીતાકાંત કૃપાધન ‘કેશવ’ રઘુકુળ તિલક લલામ. અમારે
૧૯૪ (રાગ : સિંદુરા) પંખીનો મેળો, ભેળો રહે કેમ કરી, ભાઈ ! કોઈ ક્યાંથ, કોઈ ક્યાંથી, આવે તેમ તણાઈ, ભાઈ ! ધ્રુવ તૂટે સાથ સર્વનો જ્યારે, “ખરચી’ જાય ખવાઈ ! કોણ સદૈવ રહે છે સાથે ? પ્યારામાં પથરાઈ, ભાઈ ! ભેળો ધીરે રહી એ દોરી ખેંચે, કૂડો કાળ-કસાઈ; જુદું જુદું સૌને જાવું, ઘાટ વિના ઘસડાઈ, ભાઈ ! ભેળો કોનાં સુત-દારા ને સેવક, કોનાં બાંધવ, ભાઈ ! જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠી સર્વ સગાઈ, ભાઈ ! ભેળો સ્નેહ અને સંબંધ રડાવે, અંતરમાં અથડાઈ;, શોક તજ, શાન્ત રહો, શાણા !“કેશવ’ હરિગુણ ગાઈ. ભેળો
સબ કુછ હય ચે એકમેં, ડાર, પાત, ફલ, ફૂલ કબીર પીછે કહા રહ્યા, જિસને પાયા મૂલ
૧૧૨
અવિચલ જ્ઞાન પ્રકાશનૈ, ગુણ અનંત કી ખાન ધ્યાન ધરે સો પાઈએ, પરમ સિદ્ધ ભગવાન
ભજ રે મના
(૧૧૩)
કેશવ