________________
૧૮૮ (રાગ : આશાવરી) દિલ દયા જરીએ ન ધારી, સો સો ઉંદરને સંહારી; શક્તિહીન બની બિલાડી, બેઠી તપ કરવા. ધ્રુવ શક્તિ હતી ત્યાં સુધી ન રાખી પાપની પરવા; જોર હતું ત્યાં લગી જાતી, ફાવે તેમ વા. બિલાડી કાળાં ધોળાં કૈક કરિયાં, લક્ષ્મીને વરવા; મૂર્ખને નવરાશ મળી નહિ, શ્રી પતિ સ્મરવા બિલાડી હયા ફૂટે હામ ધારી, પૂરમાં પડવા; બુડવા સમયેજ શોધ્યું, તુંબડું તરવા. બિલાડી શઠ લાગીયો અધિકાર લહી, હિત પારકું હરવા; અમલ ઉતરતાં અભાગી, મંડ્યો થર થરવા. બિલાડીઓ કર્યો નાંહિ પ્રયત્ન કદિ, પગ ધર્મ પથ ધરવા; વિષય વિષનું પાન કરીયું, મોત વિણ મરવા, બિલાડી મળી ન સદ મદન મદમાં , ભક્તિ જળ ભરવી; કરણીનાં ફળ જોઈ લાગ્યાં, નેણે નીર ઝરવા. બિલાડી એક રંગ સદાય રાખો, નિત્ય રહી નરવા ; ગાઓ “કેશવ’ શ્યામના ગુણ, ગર્વ તજી ગરવા. બિલાડી
નથી ઊંચું નિરખી શક્તા, નથી પ્રીતિ પરખી શક્તા; નથી હૈયે હરખી શક્તા, પ્રવૃત્તિમાં પડેલાઓ. નથી. નથી સ્ત્રીના થઈ શક્તા, નથી ઉત્તર દઈ શક્તા; નથી ક્યાંયે જઈ શક્તા, પ્રવૃત્તિમાં પડેલાઓ. નથી. ન મિત્રોને મળી શક્તા, નથી ભજને ભળી શકતા; નથી કષ્ટો કળી શક્તા, પ્રવૃત્તિમાં પડેલાઓ. નથી) નથી સુખ મેળવી શક્તા, ન સુતને કેળવી શકતા; નથી સ્નેહે દ્રવી શકતા, પ્રવૃત્તિમાં પડેલાઓ, નથી ભલે ભેગું કરી શકતા, ન ‘કેશવ’ વાપરી શક્તા; નિરાંતે ના મરી શક્તા, પ્રવૃત્તિમાં પડેલાઓ. નથી.
૧૯૦ (રાગ ૪ ગઝલ) નહિ અપમાનની પરવા, પછી શું માનની પરવી; નહિ જો જાનની પરવી, પછી શું ખાનની પરવી. ધ્રુવ ન આશા હોય અંતરમાં, કદી કોડી કમાવાની; હૃદયમાં રાખવી શાને પછી ધનવાનની પરવા, નહિo મરીને પિંડ લેવાની, ન હોયે વાસના નિશ્ચ; પછી શિદ રાખવી શાણા, સુખદ સંતાનની પરવા. નહિo ભળ્યું મન બ્રહામાં ભાવે, તજી ‘મમ' આપની મેળે; બન્યાં પોથાં બધાં થોથાં, પછી શું જ્ઞાનની પરવા. નહિ ન લીધો ભાગ સુખ દુઃખમાં, સંબંધી કે સગાઓમાં; શ્મશાને જઈ ન રોયા તો, પછી શું સ્નાનની પરવા. નહિ વડા વિદ્વાનને દાબે, દબાયા ના દબાવાના; પછી શિદ રાખીએ “કેશવ’ નિપટ નાદાનની પરવા. નહિ
૧૮૯ (રાગ : કાફી) નથી શાંતિ ગ્રહી શકતા, પ્રવૃત્તિમાં પડેલાઓ; નથી સ્થિરતા લહી શક્તા, ચપલ ચક્રે ચડેલાઓ. ધ્રુવ નથી રંગે રમી શક્તા, નથી કોને નમી શક્તા; નથી પૂરૂં જમી શકતા, પ્રવૃત્તિમાં પડેલાઓ. નથી.
| બીર હદકા ગુરુ મિલે, બેહદકા ગુરુ નાહી
| બેહદ આપૈ ઉપજે, અનુભવસે ઘટ માંહી | ભજ રે મના
ભોર ભયે ગુરુ જ્ઞાનસૂ, મિટી નીંદ અજ્ઞાન || જૈન અવિધા મિટિ ગઈ, પ્રગટ્યો અનુભવ ભાન |
કેશવ