________________
૧૮૫ (રાગ : બિલાવલ)
કનક કામિનીથી નથી કોણ મોહ્યા ? દેવ દાનવ માનવ જોયા. ધ્રુવ વિદ્યા વિનય વિવેક ભરેલા, ભવસાગરમાં ભોંયા; કાંચનને કામિનીને કાજે, રણ વડે જઈ રોયા. કનક રાતદિવસ જપતપથી જેણે, અંતરના મળ ધોયા; એવા એ અંજાઈ જઈને, લોક અલૌકિક ખોયા. નક રાગી વૈરાગી ને એણે, ઠોકર મારી હોયા; દર્શનથી લલચાવી બહુને, પાપ પંથમાં પ્રોયા. કનક ‘કેશવ’ હરિની કેવી માયા, બળિયાને પણ બોયા;
ગુણવાનોના ઉત્તમ ગુણને, પલમાં પ્રાણ વગોયા. કનક
૧૮૬ (રાગ : કટારી)
જાવું છે દૂર ઝાઝુરે; ગાડું અહીં ગુંચી ગયું; પરમેશ્વર પાર ઉતારો રે, અધવચ આ શું થયું ? ધ્રુવ
હાંકનાર હરજુડ બન્યોને, બેલ રહ્યા નહિ હાથ, ચૂક્યા દિશ જાવાની ચમકી, રઝળ્યો સઘળો સાથ; કોણ કહો અટકાવેરે ! આખર આવી રહ્યું. જાવું હાય ભયાનક જંગલ મોટું, ભારે પંક ભરેલ, વાઘ વરૂને વાનર ઝાઝા, એમાં કંઈક મરેલ; ચોગમ ચોર ફરે છે રે, કાંઈ નહિં જાય કહ્યું. જાવુંo
રાત રહી અંધારી ભારે, કંટક ભાંગે પાય, વરસે મેઘ વીજળી ચમકે, થરથર કંપે કાય; ભૂતાવળને ભડકે રે, હડબડ થાય હૈયું. જાવું
ભજ રે મના
જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક નહિ જાન્યો નિજ રૂપો, સબ જાન્યો સો ફોક
૧૦૮
ગારામાં ગુંચ્યા બે પૈડાં તૂટ્યાં જોતર રાશ, બેલ કડેડી હેઠા બેઠા, કોટિ કરાવે કાશ; આમાંથી ઉગરવારે, કરવું હવે કામ કર્યું ? જાવું ગાડુ ગુંચે હું ગુંચાયો, કોય સહાય ન પાસ, વિશ્વેશ્વર વગદાં વીણીને, નટવર થાઉં નિરાશ; કેશવ હરિ શું સૂતારે ? પ્રભુપદ જાય વહ્યું. જાવું૰
૧૮૭ (રાગ : ભૂપાલી)
જે શાન્તના ગુણ ગાય એ દવ પ્રકટ કરતા દ્રોહનો; સમજુથી ના સમજાય એ, મહિમા અજબ છે મોહનો !! ધ્રુવ વિષ તુલ્ય વિષયોને, વિબુધ બની વર્ણવે વિસ્તારથી; પોતે વિષય વિષ ખાય એ, મહિમા અજબ છે મોહનો. જે કંટાળી વિશ્વ વિટંબનાથી, વિરક્ત બની બેઠા છતાં; લક્ષ્મીમહિં લલચાય એ, મહિમા અજબ છે મોહનો. જે
જે અમલથી દુ:ખની દશા, દેખે સગી આંખે છતાં; લેવા અમલ અથડાય એ, મહિમા અજબ છે મોહનો. જે નિષ્પટીનો છે નાથ, એમ કહે પરંતુ આપના; ઉરમાં કપટ ઉભરાય એ, મહિમા અજબ છે મોહનો. જે નિજના મહદ દોષો ન નિરખે, અવરના અવગુણ અણું; ડુંગર સમા દેખાય એ, મહિમા અજબ છે મોહનો. જે ‘કેશવ' પ્રહારો શબ્દના કહે, અવરને પણ આપી; જરીએ સહી ન શકાય એ, મહિમા અજબ છે મોહનો. જે
સ્મરણસિદ્ધ યું કરો, જ્યું સુરભી સુત માંહી કહે કબીર ચારો ચરી, બિસરે કબહું નાહી. ૧૦૯
કેશવ