________________
૧૮૧ (રાગ : સોરઠ ચલતી) મૂરખને બોધ ન લાગે રે, એને સંત ભલે સમજાવે; સંત ભલે સમજાવે રે, એને ચારે વેદ વંચાવે. ધ્રુવ ઊના વાસણને તળિયે અગ્નિ, ટાઢા જળને તપાવે; શીતળતા ગઈ આગ ઓલવવા (૨) ત્યાં પોતે તપી જાવે. મૂરખને સાપના મુખમાં સ્વાતિનાં ટીપાં, મોતીડાં ક્યાંથી થાવે ? વિષને ખેતર અમૃત વાવો (૨) મીઠપ ક્યાંથી આવે? મૂરખને૦ ત્રણ ભુવનના ઝીંકે તડાકા, ગુરૂને જ્ઞાન બતાવે; એક વારતા કોઈ કરે તો (૨) બેત્રણ સામી અડાવે. મૂરખને પ્રભુભજનમાં આડો પડે ને ગાયું પોતાનું ગાવે; ‘કાગ’ બધાંની નિંદા કરે ને (૨) સૌની આડો આવે, મૂરખને૦
૧૮૩ (રાગ : સોરઠ ચલતી). અકળ કળા ગત ન્યારી જગતમેં સંત બડે ઉપકારી; પરદુ:ખસે દુ:ખી હોત સંત, પર સુખમેં સુખ ભારી રે જી. ધ્રુવ મુખ પ્રસન્ન ઝળકત હે જાકે, નૈનનમેં ગિરધારી રે; ભક્તિ, વિવેક, જ્ઞાન, ગુણસાગર, નાગર ચતુર વિહારે રે. જગતo જાકી બાંય પરમારથ, સ્વારથ નહિ સંસારી રે; જાકે ચરણ હાય તે પાવત , ધમદિક ફ્લ ચારી રે. જગતo સુરતરૂ કામધેનુ ચિંતામણિ, ઉપમાં કહું કહારી રે; આતમરૂપ કરત એક પલમેં, કામ ક્રોધ મદ ટારી રે, જગતo આશા રહિત નિરાશા ખેલે, જાનત કોઈ અધિકારી રે; એસે સંત સેવત જન કોઈ, ‘કૃષ્ણદાસ’ બલિહારી રે. જગતo
- કૃષ્ણદાસ ૧૮૪ (રાગ : યમન-ભૂપ) લે હરિ નામકો નાવ જાકે સંત ચલાવે; ઉતારે ભવ પાર, પ્રભુજીસે જાઈ મિલાવેં. ધ્રુવ એક પલકર્ક માહીં, અનંત લખ યોજન ચાલે; સો એસી તરેહ લેઈ જાય , પેટમેં પાની ન હાલે, લે હરિ લેવત નહીં કછુ દામ, જહાજમેં જાઈ બેઠાવે; સો વૈકુંઠ ધામ કે બીચ, જહાજકું જાઈ ઝુકાવે. લે હરિ સદા હી કરો સતસંગ, ગુણ ગોવિંદકા ગાઓ; ભવસાગર તરી જાઓ, પરમપદ પ્રેમશું પાઓ. લે હરિ સદ્ગુરુ કીયા ઉપદેશ, જમકો જોર ન ચાલે; દેખાડે હાલ હુલ્લાસ , પ્રભુજી કે મનહી ભાવે. લે હરિ નિર્ભય ભયા નર સોઈ, જે ઈન જહાજમેં બેઠે; કહે ‘ કૃષ્ણદાસ ' ઉલ્હાસ, સાહિબ કેરા મહેલોમેં પેઠે. લે હરિ
- કૃષ્ણદાસ
૧૮૨ (રાગ : સોરઠ) સાંભર્યો જમનાજીનો કિનારો રે, વ્રજવાસી મુને સાંભર્યા રે,
આતમાં થયો છે ઉદાસી રે, વ્રજવાસી ભોળા સાંભર્યા રે. દ્વારકાની એડીઓમાં, અગ્નિ ભાર્યો (૨), સારો હતો ગોકુળિયાનો ગારો રે. વ્રજ કૌરવ - પાંડવ કેરા જોયા મેં સંહારો (૨), ભીતર ઉઠે છે એનો ભણકારો રે. વ્રજ ધરતી કાજે ઊડે, તાતી તલવારો (૨), પાછો નાવ્યો વાંસલડીનો વારો રે. વ્રજ સ્વાર્થી કહે છે મને પ્રભુજી પધારો (૨), ન મળે નંદરાણીનો તુંકારો, વ્રજ, વીંછી વળગ્યા છે જાણે, હીરા કેરા હારો (૨), (મારે) સજવા ચણોઠીના શણગારો રે ધ્વજ કુટુંબ થયું છે આખું, સાપ કેરો ભારો (૨), એથી કાલિંદીનો નાગ હતો બહુ સારો રે ધ્વજ ‘કાગ’ કે' વહાવી મેં તો, લોહી કેરી ધારો (૨), સંસારે દેખાણો નથી જો સુધારો રે. વ્રજ
સિર પર કફની બાંધિ કે, આસિક ક્બર ખોદાવ
પલટૂ મેરે ઘર મë, તબ કોઉ રામૈ પૌંવ || ભજ રે મના
પલટુ કા ઘર અગમ હૈ, કોઉ ન પાવૈ પાર | જે કરે બડી પિયાસ હૈ, સિર કો ધરૈ ઉતાર
(૧૫)
કૃણદાસ