________________
મીરાંબાઈ થાવું મારે, લાજુ કેરા વાંધા; જીવવું ઝાઝું ને મનડાં વીખથી ભય રે, મારાંo ગાંધીડો થાવું પણ સાચું બોલવાનાં વાંધા; અહિંસક થાવું ને જીભે ઝેર તો ભયમારાં હંસલો થાવું પણ, દૂધ ને પાણીડાંના વાંધા; હંસ તો ન થયાં ને પોતે ‘કાગ’ રહ્યા નર્યા રે, મારાં
૧૭૮ (રાગ : શુદ્ધ સારંગ) જેનાં ચિતડાં ચડેલાં ચકડોળ રે, સમજણ એને શું કરે રેજી !
જેનાં હૈડાં માયામાં હાલકડોળ રે, ગુરૂજી એને શું કરે રેજી ! આવળ સમાણી ગંધ વહરી વરતાણી , એતો કે'વાણાં ચમાર-કુંડનાં પાણી રે;
મોથવાણી એને શું કરે રેજી ! જેના કુળ કાળી નાગ કેરા ચંદને વીંટાણાં, એનાં પંડનાં વીખ તો ન પલટાણાં રે,
સુખડ એને શું કરે રેજી ! જેના અંગ અકળાણાં જેનાં દેવતા મૂંઝાણા, જમના તેડામાં જે ઝડપાણા રે,
- ઓસડ એને શું કરે રેજી ! જેના કક્સ કરમાણાં જેનાં, કોટિ એક કાણાં , વસતરના ધાગા સૌ વખાણા રે,
સાંધનારા એને શું કરે રેજી ! જેના સ્વારથનું નાણું જેનું, સ્વારથમાં ભાણું, જેનું સ્વારથમાં મનડું મુંઝાણું રે,
ઓળખાણું એને શું કરે રેજી ! જેના ‘કાગ’ બગલો જઈ બેઠો માનસર કાંઠડે, એનું હૈડું માછલીએ હરખાણું રે,
મોતીડાં એને શું કરે રેજી ! જેના
૧૭૯ (રાગ : ચલતી) ઠામે ન ઠર્યા રે, કોઈ દી ઠામે નો ઠર્યા રે; મારાં દિલ દુબજાળાં કોઈ દી ઠામે નો ઠર્યા. ધ્રુવ સૂરજ થાવું પણ વે'લા જાગવાના વાંધા; આથમવું ગમે નઈ ને અંગમાં આળસ ભર્યા. મારાંo શિવજી થાવું પણ મારે મસાણના વાંધા; નાગથી ડર્યા ને કોઠે ઝેર નો ઝર્યા રે, મારાં રાવણ થાવું પણ મારે તપસ્યાના વાંધા; હરવી સીતા ને રણમાં રામથી ડર્યા રે, મારાંo
૧૮૦ (રાગ : માંડ) પગ મને ધોવા-દો રઘુરાય ! પ્રભુ ! મને શક પડયો મનમાંય, પગ મને ધોવા દો રઘુરાય. ધ્રુવ રામ, લક્ષ્મણ, જાનકીજી, તીર ગંગાને જાય; નાવ માંગી પાર ઊતરવા, ગુહક બોલે ગમ ખાય. પગ0 રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય; તો અમારા રાંક જનની, આજીવિકા તૂટી જાય. પગo જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મલકાયજી; અભણ કેવું યાદ રાખે છે, ભણેલા ભૂલી જાય. પગo આ જગતમાં દીનદયાળુ, ગરજ કેવી ગણાય; ઊભા રાખી રામને પછી, પગ પખાળી જાય. પગ નાવમાં ભીલની બાવડી ઝાલી, તીર પહોંચ્યા રઘુરાય; પાર ઉતરી પૂછિયું, તમેં શું લેશો ઉતરાઈ ? પગo હાથ જોડીને ગુહક બોલ્યા, આપણો એક વેપાર; હું ઉતારું પાર ગંગા, આપ ઉતારો ભવપાર. પગo. લેવું દેવું કાંઈ નહિ, પ્રભુ ! આપણે ધંધા ભાઈ; ‘કાગ’ કહે પ્રભુ !ખારવાની, ખારવો ન લે ઉતરાઈ. પગo
ગગન ગરજી બરસે અમી, બાદલ ગહિર ગંભીર ચહુ દિસ દમકે દામિની, ભીજે દાસ કબીર,
૧૦૨)
પલટૂ સતગુરુ શબ્દ સુનિ દય ખુલા હૈ ગ્રંથ મગન ભઈ મેરી માઇજી, જબ સે પાયા કંથ
દુલા ભાયા કાગ
ભજ રે મના