________________
૧૭૪ (રાગ : સોરઠ ચલતી)
કે'જો દુખડાંની વાતું, જોબનિયાને કે'જો દુઃખડાંની વાતું. ધ્રુવ ડગમગ ડગલાં ડોલવા લાગ્યાં, પગલુંયે નથી ભરાતું (૨); હૈડું મારૂં રહે નંઈ હાથમાં ને, કાને નથી સંભળાતું. જોબનિયા૦ દાડમકળી જેવા દાંત ગયા ને, ભોજન નથી તો ચવાતું (૨) લાકડીને ટેકે ડગલાં માડુ હવે, આંખે નથી કૈં ભળાતું. જોબનિયા એકલો બેસું, કોઈ પાસે ન આવે, મનડું મારૂં મૂંઝાતું (૨) ડાયરા કેરી ટેવ હતી પણ, નથી કોઈ આવતું કે જાતું. જોબનિયા ‘કાગ' કે', જીવડો કરે કલ્પના, રટણ રામનું ન થાતું (૨) ખાવું ન ભાવે, નિંદરા ના'વે, ગોઠે નંઈ છોકરાંવની વાતું. જોબનિયા
૧૭૫ (રાગ : સોરઠ)
ખીલેલાં એ ઠેકાણે કરમાણાં રે, વનરાયું કેરાં ફૂલડાં રે જી.
ન મળ્યો ભગત એને, ન મળ્યો પૂજારી (૨), અમે મોહનની માળામાં નોં વીંધાણાં રે; વનરાયું કેરાં ફૂલડાં રે જી, ખીલેલાં મનડાં જીતેલા જેણે, વિખડાં જિરવિયાં (૨), એના પગની પૂજામાં નોં પોગાણાં રે; વનરાયું કેરાં ફૂલડાં રે જી. ખીલેલાં ઊગીને કપાણા શૂરા, ધર્મને ધીંગાણે (૨), એની ધખતી રાખ્યુમાં નોં રોળાણાં રે; વનરાયું કેરાં ફૂલડાં રે જી. ખીલેલાં૦ માખી મળી નહિ કોઈ, ન મળ્યો ભમરલો (૨), મધની મીઠાશું લઈ અળવાણાં રે; વનરાયું કેરાં ફૂલડાં રે જી. ખીલેલાં ‘કાગ’ કે મળ્યો નઈ એને, છેવટે અંત્તરિયો (૨), એનાં અંગડાં આગ્યુંમાં નોં બફાણાં રે; વનરાયું કેરાં ફૂલડાં રે જી, ખીલેલાં૦
ભજ રે મના
સબ ઘટમૈં તૂ સાઇયા, ખાલી દિસે નહીં કોય બલિહારી વો ઘટકી, જો ઘટ પ્રગટ હોય
૧૦૦
૧૭૬ (રાગ : સોરઠ)
ગુરૂજી મળ્યા છે જ્ઞાનવાળા રે, રૂદિયાનાં તાળાં ઊઘડયાં રે જી. અંતરમાં થયાં છે અજવાળાં રે, અંધારાં કાળાં વઈ ગયા.
સમતાની સાવરણીથી પરખોડી વાળ્યાં (૨), જામ્યાં ત્યાં કંઈક જનમોનાં જાળાં રે. રૂદિયાનાં
અંગડે આનંદ કેરાં વહે નદી-નાળાં (૨), રોમેરોમે રે રામની માળા રે. રૂદિયાનાં રંગથી રંગાણાં હવે દીસે છે રૂપાળાં (૨), ચામડાં મટી ગયાં છે આળાં રે. રૂદિયાનાં
સુરતા ભીલડીએ સળગાવી જવાળા (૨), વનડાં બળી ગયાં તૃષ્ણાવાળાં રે. રૂદિયાનાં ‘કાગ’ અહંકાર હાલ્યો ભરીને ઉચાળા (૨), ચૂંથાણા મમતાના બાંધેલ માળા રે. રૂદિયાનાં ૧૭૭ (રાગ : માંડ)
જગતમાં એક જ જન્મ્યો રે, જેણે રામને ઋણી રાખ્યાં. ધ્રુવ રામને ચોપડે થાપણ કેરાં, ભંડાર ભરીને રાખ્યાં;
ન કરી કદીયે ઉઘરાણી તેમ, સામા ચોપડાં ન રાખ્યા. જેણે માંગણા કેરાં વેણ હરખથી, કોઈને મોઢે નવ ભાંખ્યા; રામકૃપાના સુખ સંસારી, સ્વાદ ભર્યા નવ ચાખ્યા. જેણે હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતીડાં મોઢામાં નાખ્યાં; મોતીડાં કરડી માળા ફેંકી, તાગડા તોડી નાખ્યાં. જેણે રામનાં સઘળા કામ કર્યાં ને, બેસણાં બારણે રાખ્યાં; રાજ સત્તામાં ભડકા ભાળ્યાં, ધૂળમાં ધામાં નાખ્યાં. જેણે અંજની માતાની કૂખ ઉજાળીને નિત રખોપા રાખ્યાં; ચોકી રામની કર્દી ન છોડી, ઝાંપે ઉતારાં રાખ્યાં. જેણે ‘કાગ’ કહે બદલો ક્યારે નવ માગ્યો, પોરસ જરી નવ રાખ્યાં; જેણે બદલો લીધો એનાં, મોઢા પડી ગયાં ઝાંખા. જેણે
કબીર કુવા એક હૈ, બરતન સબ ન્યારે ભરે,
૧૦૧
પનિહારી અનેક પાની સબમેં એક
દુલા ભાયા કાગ